વિશ્વભારતી સંસ્થાન,અમદાવાદ અને 'બેઠક',અમેરિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આંતરરાષ્ટ્રીય e 'જૂઈ - મેળો' : ૨.
કવયિત્રીઓ : દેવિકા ધ્રુવ, રેખા પટેલ, જયશ્રી મર્ચન્ટ, સપના વિજાપુરા, પ્રજ્ઞા દાદભાવાળા, જિગીષા પટેલ, ગીતા ભટ્ટ અને ઉષા ઉપાધ્યાય
કવયિત્રીઓ : દેવિકા ધ્રુવ, રેખા પટેલ, જયશ્રી મર્ચન્ટ, સપના વિજાપુરા, પ્રજ્ઞા દાદભાવાળા, જિગીષા પટેલ, ગીતા ભટ્ટ અને ઉષા ઉપાધ્યાય
ઉષાબેન ઉપાધ્યાય ના સંચાલન નીચે પ્રોગ્રામ ચાલ્યો ત્યારે બધાનો પરિચય આપ્યો પછી આવકાર્યા પ્રજ્ઞા દાદભાવાળા એ. હરખપદુડી હું ખૂબ આતુરતા પૂર્વક સર્વે કવિયત્રીઓની રાહ જોઈ રહી હતી.
સૌ સખીઓનો ખૂબ ખૂબ આભાર. દેવિકાબેન દેખાયા અને ટેકનીકલ પ્રોબ્લેમ થયો પણ તેમણે ફરી ટ્રાય
જરૂર કર્યો. રેખા પટેલનો સુંદર પરિચય અને તેની ખૂબ સરસ કવિતાઓ સાંભળી તાળી પાડી ઉઠી.
આ તો મારૂ અંતર છલકતું હતું ને તેણે માસ્કનું બંધન ને ગરમ ઉકાળાની વાત રજુ કરતું
કોરાના નું કાવ્ય ખૂબ ગમ્યું. એક પછી એક સખી મિત્રો ને મળી આવી આજ હું મ્હાલી આવી. 'માણસ ' અને 'જિંદગી જીવવા આધાર જોઇએ' માર્મિક ગઝલ પછી ઇશીતા નો શેર મૂક્યો.
"તાર કાં તો માર રસ્તા બે જ છે. "આત્મનિર્ભરતા નું મહત્વ સમજાવી ઉષાબેને જયશ્રીબેન મરચંટ
નો પરિચય આપ્યો. શબ્દની સાધના ને તેમના મનોબળના ખૂબ વખાણ થયા ને કાન સળાવા થઈ ગયા.'વિશ્વ યુધ્ધ એટલે કરોના વાયરસ' બસ આજ કવિતા સ્પર્ધા માં મુકી 'જાણવા પૂરતું જાય છે કેટલું' સુંદર ગઝલ પછી કોશેટામાં બંધ ભલે પણ રેશમ રેશમ પળ મળે ... ક્યા બાત !! ડર્યા વિના જ અમે તો સો માંથી સોંસરવા નીકળ્યા. માણી અમે જગ મહે ફરવા નીકળ્યા...બીજી સુંદર ગઝલ !! મટકું મારવાનું મન ના થાય.( દાવડાનું આંગણું નામના બ્લોગ માં સાહિત્ય રસિકો જરૂર જોવા વિનંતી. ) સપનાની ઇદ ની કવિતા
સાંભળી દિલ દ્રવી ઉઠ્યું.
ઉષાબહેન જુઈ મેળો મઘમઘી રહ્યો છે. પછી આવી તેની એક રોમેન્ટીક ગઝલ. "કાનમાં તને એક નાની વાત કરવી છે. ... આવ તું તો એક મજાની વાત કરવી છે. " હા હા હા સુહાની વાત
"મારા ઘરનો ઉમરો" સુંદર લખાયેલ મીઠા અવાજ માં પ્રગ્નાબેન ની પ્રસ્તુતિ સાંભળી મન પ્રફુલ્લિત થઈ ગયું." મારું આ ઘર " વિધવા સ્ત્રીની સેંથી લાગે છે.સૌ ભાગ લેનાર કવિયત્રીને ખોબોભરી અભિનંદન ઉષાબેનના નેતૃત્વ હેઠળ પ્રોગ્રામ સરસ રહ્યો. જે આવ્યા તેમનો આભાર અમને પ્રોત્સાહન આપી તમે કાર્યને બળ આપ્યું છે. જિગીષાબેન ગીતાબેન સર્વેને સાંભળ્યા ક્યાં લગભગ દોઢ કલાક ચાલ્યો ગયો ખબર
પણ ના પડી.
-- રેખા શુક્લ
પણ ના પડી.
-- રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો