સોમવાર, 27 જુલાઈ, 2020

અમીત નેહા ને રક્ષાબંધન



      

ભાઈ અમીત નેહા ને જોઈને ખુશ ખુશ થઈ ગયો. બહેન બોલી ધ્રુજતા ધ્રુજતાઃ- " ભાઈ તું પડી ગયો ? મટી જશે હો !!" બોર બોર જેવડા આંસુની ધાર વહી જતી રહી. આ વાત પછી બે 
ડોક્ટરને ફરી બતાવ્યું ચાર મહીને પણ થેરેપી પણ ના કરાવાઈ કોનો કાંઢો વાંક ? નેહા હજુ નાનકડી હતી પણ સમજી ગઈ ભાઈ હવે લંગડો થઈ ગયો છે. પપ્પાના અંતિમ શ્વાસે તેમને વચન આપતા બોલેલી કેઃ- "મરતા દમ તક હું ભાઈનું ધ્યાન રાખીશ. મમ્મી તમારી સ્વર્ગમાં રાહ જુવે છે ભાઈની ચિંતા જરાય ના કરશો. "લગ્ન પછી પણ પરદેશમાં વસવા છંતાય દર બે વર્ષે ભાઈને મળવા જાતી જ. અમીત નેહા ના પવિત્ર સંબંધને નજર લાગી ગઈ કે શું આ વર્ષે વ્યાકુળતા ભાઈના અવાજ માં સાંભળીપહેલા તો તે ગભરાઈ ગઈ. ભાઇને કોરોના થઈ ગયો હે ભગવાન !! કોઈ 
પણ હિસાબે તેને હિંમત દેવા પણ જો પહોંચી શકાય તો સારું. એરલાઇન્સ વાળા પણ ખરા છે પાંચ હજાર ડોલર્સની ટીકીટ મળે તોય બેગ તૈયાર જ છે. ભગવાન નું લઈ નામ નીકળી પડી નેહા... પથારીમાં 
પડેલા અપંગ ભાઈને કોરોના થઈ ગયો છંતાય બહેન નેહા ને જોઈને અમીત માની શકતો નહોતો.
કે સાચ્ચે જ બહેન આવી ગઈ. અમીત પાસે સિરીયસ ચેહરે ઉભેલી નેહા ને ડોક્ટર સાથે ઉલટતપાસ લેતા જોઈ માની ગયો સપનું નથી જો'તો. નેહા બોલી ઃ- " ભાઈ તું ચિંતા ના કર હું આવી ગઈ છુ ને ! સારું 
થઈ જશે હો. " ડોકટરે પણ જોયું કે પેશન્ટ ને સારું થઈ જશે. ચાર દિવસે સવારે અમીતે છેલ્લા શ્વાસ 
લીધા. બહેને ફરી બોર બોર આંસુ સાર્યા પણ ભાઈને વિદાય દેતા તે ખૂબ દુઃખી દુઃખી થઈ ગઈ. 
સ્વાભાવિક સંજોગોમાં પણ ભાઈ બહેન છૂટા પડે તો દુઃખ તો થાય જ પણ અહીં તો અંતિમ વિદાય આપવી પડી. નેહાને ઢાઢસ બાંધવા પણ ચારેકોર કોઈજ નહોતું. શ્વાસ રૂંધાતો હતો તેવું લાગતું હતું પણ 
આંસુ છલકે જ જાતા હતા. બીજા દિવસે રક્ષાબંધનનો દિવસ હતો. પર્સમાં રાખડી પડેલી જોઈને ધ્રૂસ્કે 
ને ધ્રૂસ્કે રડતી રહી. 
--- રેખા શુક્લા

ભોળો તું ભોલેનાથ


મૌત થઈને આવે તો ભગવાન કોને કહેવાનું ?
અસ્તિત્વ તારું સમજાવ અમને
બસ હવે બહું થયું  તું જ સાંભળ અમને
તારે મારવા જ છે ને કહી દે અમને
પણ એક સાથે મારવા હોય તેટલા મારી નાખને
આ રોજ રોજ મરે છે તે નથી ગમતું 
શ્રાવણ માસે શા સારું પજવા તને
વિનંતી કરીએ અરજ કરીએ તોય તું ના ગાંઠે અમને
આ રોજ રોજ જોડવાના હાથ તે નથી જોવાતું 
ભોળો તું ભોલેનાથ થઈ આમ બાળે અમને
માન્યો દેવાધિદેવ તને આમ રાક્ષસ જેમ ના માર બધાને
આ કોરોના મરે તો માનીએ બાકી નથી સહેવાતું 
પ્રભુ તને પડકાર્યો કરી પ્રાર્થના હવે ના ડરાવ અમને
જાણી લીધો તું જ સજા દે કોરાના ને દૈ ભગાડને
તું ધરાણો નથી રોજ રાખથી એ નથી ફાવતું 
તને બેસાડ્યો મંદિરીયામાં હવે તો સહાય કરને
તડપાવી તરસાવી ને જીવ લઈલે પ્રભુ થઈને
ગુસ્સે થઈને તાંડવ આદરે તે નથી પરવડતું 
----- રેખા શુક્લ

રક્ષાબંધન

Close-up of Rakhi : Stock Photo

રક્ષાબંધનના પાવન પર્વે વિનવું છું પ્રભુને 
ખુશ રહે, તંદુરસ્ત રહે, દુઃખ દર્દથી બચાવે (૧)
રેશમનો છે તાર, એક અનોખો સાર છે બંધને
પહેલું સુખ તે જાતે નર્યા ભાવ સ્નેહ વરસાવે (૨)
પ્રેમ દિલનો વહે ભગિનીનો સરિતા થૈ રક્ષાબંધને
લીધો ખોળે જન્મયો ત્યારે આંખો હેત વરસાવે (૩)
વ્હાલ કર્યું હાલરડાં ગાઈ ઝૂલ્યો પારણે સૂઈને
ભીંજાયો તું વ્હાલમાં હરખાઈને રાખડી બંધાવે (૪)
એજ આશિષ એજ અભ્યર્થના ખુશ લાડુ જોઇને
ખુશખુશાલી મારા ગાલે ચુમ્મી કરતો ખંજને વધાવે (૫)
ગણ્યા છે સિતારા ક્યારેક ધ્રુવનો તારો જોઈને
રક્ષા કરજો મુજ ભાઈની "પોતેજ ભેટ"છે કહી હસાવે (૬)
---- રેખા શુક્લ 

શનિવાર, 25 જુલાઈ, 2020

સ્વભાવ


રૂની પૂણી જેવી કાયા લઈને આવે માયા
માયા માયા કરતા કરતા સંસારી થઈ જાતા
.....સ્વભાવે આમ કોઈ રમકડાં રાખનાં (1)
ક્યાં ભાગે છે માણસ થઈને ભરમાવે માયા
મૌત આવે છે રાક્ષસ લઈને એમ ડરાવતા 
......સ્વભાવે આમ કોઈ રમકડાં રાખનાં (2)
હું મોટો તું નાનો એ ભરમ ન સમજે માયા
ચોતરફ હાહાકારે મોકો આવ્યો સમજાવતા
........સ્વભાવે આમ કોઈ રમકડાં રાખનાં (3)
પડકાર્યો સ્વભાવે માણસ, પડછાયો છે માયા
ચકાસી ચકાસી પરીક્ષ લે સજા દઈ સમજાવતા
........સ્વભાવે આમ કોઈ રમકડાં રાખનાં (4)
ગુસ્સે થઈને તાંડવ કરતા હાહાકાર મચાવતા
પ્રભુ થઈને આગળ પાછળ આંગળીએ નચાવતા
.......સ્વભાવે આમ કોઈ રમકડાં રાખનાં (5)
ફરમાઇશો પૂરી કરે પ્રભુ પણ હવે તો રડાવતા
સ્વભાવ માનવીનો જાય પ્રાણ સંગ, તે કહેતા 
.......સ્વભાવે આમ કોઈ રમકડાં રાખનાં (6)
ભૂલ્યા છો બધા દેવાધિદેવને કુટંબને વિભાજતા
સ્વભાવે સરળ રહો સહજ રહો ઘરમાં ધ્યાન ધરતા
........સ્વભાવે આમ કોઈ રમકડાં રાખનાં (7)
ભટ્ટ ભરપૂર વટ કરે ને લાડુ કરતા ચટ્ટ
બ્રાહ્મણમાં સ્વભાવે ભટ્ટજી થઈ કહેવાતા
......સ્વભાવે અમે આમ રમકડાં રાખનાં (8)
પ્રાણ ને પ્રકૄતિ એક સાથે જાય 
એમ કહી સ્વભાવે સૌ દુઃખી થાતા
......સ્વભાવે આમ કોઈ રમકડાં રાખનાં (9)
પ્રધ્યાપકજી ને પંતુજી બેય સાચા ધડવૈયા
માતપિતા તુલ્યે સ્વભાવે સંસ્કારી થાતા
......સ્વભાવે આમ કોઈ રમકડાં રાખનાં (10)
શાંત રહો શાંતિ જાળવો કરો મંત્રોચ્ચાર થોડા
અદબ પલાઠી મોં પર આંગળી યાદ કરાવતા
----સ્વભાવે આમ કોઈ રમકડાં રાખનાં (11)
ચેંજ છે જરૂરી કેટલીવાર હવે કહેવાનું ધરે રહો
કરોનાથી રાખો સાવચેતી બહારે જ રખડતા
---- સ્વભાવે આમ કોઈ રમકડાં રાખનાં (12)
કોઈ મધમાં ચાય ઉકાળા હળદર કાફી ખાતા
કોઈ ઉતાવળા પાલન કરતા ચુસ્તમાં ગણાતા
-------સ્વભાવે આમ કોઈ રમકડાં રાખનાં (13)
--- રેખા શુક્લ 

સોમવાર, 20 જુલાઈ, 2020

ઘરકૂકડી


ઘરકૂકડી ના કહેશો કોઈને જઈ કરોના ના ભેટશો કોઈને
થયો કે થશે તેની રાહમાં કોઈના પર ના ભરોસો કોઇને

શા માટે મરવું છે ? શા માટે મળવું છે જલ્દીમાં કોઈને
તમે તમારું જીવન જીવો પંચાતિયાને હુ તુ આપ કોઇને

બોર બોર આંસુ રોયા સોરી થેંક્યું ના અસર હોય કોઇને
જિતવા માટે ચોખ્ખી ના હવે નેગેટીવ રિપોર્ટ રાહ કોઇને
---- રેખા શુક્લ

રવિવાર, 19 જુલાઈ, 2020

કલાકૃતિ



સરતું વિચારબિંદુ ટપક્યું પીંછીએથી કેનવાસ પર ક્યારેક હસ્તું ક્યારેક વિચારતું ચિત્ર તાંકતું નજરૂમાં તો ક્યારેક સામે હસતું એક પેન્સિલની અણીથી થઈ અલગ વિસ્તર્યું રંગોમાં અને સર્જાઈ કલાકૄતિ. દિવાના છે રંગોના કલાકૃતિ સર્જવામાં ક્યારેક ગૂંથાયા રંગો નવા અનોખા કાપડમાં. આકારોના વળાંકોનો દોષ નથી પણ તુંડે તુંડે મતીર્ભિન્ના એમ કલા વિકસે છે દરેકમાં કોઈને સંગીતની દુનિયા ગમી કોઈને ભાષા વ્યક્તિ કે વસ્તુમાં. કુદરત કરે છે કમાલ અને તમને આપે છે કલા હવે તમે જો વિકસાવી શકો તો એમાંથી જે રચાય તે કૄતિ સૌને ગમે તો જરૂર વખણાય. મનુષ્યમાં સ્ત્રી અને પુરુષ પ્રભુની સર્વશ્રેષ્ઠ કૄતિ. પણ પાષાણે કંડારી મનુષ્યે પ્રભુની જો હસ્તી મૂર્તિ તો મંદિરે પધરાણી. બાળક જન્મે તો મા-બાપ નું સૌથી વ્હાલું લાગે કેમકે તેમનું સર્જન છેને. ખિલેલા ફૂલો મૌસમના જોઈ મન પ્રસન્નતા અનુભવે અને માળી એનું જતન કરે તો કોઈ મંદિરમાં તેનો હાર બનાવી ચઢાવે.
મને ખૂબ શોખ છે કલાઓ વિકસાવવાનો તેથી શરૂ શરૂમાં હું ડુડલીંગ કરતી દરેક હાંસિયામાં નાનું મોટું ચિતરકામ કરતી. પપ્પાનો વારસો મળેતો તો ચહેરો દોરતા શીખી ખરી. રંગો માં મેઘધનુ મારું પોતાનું બને ને આકાશે વિચરે મન ઉડી ને અડે. વોટર કલર ઓઈલ પેઇન્ટ પેન્સિલ કલર ને ક્રેઓન્સ ની મજા કલાકૄતિ ઝળકાવે. ક્યારેક વરસાદનું તો ક્યારેક ઉત્તરાયણનું વાદળોમાં સંતાયેલા સુરજ્દાદા કે ચાંદામામા અને નીચે ધર... ઝાડ ની બાજુમાં તળાવને તળાવમાં તરે હંસ અને માછલી. દિવસે દોરડા કૂદતી છોકરી દોરું તો ક્યારેક બસ રંગોળી. ઘણા વખતે નવું શીખ્યાનો આનંદ થયો જ્યારે એલ્યુમિનિયમ ઓક્સોડાઇઝ્ડ પ્લેટ ને કાર્વ કરી. ઓહ માય ગોડ કંપાસ એન્ડ્ની તિક્ષ્ણતાને તેની ફીટ પક્કડે આંગળીએથી લોહી ટપકે પણ કોઇ અનુભૂતિ નહોતી આંગળીમાં કે સંવેદના...પણ મારા રાધાકૃષ્ણ નું આર્ટ વર્ક પૂરુ કર્યાના સંતોષ હતો.. આજ મારી કલાકૃતિ સાચવીને રાખ્યાનો આનંદ છે. કલા ને સાહિત્યમાં લીધેલ રસ સાચવ્યો તેનો ગર્વ છે.
 --- રેખા શુક્લ

જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો

જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો
ખાનગીમાં જાણે શું શું કહેતો હતો, પ્રેમમાં પડ્યો હતો
હૈયે ટાઢક પામી કાયા મદમસ્ત ગુલાબી ખિલતો હતો

ઘંટનાદે થતી આરતીમાં લીન, તોય એને જો'તો હતો
મીન નયની હિરન ચાલમાં એ પણ સાથે ઝૂલતો હતો
જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો

મળે છે દિલ થી દિલ અહીં  શાંત દરિયો ધૂધવતો હતો
પાલવડેથી વિખુટા પારેવડા, ચાંચોમાં ચાંચો પોરવતો
જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો

પૂરવાને જીવમાં જીવ ઢળી રહેલી ગઝલ નિરખતો'તો
પર્વ હતો કે હતી સાંજ રોજ રોજ આમ વળગતો હતો
જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો

થનગન નાચે રૂપ સુંદરી વહેતી સરિતા પીતો'તો
પ્રિયતમાના ટહુકારે એ લળી લળીને વહેતો હતો
જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો

નખરાળીની મિઠ્ઠી મિઠ્ઠી વાતો ને એ પોંખતો હતો
જાય પ્રજવલ્લી શમ્મા, એવા મુકતક ટાંકતો'તો
જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો


પડખે અવળું સૂઈ પંંપાળે તો સૂંવાળપ સૂંઘતો હતો
પૂરી રાખીયે શું  શબ્દોને માળામાં કહીને ગાતો હતો
જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો

દિલે દીધા દાટી ઘાવ શબ્દોની આળમાં કહી રોતો હતો
પાડી દીધી આદત રોજની મારામાં આમ ડૂબતો હતો
જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો

સાંખે સંગે અંગેઅંગે, રંગ ઉઝરડા સ્મિતે ચૂંથતો હતો
તરફડે પરિંદુ નાદાન, પિંજરની જાળમાં ગૂંથતો'તો
જ્યારે સૂરજ ઢળતો હતો, એ રોજ ત્યાં મળતો હતો
-----રેખા શુક્લ