મૌત થઈને આવે તો ભગવાન કોને કહેવાનું ?
અસ્તિત્વ તારું સમજાવ અમને
બસ હવે બહું થયું તું જ સાંભળ અમને
તારે મારવા જ છે ને કહી દે અમને
પણ એક સાથે મારવા હોય તેટલા મારી નાખને
આ રોજ રોજ મરે છે તે નથી ગમતું
શ્રાવણ માસે શા સારું પજવા તને
વિનંતી કરીએ અરજ કરીએ તોય તું ના ગાંઠે અમને
આ રોજ રોજ જોડવાના હાથ તે નથી જોવાતું
ભોળો તું ભોલેનાથ થઈ આમ બાળે અમને
માન્યો દેવાધિદેવ તને આમ રાક્ષસ જેમ ના માર બધાને
આ કોરોના મરે તો માનીએ બાકી નથી સહેવાતું
પ્રભુ તને પડકાર્યો કરી પ્રાર્થના હવે ના ડરાવ અમને
જાણી લીધો તું જ સજા દે કોરાના ને દૈ ભગાડને
તું ધરાણો નથી રોજ રાખથી એ નથી ફાવતું
તને બેસાડ્યો મંદિરીયામાં હવે તો સહાય કરને
તડપાવી તરસાવી ને જીવ લઈલે પ્રભુ થઈને
ગુસ્સે થઈને તાંડવ આદરે તે નથી પરવડતું
----- રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો