બુધવાર, 20 મે, 2020

છેલ્લી નોટિસ ...!!

Image result for mask pictures
માણસે માણસનો ફક્ત ઉપયોગ કર્યો છે,
ના છૂટકે કુદરતે એક પ્રયોગ કર્યો છે,
આવો પણ સમય આવશે નહોતી ખબર, 
માણસનેજ માણસનો ડર લાગશે નહોતી ખબર,
મોંધા માં મોંધા કપડાં કબાટમાં લટકાવી દેવામાં આવ્યાં,
અને બ્રાન્ડ વિનાનું માસ્ક બાજી જીતી ગયું .
કોરોના વાઇરસના માધ્યમથી ઇશ્વરનો સુંદર સંદેશ,
તમે પ્રુથ્વી પરના મહેમાન છો માલિક નહીં.
કુદરતે આપેલી ભેટોને આપણે નુકશાન પહોચાડ્યું છે,
આ કોરોના વાઇરસ એની છેલ્લી નોટિસ છે. 
મંગળ પર જીવન વિકાસવાની વાતો કરતો હતો માણસ, 
આજે પૄથ્વી પર અસ્તિત્વ ટકાવવા જજૂમી રહ્યો છે.
અમુક નાસ્તિક લોકો મેણાં મારે છે કે 
હોસ્પિટલ ખુલ્લા છે અને ભગવાનના દ્વાર બંધ છે
ના ભાઈ, ભગવાનના દ્વાર બંધ નથી
જો અદ્રશ્ય વાયરસમાં તમને મારવાની શક્તિ હોઇ શકે છે
તો અદ્રશ્ય ભગવાનમાં તમને બચાવવાની પણ તાકાત છે
બસ વિશ્વાસ રાખજો. 
આજે બધા મંદિરો બંધ છે કારણકે
બધા ભગવાન અત્યારે હોસ્પિટલમાં 
સફેદ કોટ પહેરીને સેવામાં છે. 
કોણ કહે છે કે ભગવાન નથી દેખાતા
ખાલી એજ તો દેખાય છે જ્યારે કોઈ નથી દેખાતું.
રહી જો ડાળીઓ તો પાંદડા પણ આવશે
આ દિવસો ખરાબ છે તો સારા પણ આવશે
બસ સમયને સમયસર સાચવી લેજો
બીજું કંઇ પણ સાચવવાની જરૂર નહીં પડે
જે સમયે સમસ્યા એ જન્મ લીધો હોય છે,
એજ સમયે સમાધાને પણ જન્મ લીધો જ હોય છે.
શતરંજ હોય કે પછી જિંદગી, 
જીતવા માટે ધીરજ રાખવી જ પડે
જીવનમાં કપરો સમય તો આવે જ છે
તે તમારા પર આધારિત છે કે તમે તેને કેવી રીતે લો છો
કોઈને અડવું નહીં એ આપણે શીખી ગયા 
પણ કોઈને નડવું નહીં એ આપણે ક્યારે શીખશું
એટલી હદે આઝાદ થયો છે આજનો માનવી
કે આજે એને ઘર પણ જેલ જેવું લાગે છે
જીભને સેનેટાઇઝ કરિને ક્વોરંટાઈન કરી દો
સબંધોમાં પ્રસરતો કોરાનો-વાઇરસ અટકી જશે
કોઈતો એવું સેનેટાઇઝર બનાવો કે
જે હાથની સાથે સાથે લોકોના દિલ પણ સાફ કરે 
સમય સમયની વાત છે સાહેબ
પહેલા કહેતા કે  નેગેટિવ લોકોથી દૂર રહેવું
હવે કહે છે કે પોઝિટિવ લોકોથી દૂર રહેવું
કોરાના એ લોકોને સમજાવ્યું કે, 
આપણો દેશ અને આપણા ઘર જેવી 
સુરક્ષિત જગ્યા બીજે ક્યાંય નથી
જ્યારે પરિસ્થીતિ બદલવી અશક્ય હોય,
ત્યારે મનની સ્થિતિ બદલી નાખો
નિમિત્ત કોણ હતું એનાથી ફેર નથી પડતો
નિર્ણય હમેશા કુદરતનો હોય છે જે દરેકને સ્વીકારવો જ પડે છે
સમય પણ ઘણો મજાનો છે સાહેબ, 
પહેલા મળતો નહોતો અને હવે જતો નથી
ક્યારેક પરિસ્થીતિ ને સમય પર છોડી દેવી જોઈએ, 
શું ખબર તે પરિસ્થીતિ તમારા પ્રયત્નો નહીં સમય માંગતી હોય
એક સેકન્ડનો પણ સમય ન્હોતો સાહેબ આ દુનિયાના માણસો પાસે
કુદરતે બધાને એક સાથે જ નવરા કરી દીધા
થપ્પો દાવની રમત ચાલી રહી છે, દાવ કરોના નો છે
આપણે છુપાઇને રહીશું તો જીતી ગયા
અને બહાર નીકળ્યા તો કોરોના આપણને આઉટ કરી દેશે દુનિયામાંથી
વેન્ટિલેટર કરતાં માસ્ક પહેરવું સારું,
ICUમાં રહેવા કરતાં ધરમાં રહેવું સારું 
અને જિંદગીથી હાથ ધોવા કરતાં 
સાબુથી હાથ ધોવા સારા
જિંદગીમાં પહેલી વખત જોયું કે માણસે જીવવા માટે પૈસા કમાવવાનું છોડી દીધું 
સમય સમયની વાત છે સાહેબ,
ક્યારેક ઘરે પડ્યા રહેવાવાળાને 
નકામા કહેવામા આવતા
અને આજે ધરે પડ્યા રહેવા વાળાને સમજદાર કહેવામાં આવે છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો