ગુગમ ગુજરાતી ગરિમા મંચ વાચિકમ માં મિત્રો ને રેખા શુક્લ ના નમ્રવંદન.
' દાદા અમને વાર્તા કરોને ?? ' નાનો નટુ બોલ્યો ને દાદા એમના દાંત વગરના અવાજે બોલ્યા...
મારી પાસે આવીને બેસ. ગલુડિયાની જેમ વળગીને નટુ પણ ડાહ્યો ડમરો થઈને બેસી ગયો.
'તને કેવી વાર્તા કહું બોલ.. સુપર હીરોની જ ગમશે હે ને ??' 'પપ્પા મમ્મી બા જલ્દી આવો દાદા સુપર હીરોની વાર્તા કરે છે.. !!' બધા ટોળે વળી ગયા ને દાદાએ વાર્તાની શરૂઆત કરી.
નાનો નટુ ક્યારે સૂઈ ગયો તે કોઈને ખબર પણ ના રહી. થોડી વારે જોયું તો નટુ ઉંઘમાં બડબડતો હતો.. માણસ ખાંઉ માણસ ગંધાય એ રાક્ષસને મારો... ને અચાનક હવામાં હાથ ઉલાળતો દેખાયો.
બધા હસી પડ્યા. આ પહેલા વૄન્દાવનમાં પૂતના ને મારી તો કૄષ્ણ સૂપર હીરો હતા ને નટુ
પોતાની નાનકડી વાંસળી લઈને દાદા સાથે રમતો. ને કેહતો દાદુ મારી વાંસળીથી બધા ઉંદરને
ભગાડીશ પછી મને જાદુઈ નટુ કહેશે. પાવર છે દાદાની લાકડીની જેમ.
મીનુ બોલી મારી ઢીંગલી બોલી મામા નું ઘર કેટલે દીવો બળે એટલે..!! નટુ બારી પાસે જઈને ગાવા લાગ્યો... ગો અવે કરોના વી નીડ ટુ પ્લે ઇન પાર્ક... ગો કરોના ગો ...!! ને મમ્મી ને વળગીને બોલ્યો આઈ
મિસ માય સ્કૂલ !! દાદુ ને પપ્પા બોલી ઉઠ્યાં તો ચાલો રમીએ ગોળ મજાનું ટામેટું રસથી ભરેલું ટામેટું ને મીનુ બોલી ને પછી બાય બાય ચાઈંણી પેલે ધેર ધાણી..પણ !! દાદા યુ આર માય હીરો. અસ્તુ --- રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો