ગુરુવાર, 12 માર્ચ, 2020

કોરોના વાયરસે ઉપાડો લીધો છે...!!



ટ્ર્મ્પ હોય કે બ્યુટી ક્વીન પોતિયાં બધાના ઢીલાઢબ છે
આવો આવો કોઈ ન કહેશે સહેજે જો શરદી ઉધરસ છે

શું ખાશું ? આજે શું કરીશું ? ચૂપચાપ ફોનમાં વાતુ છે
તેલ લેવા સેલ જાય, હા મેળાવડા પણ સાવ સૂના છે

જીવ બધાના તાળવે છે, એરલાઈન્સ જો સૂન-સામ છે 
ક્લોરોક્સ લાવો સેનેટાઇઝર લાવો તમે ને ઘર સાફ છે

એરપોર્ટ પર સન્નાટો છે ને વ્યાધીનો વિકરાળ વંટોળ છે
તાવ મૂઓ પાછળ પડે તો કોરોના વાયરસે જીવ લીધો છે 
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો