પ્રીતનાંં ઘેલાં
અમે તો પ્રીતનાં ઘેલાં, અમારા મીન સરોવરના નાતા;
મીન સરોવરના નાતા, અમથી મૂક્યા નથી મૂકાતા-
અમે તો ....
સરોવર સૂકાતાં હંસ ઊડીને, થીર બીજે થઈ જાતા;
વિણ પાંખુંના વિહંગડાં અમે, જળ સાથે ઝડપાતાં-
અમે તો...
ધણને ઘાએ અગનની ફૂંકે, ગાળ્યા એમ ગળાતાં;
ખાખ થયા વિણુ આઘા ન ખસતાં, લોઢા લાકડે જડાતાં-
અમે તો ....
માનવ માટીના જુગજુગ જૂના, સબંધ નિભાવ્યે જાતાં;
માંડવે ચોરીના માટ મસાણે, આગ લઈ આગળ થાતાં-
અમે તો...
એવી લગન છે કલમ અણીથી, અગળાં થઈ સુકાતાં;
લહિયા આ સાહ્યું લીલી ન જાણજે, ખૂંટી ધૂળ્ય ખાતાં-
અમે તો...
કાદવ સરખાં દાદ' કે' કલેવર ને નીર સાથે નાતા;
વેઠવા વસમા વિયોગ એના, હૈયાં ચીરાઈ જાતાં-
અમે તો...
----કવિ 'દાદ'
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
મંગળવાર, 4 સપ્ટેમ્બર, 2018
પગલાંની માળા
પગલાંની માળા
વીણી વીણીને ભેગાં કરિયાં, સપનાં બધાં સુવાળાં;
નજર ગૂંથે પગલાંની માળા.
બે ચાંચડિયે એક જ તરણુંં, લઈ ઊડતાં લટકાળાં;
મનડાં અમે એમ ગૂંથ્યાં'તાં જેમ સુધરીના માળા-
નજર ગૂંથે પગલાંની માળા.
ઈ વાટડીએ વન ઊગ્યાં, જ્યાં હાલ્યાં'તાં પગપાળાં;
વિંખાઈ ગયા છે આજ વિસામા, ગોંદરા નદિયું ગાળા-
નજર ગૂંથે પગલાંની માળા.
બાંધ્યાં અંગ દિશા ના સૂઝે, ક્યાં કરવાં ઊતારા;
આસરો દઈ ઊડાડી મૂક્યાં, વલખે પાંખુવાળા-
નજર ગૂંથે પગલાંની માળા.
આવન જાવન રહી ન કોઈ, ઊંધી ગયાં અજવાળાં;
બંધ કરી ધર બેસી ગયાં છે, સૂન ઘરને તાળાં-
નજર ગૂંથે પગલાંની માળા.
મરી ગયાં 'દ્વાદલં મધલાળે, ઊગરવા નહીં આરા;
તાણે તાણે તૂણાઈ ગયાં, જેમ કરોળિયે જાળાં,
નજર ગૂંથે પગલાંની માળા.
----કવિ 'દાદ'
રવિવાર, 19 ઑગસ્ટ, 2018
મેળો..વર્ણન ..
વ્હાલું શરણ તારું આભ નો છેડો
શોધતા મળે ધરણી લાગણી મેળો
---રેખા શુક્લ
વર્ણન ... !!
વર્ણન ... !!
આંખ્યુ દોરે શબ્દચિત્ર સાંભળો તો વર્ણન
કાલુઘેલુ ભાવભીનું હસ્તુ મુખડું તો વર્ણન
આ રૂમ માંથી બીજા રૂમ માં સંતાવું વર્ણન
સ્મૄતિ ઝાંખુ બાઝે અશ્રુ પલકે વરતું વર્ણન
એક લિસોટો ભીંતે ટાંગ્યો કેવું સુંદર વર્ણન
બદલાણું લો પાત્ર સાનિધ્યે વળગે વર્ણન
સ્વમાનભેર સાદી જિંદગી એજ એક વર્ણન
હાજરીના હસ્તાક્ષર ફોટા કર્યા કરે વર્ણન
---- રેખા શુક્લ ૦૮/૧૯/૨૦૧૮
ખબરપત્રી
નથી પગ કે નથી પાંખો તોય હવા ચાલતી રહી
મેજ પરથી ગૈ'તી પડી ધડી કાલે ય ચાલતી રહી
ફોન ફરી ચાલી પડ્યો નંગે પાવ લાશો ઢળી રહી
ધાંય ધાંય કેટલી ગોળીયો બસ આમ ચાલતી રહી
જૂઠ નહીં બોલે આયનો મળ્યા વિના નજર ઢળી રહી
મુખ બંધને બંધાઈ જુબાન ને ખબરપત્રી ભાગતી રહી
ટેકનોબલા યે ઉભી કરેલી ટેકનોસેવી થી બાતમી રહી
જીન્દગી બંધ કરી, ધડકન શોધવા સંગાથી ચાલતી રહી
---રેખા શુક્લ
રવિવાર, 12 ઑગસ્ટ, 2018
તડકો ભીંજવે ઝૂમતો, બેશરમી વર....સાદ !! નટખટ થઈ ગયો માલદાર !!
લાગણીઓ ને ભીંજવી, મૂશળધાર વળગતો વરસાદ
રોમ રોમ તરસ્યો ભીંજવી, ધારદાર સળગતો વરસાદ
નટખટ થઈ ગયો માલદાર ...!!
કણકણ રીઝ્યું મંદમંદ મહેકાંઇ, સોડમ પીરસતો વરસાદ
પિયુપિયુ મદહોશ મોરલો, આંગણ નાચે પજવતો વરસાદ
નટખટ થઈ ગયો માલદાર...!!
વાદળ પછવાડે વાદળું, ઝાલું બુંદન ઝરમરતો વરસાદ
વારું તુજ પર મેહુલિયા, તરવરાટી ચૂમતો વર...સાદ
નટખટ થઈ ગયો માલદાર...!!
------- રેખા શુક્લ ૦૮/૧૨/૨૦૧૮
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
