ગુરુવાર, 8 ફેબ્રુઆરી, 2018

તું પ્રભુ !!


શ્રી સવા ને કંકુ - ચોખા અક્ષર ગૂંથાવે ચંદરવો તું પ્રભુ !
અત્તરના પૂમડાં જેવી કૄતિઓ રચાવી ટાંકે કાગળે તું પ્રભુ

જેને ગમ્યું જીવન એને જ રચાવે નવલખ્ખી રચના પ્રભુ
સંધ્યાના રંગથી વૄક્ષોના થડ છે ચિત્ર્યા કવિ સંગ તું પ્રભુ

કાગળની એકલતા સોંપી દેતો સુગંધિત અક્ષરોને તું પ્રભુ
હૂંફ થી આગળ વધી દાઝ્યા રે ઝળહળતા શબ્દ કૈં પ્રભુ

અક્ષરોનું થયું વાસ્તુપૂજન ને ઉજાળી મહેફિલ રંગ તું પ્રભુ
સારું થયું રડાયું નહીંતર ક્યાંથી ટપકત અક્ષરે તું પ્રભુ !!
---રેખા શુક્લ

ગુરુવાર, 1 ફેબ્રુઆરી, 2018

માયા ઝૂલે

ચલો થોડા સા રૂમાની હો જાયે...

ટેરવાં ના સ્પર્શે કર્યું વાંચી જસ્ટીફીકેશન...!!
હૈયા ને આવે સપનું રૂબરૂ હાસ્તો મળવાનું
છબીમાં મોરલો નાચે જોઈ રીએક્શન ...!!
બુધ્ધુ થઈ  ના ગોત,  હજુ નથી ખોવાઈ
તસુ તસુ હીરલા માણેક છે તપ્યાં પિંખાઈ
તુ જ તો શોધે તુજ ને રોજ નવું ક્રીએશન...!! 
માયા ઝૂલે બાઝી સાંકળ...... પોકળ મંજીલ આગળ
તડકાનો ઉતારો બર્ફીલા રણમાં પગલાં પાછળ ઝાંકળ
--રેખા શુક્લ 

સોમવાર, 22 જાન્યુઆરી, 2018

Alvida ..!!

રોયા અંબર આપકી યાદ મેં
રોઈ આંખે .....બુંદન બુંદન
ખોયા જહાઁ સબ્ર કી  યાદ મેં
સોઈ આંખે ....પલકે બુંદન
---રેખા  શુક્લ

સ્મરણ નું પીછું ખર્યું, વટવૃક્ષ સંબંધ જીર્ણં
સન્નાટાનો શોર થૈ ગરજ્યું,ફેલાવી લાલાશ આંસુ સર્યું
----રેખા  શુક્લ  

ગુરુવાર, 11 જાન્યુઆરી, 2018

બિછોના ઔર ફૂલોકી ચાદર

ચાલ હરિ સંગ સંગ બીજુ ભલા કંઈ નહીં 
ઉપકાર તારો વર્ષોનો શીર ઝૂકે વંદી અહીં
--રેખા શુક્લ 

તું જલ કી ધારા, મઝધારે નૈયા
તું જલતી ધારા, સંજીદા નૈના 
---રેખા શુક્લ 

ના રૂકને દિયા.............. ન જાને દિયા 
જાલીમ તેરી કિરપાને જિંદા માર દિયા 
--રેખા શુક્લ

ચટાઈકા બિછોના ઔર ફૂલોકી ચાદર ઓઢાકે સૂલાદો
મુશ્કિલ સમય હૈં પર હમેં હિમ્મત નહીં ખોની હૈં બતાદો
====રેખા શુક્લ

જહાં વિશ્વાસ હોતા હૈં વહા...... અગ્નિ પરિક્ષા નહીં હોતી
તો ફિર ભી હર યુગ મે સીતા કો હીં ક્યું શોલો મેં જલાયા જાતા હૈં ?
--રેખા શુક્લ

શુક્રવાર, 24 નવેમ્બર, 2017

જુવાન


શર્મિલા ફૂટ્યાં ગાલે શેરડા
કાં પાછળ પડ્યો જુવાન 
હ્રદયનો રંગ ગાલે ચડ્યો
ગુરછ્છાને નચાવે જુવાન 
બટકબોલીયો આંખે ચડ્યો
ઇરછાની સુંદરી થઈ જુવાન 
ડહાપણને ઉંમરનો ઢાળ નડ્યો
ઓઢેલી ચુંદડી ચામડી જેમ જુવાન 
મલક્યા કરે છે આયનો પડ્યો
નૈના કજરાલે બેકરાર જુવાન 
ધરપત ના ધરે આલિંગને અડ્યો
મૂંછમાં મલકાતો સુંવાળો જુવાન
---રેખા શુક્લ 

સોમવાર, 13 નવેમ્બર, 2017

છે ...!!!!


ખરે પાન એકલું,....ને ઉઝરડો લીલાશે 
હવાનું ઘેલું એકલું, છે તરછોડો ભીનાશે
---રેખા શુક્લ

શનિવાર, 11 નવેમ્બર, 2017

સેંથી ની વાટે


પડે છે સ્નો હવે ઝરણું નિંદરમાં રૂવે છે
ઉછીનું હાલરડું ગાઈ સૂકી ડાળુ જુવે છે

વાદળને હિંડોળે સ્નોફ્લેક્સ ઝબૂકે છે
સેંથી ની વાટે કંકુ સૂરજ ઢોળી ઉગે છે

દિશા દાદ ની બારીએ સપનું જાગે છે
વિરાટની અટારીએ શબ્દો ને મીચે છે

શૈશવના ગુલાબી ગાલ રમાડી ચૂમે છે
વસંતની પાંખે પંખીડુ વ્હાલ સીંચે છે

પગલી પગલી કવિતાના પુષ્પ ખરે છે
સાગરની છોળું દિવ્ય પગલાં ચૂમે છે
----રેખા શુક્લ