કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
મંગળવાર, 3 નવેમ્બર, 2015
ઉઠો, જાગો ને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો !!
કલમ અને ચાબખા...વાહ પેન ની તલવાર , માર્યા વગર મારી નાંખે ને અસ્તિત્વ ની અભિવ્યક્તિ કરાવે વાચાળ કવિતા ...અંતર રેશમરેશમ હોય ત્યારે તમે જિંદગી વાંચી છે...? આવો ને મળો ક્યારેક અમને "પ્રતિલિપિ" પર , "સહિયારું સર્જન" પર અથવા અમ મિત્રો ની ફેસબુક ટાઈમલાઇન પર, અમારા ટહુકા ને વધાવવા બદલ અમે આપ સૌના આભારી છીએ. ભરોસાની પ્રેકટીસ અમારી ચાલુ છે કેમ કે સ્મિત માં તાકાત છે શબ્દને વિંધી ને સાંધવાની, શોધખણ બાળપણ ની યાદોની અનુભૂતિ શ્વાસ વપરાઈ જાય તે પેહલા કરાવે તે કવિગણ...રાતરાણી ને પારિજાત મુજ હૈયે વસ્યા, ચિતાર રખડતા ચાતક નો મોરલો પૂરો કરે, ડૂસકાં ભરે ડોલરીયા જ્યારે આવે દેશ ની યાદ ..તો આપનું સુસ્મિત સ્વાગત છે.
ગુરુવાર, 29 ઑક્ટોબર, 2015
દિવાના છે શબ્દો ના અહીં બધા
હૈયે ટાઢક પોઢી છાયા, રોજ આપે એક ગઝલ બેઠકમાં
મિત્રોના નામ નહીં ગઝલ શબ્દો આશ્વાસન બેઠકમાં
નખરાળી ને મિઠ્ઠી મિઠ્ઠી વાતો ને ટાંકવી બેઠક માં
નંબર-વન જુગલબંધી ને રૂમઝૂમ ચાલ બેઠક માં
પ્રીતમ હોય છે , ક્યાંક ટહુકી ને વણી ગઝલ માં
દિલના દ્વાર ખોલી નાંખે એક ગઝલ એક બેઠક માં
પાલવડે થી છૂટ્ટા થયા છે મોતીડાં ભેગા બેઠક માં
પર્વ સંગ આવી અવસર બનવા આવો ને બેઠકમાં
જાય પ્રજવલ્લી શમ્માની અહીં એક ગઝલ બેઠકમાં
દર્દીલા ગીતો મહીં પુષ્પો વેર્યા મેહફિલે બેઠક માં
શબ્દો ની સરિતા વેહતી ગઝલ નાજુક બેઠક માં
થન ગન નાચે રૂપ-સુંદરી વાતો અહીં બેઠક માં
મળે છે દિલ થી દિલ અહીં શબ્દો સાથે બેઠક માં
પૂરવાને બેઠક માં પ્રાણ આવી એક ગઝલ બેઠક માં
------રેખા શુક્લ

"બેઠક"
કૂમળી કાયા કંચનવર્ણી જો ને "બેઠક" છે આંગણે
પ્રેમની હેલી ને શબ્દો નું ટોળુ "બેઠક" છે પ્રાંગણે
ગમતીલા મિત્રોનો પરિવાર જ "બેઠક" છે આંગણે
ટહુક્યા જ કરે મયુરપંખીણી રે "બેઠક" છે પ્રાંગણે
મેહફિલનું લીલુછમ્મ મેદાન રે "બેઠક" છે આંગણે
પ્રેમી પંખીડાનું ગગન ખુલ્લુ રે "બેઠક" છે પ્રાંગણે
----રેખા શુક્લ
બુધવાર, 28 ઑક્ટોબર, 2015
દિવાળી થોડી નજીક
કંકુપગલાં આવી
અંતરના ઉજાસે
કરીએ આરતી
ઝળકી દિવાળી
સોમવાર, 26 ઑક્ટોબર, 2015
ચીલો પડ્યો...
જ્યાં જ્યાં નજર દેખી ઠરી
ત્યાં ત્યાં સુંદરતા ભાળી ફરી
નેટ-જગતે જન્મભૂમિ ઠરી
રંગાયા શબ્દો સૌભાગી ફરી
પ્રેમ અને આદરપૂર્વક વંદુ
નેટ જગતે ઉમટે ટોળા લઈ ને સપના
ગરવી માતૄભાષા
વાચકો સુધી ઉત્તમ સાહિત્ય-સમાચાર-ઘટના ને માહિતી ની પ્રસિધ્ધી જાળવતું 'જન ફરિયાદ'
એકધારી નિષ્ઠાયાત્રા ને પરબ વહી સાંકડી શેરી થી દેશવિદેશ રહ્યું છે વિકસતું 'જન ફરિયાદ'
----રેખા શુક્લ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)