બુધવાર, 28 ઑક્ટોબર, 2015

નામ તેરે ધડકન

થયો છે પ્રેમ બસ વાતવાતમાં
હવે ખરચ્યા થઈને જાતજાતમાં
પાછલી રાતે ઉગમણી દિશા માં
તમારા સમ પાયલ તે દિશા માં
ચીરી એષણાં ભીંજાયું પાપણમાં
નામ તેરે ધડકન મીણના આંસુમાં
----રેખા શુક્લ
પૂરવની પ્રિતડીએ પકડ્યો પાલવ
પકડી ને ઉભો છે નટખટી માધવ
-----રેખા શુકલ

દિવાળી થોડી નજીક

કંકુપગલાં આવી 
અંતરના ઉજાસે 
કરીએ આરતી
ઝળકી દિવાળી 
---રેખા શુક્લ

રૂડા પર્વે...
તારીખીયું બદલાયુ
ને દટ્ટા આઉડ ડેટેડ
પ્રકૄતિએ રંગ બદલ્યા
ઘડિયાળ બદલો પાછળ
ન્યુ રિઝોલિશની મજા
ખંખેરી પ્લસ-માઈનસ સજા
હાસ્યની દીપમાળા સંગ
સંસ્મરણો ખડખડાટ ખુશ
ચિમળાયેલી સંવેદનાને
પ્રગટાવી કરીએ સજીવન
ચાલો મનાવીએ દિવાળી
જિંદગીની થોડી નજીક જઈએ
-----રેખા શુક્લ

રૂડા પર્વે...

તારીખીયું બદલાયુ
ને દટ્ટા આઉડ ડેટેડ
પ્રકૄતિએ રંગ બદલ્યા
ઘડિયાળ બદલો પાછળ
ન્યુ રિઝોલિશની મજા
ખંખેરી પ્લસ-માઈનસ સજા
હાસ્યની દીપમાળા સંગ
સંસ્મરણો ખડખડાટ ખુશ
ચિમળાયેલી સંવેદનાને
પ્રગટાવી કરીએ સજીવન
ચાલો મનાવીએ દિવાળી
જિંદગીની થોડી નજીક જઈએ
-----રેખા શુક્લ

સોમવાર, 26 ઑક્ટોબર, 2015

ચીલો પડ્યો...

જ્યાં જ્યાં નજર દેખી ઠરી
ત્યાં ત્યાં સુંદરતા ભાળી ફરી
નેટ-જગતે જન્મભૂમિ ઠરી
રંગાયા શબ્દો સૌભાગી ફરી
----રેખા શુક્લ
પ્રેમ અને આદરપૂર્વક વંદુ
નેટ જગતે ઉમટે ટોળા લઈ ને સપના
ગરવી માતૄભાષા
વાચકો સુધી ઉત્તમ સાહિત્ય-સમાચાર-ઘટના ને માહિતી ની પ્રસિધ્ધી જાળવતું 'જન ફરિયાદ'
એકધારી નિષ્ઠાયાત્રા ને પરબ વહી સાંકડી શેરી થી દેશવિદેશ રહ્યું છે વિકસતું 'જન ફરિયાદ'
----રેખા શુક્લ

એક ઘસરકો

કુદરતની પ્રકૄતિ
ચિતરામણી 
અમ આંગણે
----રેખા શુક્લ*****
પર્ણ ખર્યા, પહેલા પ્રગટી ઉઠ્યા !
ઉભા કોઈ બાંડા નિર્લજ વૄક્ષ રૂઠ્યા
---રેખા શુક્લ*******
મુગ્ધ નજરે
પાડ્યા તો ખીલી ઉઠ્યા ફોટોગ્રાફ્સ
વળગી તો પડ્યા શબ્દો આસપાસ 
----રેખા શુક્લ********

જિંદગી ની છાબમાં
માલતીની ફૂલ કોમળી તોય ડંખ કેમ લાગી
કાયાના કોટડે લાખેણા રંગે રંગાણો રે લાગી
----રેખા શુક્લ*****

શનિવાર, 24 ઑક્ટોબર, 2015

ગઝલ ઝરૂખે.....

ગઝલ બેઠી રિસાઈ ને શબ્દ ના ઝરૂખે
માળામાં સૂશે ટહુકો દઈ પલગી ઝરૂખે

પડછાયા થી ડરે આયનો હસ્તો ઝરૂખે
સંવાદી નૈનોમાં પલળ્યા ખ્વાબ ઝરૂખે

ઉગમણી કોરે પહોં ફાટી અજવાસ ઝરૂખે
ઝૂકી ડાળીએ ગઝલ મ્હેંકી નમણી ઝરૂખે
----રેખા શુક્લ

તારા જેવી આંખ લઈને, પંખી જેવી પાંખ લઈને ઉડવું આભ ની અગાશીએ
ચલ રે મનડા ચંદ્ર લઈને કાંક માં  વિહંગાવલોકન કરવું આભની અગાશીએ 
---રેખા શુક્લ

ગુરુવાર, 22 ઑક્ટોબર, 2015

તરસ્યા દેશના અમે

પાનખરી વસંતની રંગોળી ખરી
તરફડી અનોખીની લાગણી ખરી
----રેખા શુક્લ
ક્ષણ હંફાવે યાદોને, છે સદીયોની પ્રતીક્ષા પાંખોમાં
તરસ્યા દેશના અમે બરફના પંખી વસીએ આંખોમાં
----રેખા શુક્લ 
પાંખે થી રે ઢસડ્યા 
આંખુમાં હા પલળ્યા
ભીંજી ને બહુ વરસ્યા
કેટકેટલું કહો તડપ્યા
ધબકી ને રે મલક્યા
અમે વીજુ માં ઝબક્યા
ભીનાશ થી રે છલક્યા
-----રેખા શુક્લ