બુધવાર, 2 સપ્ટેમ્બર, 2015

महेरबान ... મહેરબાન....

महेरबान 
जमींन तो ले ली
आसमान छोड गया वाह
उडान छोड दे ले
तीर कमान छोड गया वाह
खुल्ली जुल्फ में एक 
सुना फूल छोड गया वाह
किस मुकाम पे मेरा
महेरबान छोड गया वाह
----रेखा शुक्ला

મહેરબાન
જમીન તો લે લી 
આસમાન છોડ ગયા વાહ
ઉડાન છોડ દે લે 
તીર કમાન છોડ ગયા વાહ
ખુલ્લી જુલ્ફ મેં એક
સુના ફુલ છોડ ગયા વાહ
કિસ મુકામ પે મેરા
મહેરબાન છોડ ગયા વાહ
---રેખા શુક્લ

મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2015

બેહકાવે

ઉગી સવાર અંગડાઈ લઈ ને...
શરમ ના શેરડા રાતા ચોળ થઈ ને !! 
કહું છું, સાવ એકલા સાથે ચાલો ..
સહિયારા થઈ ને ભળતા રહી ને !! 
પોપટ મેના રાહ જુવે ને કોયલડી કૂહુ કૂહુ ગાયે, 
નાચે આંગણીએ મોરલો કળા કરી...
ટહુકી ને બેહકાવે રે મને...
કહું છું, સાવ એકલા સાથે ચાલો...
સહિયારા હાથ માં હાથ ભેરવી ને !!
----રેખા શુક્લ

ચરણે

કશાય કારણ વગર શું આવી શકું
ખુલ્લા હશે શું દ્વાર?  કે આવી શકું
અધુરા કરમાઈને ફોરમ બની શકું
ફૂલ સમું કાળજું ચરણે શું ધરી શકું 
----રેખા શુક્લ


હથેળીએ

મખમલ જેવી એક-બે ગઝલ મૂકી દે હથેળીએ 
પ્રતિબિંબ જોઈ પાની, પુણ્ય મૂકી દે હથેળીએ
ક્યાંક ચીથરેહાલ આંખલડી, રડી રે હથેળીએ
ટગર ટગર ટપકયાં કરે રે  મોતીડાં હથેળીએ
---રેખા શુક્લ

ટેરવે ઇશ્વર બેઠો, રંગ ભરે પીંછુ કેનવાસે
ભેળવે પ્રેમ બેઠો, અંગ હસે તુજ કેનવાસે
-----રેખા શુક્લ

મંગળવાર, 25 ઑગસ્ટ, 2015

સંભાળી લેજો !!

ભીંત ને વાગે બારણું...સંભાળી લેજો !!
ગગનવાસી ધરા પર ખોબા જેવડું પંખીડાનું આ પાંજરું
પ્રેમાળ જ્યોતિ ના ઉઘાડી દ્વાર મનાવી લેજો આ પંખીડું
---રેખા શુક્લ

રવિવાર, 23 ઑગસ્ટ, 2015

અમારી તમારી....

કરવાની રહે ના વિનંતી, ગણો છો જ્યારે મુજને તમારી
અમાનત અમે રહ્યા છીએ જાણીલો વાત અમારી તમારી
શક્તિ છે મા , તેજ છે દિકરી, ઉજાળવા દુનિયા તમારી
ગુડ્ડા-ગુડિયાં જેવા ચેહરા જોઈ પ્રેમે સાંભળે વાત તમારી 
----રેખા શુક્લ

શનિવાર, 22 ઑગસ્ટ, 2015

સ્મૄતિમેઘ ની વેદના ....!!

સ્મૄતિમેઘ ની વેદના પ્રયાણ ટાણે


લુપ્ત થાય પડછાયા સંધ્યા ટાણે

ખળખળ વહે જીવન કેસરી ટાણે

પંખી વળે ઘર તરફ સાંજ ટાણે

લહેર સતરંગી ચુનર અસ્ત ટાણે

અમરત કટોરી ગંગાજળ ટાણે 

----રેખા શુક્લ