ગુરુવાર, 23 જુલાઈ, 2015

નંદકિશોર


પારણિયે ઝૂલ્યો નંદકિશોર
નટખટ ખિલ્યો માખણચોર
---રેખા શુક્લ
શબ્દ ના માળા માં ઈંડા કવિતા ના
ભાવ ના જાળા માં દંડા સુંદરતાના
---રેખા શુક્લ
રોપવાનું ટીપું આંસુ, લોહી સીંચું ખાસ્સુ
પગલે ઉગે વેલ ફૂલ, કોમળતાને ભાસુ 
---રેખા શુક્લ
દેવ ઉઠ્યા પૂરબે, લંઉ લોટી-દીવડી- પરભાણી
ઘંટડી-આચમન-ધૂપ-પ્રસાદી, નજરું હરખાણી 
---રેખા શુક્લ 
સમયના કારખાને બળી બળીને સ્વાહા થાતું મન
બસ થોડી ઠંડી સુખી વાંછટની તમન્ના રાખતું મન
---રેખા શુક્લ

સોમવાર, 20 જુલાઈ, 2015

ગુરૂદક્ષિણા

ભારતનાટ્યમ વર્ષો પુરાણી પ્રણાલિકા જે ક્લાસિકલ ડ્રામેટિક ડાન્સ ને જાળવે ને શીખવે રિધમ-ડીસીપ્લીન-કલ્ચર-હેરીટેજ હિસ્ટરી ને શ્રી રાધા- કૃષ્ણના પ્રેમ ની ને નટરાજ નું તાંડવ નૃત્ય,યાચના ને શિસ્તબધ્ધ થતી પુજા...અનેક પ્રકાર ના જેશચ્ચર થી પ્રભુ ની રીઝવણી નું મહત્વ સુંદર મનોહર સૂર ને લય ના સમાગમે વર્ણન થતું રહે આખા પ્રોગ્રામ દરમ્યાન ..પીનડ્રોપ સાયલંસ વચ્ચે દીપ પ્રાગટય પછી શ્રી ગણેશસ્તુતિ ને ભરચક ઑડીટોરિયમે તાલીઓ નો ગડગડાટ.ગુરૂ શ્રીમતી તોરલ ચૌધરીની કેળવણી નીચે સચિ ને મનાલિ નું આરંગ્રેત્રમ જોઈ મારી દીકરીઓનું આરંગેત્રમ યાદ આવી ગયું. ગુરૂજીએ દીધો સાથ હેન્ડ સિમ્બલ્સ/બેલ્સ વગાડી, સુંદર ગાયિકા શ્રીમતી જ્યંતિ આદિસુબ્રમણ્યમે રંગ રાખ્યો, મ્રુદંગ પર તાલ આપતા હતા શ્રી લક્ષ્મીનારાયણયન કેરાલાપુરા ને વાયોલિન પર ડો. પ્રસાદ રામચંદ્રન અને વીણા વગાડી ડો. જયશ્રી પ્રસાદે. જતીશ્વરમ. દશાવતાર,ડમરું વરનમ, પદમ,શ્લોકમ. તિલ્લાના ને મંગલમ એક પછી એક આઈટમ પરફેક્શન નો ઉત્તમ આનંદ સર્વે એ માણ્યો. હેપ્પીને પ્રાઉડ પેરેન્ટ્સ ને બધાઈ... ટી.વી. ચેનલ ને કેમેરા માં અકબંધ મેમરી...ફળી મેહનત શિષ્યા ની ને પૂર્ણવિરામે સર્ટીફિકેટ્સ ને આશિષ.
એન્ટ્રી સમયે સૂકામેવા ની વહેંચણી, બ્રેક મા આઈસક્રીમ ને અંતે શાકાહારી વાનગીઓનું ડીનર .ગોવાળિયાઓ સાથે ગેંદ ખેલતા શ્રી કૃષ્ણે કાલીનાગ ને હંફાવ્યો ને નાગણ ની આજીજી નું તાદ્રશ્ય વર્ણન...જળકમળ છાંડી જાને બાળા, સ્વામિ અમારો જાગશે...જાગશે તને મારશે, મને બાળહત્યા લાગશે...ના ગીત પર ડાન્સ ને શ્રી કૃષ્ણ માટે મુખડાં ની માયા લાગી રે મોહન પ્યારા પ્યારા...ગીત ની મજા માણી. ધન્યવાદ ને આભારવિધિ પછી બધા પડ્યા છૂટા.
---Rekha Shukla (Jan Fariyad)

શુક્રવાર, 17 જુલાઈ, 2015

કલમથી

ટપક્યા આંસુ પ્રભુ મુજ કલમથી
સ્વીકારો નિમંત્રણ મુજ હ્રદયથી
----રેખા શુક્લ
બિરાજો છો આપ મયુરાસને
યાતના ને દુઃખ બેસે
ચટાઈ ને રજાઈ દેવા આસને
--રેખા શુક્લ


લાલ લીલી ચુંદડી નુ અનેરું વલણ છે
ઉપર લેસ-પટ્ટા નું ભારે રે ચલણ છે !
આસમાની ઓઢણીનું મુજને વળગણ છે
બસ કર વાહ-વાહ ક્યાં કંઈ સગપણ છે
પી જવાનું જીવને કડવું જે હળાહળ છે
સ્મિત સહ માત્ર આંખ બોલે ગળપણ છે
----રેખા શુક્લ
કોરો કાગળ બની વેચાઈ કેમ જવાય ?
નિખરે શબ્દો સિતારી ને વિસ્તરી જવાય
----રેખા શુક્લ

માટીપગાપણું

લાવે મન શંકા 
કે ભૂલી ગયા છે
ત્યાં તો આવે એડકી 
કે યાદ આવી ગયા છે
 ----રેખા શુક્લ
નજરાય ના નજર તેથી જ નયન ને રાખું ઢાળી 
પરખાઈ જાય નાહક તેથી જ લંઉ નજર વાળી 
----રેખા શુક્લ
ડાયરી નું પાનું પ્રેમ ના ઉથલે
આપણી ધડકન ધકધક બોલે
છોડવાનું છે માટીપગાપણું બોલે
દિલ પર દસ્તક હોય પગલે પગલે 
-----રેખા શુક્લ
સ્મૄતિ છે વિસરી
અવતાર ના બંધને
બોળી છે કલમ 
જીગર ના ખૂને 
---રેખા શુક્લ
કુંભાર કેરા ચાક માં પિંડ માટી ના ધરી
પૂર્વજોના દેહ પર થાતી રહે કારીગરી
ને તુંજ ને પૂજવા પૄથ્વી નામે મહાનગરી
----રેખા શુક્લ


આંખો

પ્રથમ મુલાકાત માટે હસી આંખો 
બીજી મુલાકાત માટે રડી આંખો
ઘડે છે પથ્થર ને કલાકારી આંખો
માણસ ને ઘડે છે પથ્થરી આંખો 
રૂપ ને નિહાળવા રૂપાળી આંખો
ટપટપ ભીંજાય વેદનાથી આંખો
પ્રેમ કરે છે માત્ર પ્રેમાળ આંખો
પાંખો વગર સપના જુવે આંખો
કરગરે મૂંગી રે પ્રાણ થઈ આંખો
વાટલડી જોતા થાકી મૂઈ આંખો
પ્રણયમાં મજબૂર થશે જો આંખો
સોનેરી પ્રભાતે રૂવે ઉજાસી આંખો
----રેખા શુક્લ 


ઓ સાહ્યબા

ગભરૂ નારના ગુલાબી ગાલે મોહ્યું તારૂં મનડું ઓ સાહ્યબા
તાંબા ની હેલીએ ભીના ખંજને હસ્યું'તું મુખડું ઓ સાહ્યબા 
વીરડો ઉલેચું રેતી માં રમતા નાચતાં પગલા ઓ સાહ્યબા 
ઓઢણી ની કોર લટક મટક ઉડી વળગી તને ઓ સાહ્યબા
સ્મરણ માં પણ નશો ઘોળાયો ખુદ નો ભેળો ઓ સાહ્યબા
છલકી રે ગાગર રણકી રે પાયલ વારી જાવું ઓ સાહ્યબા
----રેખા શુક્લ

ગુરુવાર, 16 જુલાઈ, 2015

આખરી વાત

તરસની વાતુ ભળે, જળ ની ભાષા થઈ
સ્વપ્નની ભાષા ચાંદ લખે રાતરાણી થઈ
દિવસ રાત બસ તું જ મળે એષ્ણા થઈ
ખેલ ખેલાયા શ્વાસે જીવ ને મૂંઝવણ થઈ
વાત ચર્ચાઈ જગતે જો તે આંખ માં થઈ 
લાગણી ની કોયલ ટહુકે ગાતી કંઠે થઈ
આગ લાગી આકાશે હજુ જ્યાં પરી થઈ
આખરી વાત મરી ને ય મળવાની થઈ
----રેખા શુક્લ ૦૭/૧૬/૧૫