મંગળવાર, 19 મે, 2015

લાગે મને પ્રિય

લાગે મને પ્રિય મારી ખબર તને વધારે છે
ખિજાણી છું ખૂબ ને મનાવી હવે ભારે છે,

પરાયા રાહમાં બેસી ભાળે વાટ નયન તારા,
તને સાક્ષાત નમાવી નાદાન  આવકારે છે

વિરહની આગ તો બસ સળગે છે વર્ષોથી,
સનમ કહી તને દિલ જ્યારે જ્યારે પુકારે છે

નયન તારા દિવાના શાને એવા બન્યા છે,
શું સાચે મારી યાદ આવે આંસુ સારે છે

પ્રણયની આ ટૂંકી સફરમાં રાહ શું ચીંધી
લાગે છે તને કેમ જિંદગી મારે સહારે છે,

આમ એક છું કહી ને સાથે કોણ રહ્યા છે,
દૂર જાંઉ છુ કહી પાસેથી દૂર કોણ ગયા છે
----રેખા શુક્લ

ફટાકડી

તોપ જેવડાં કેમેરા  લઈ ને મ્હોં મચકોડે  ફટાકડી
ક્લિક્ડી ક્લિક ક્લિક બજાર વચ્ચે રે ઉડે ફટાકડી
એ જી ઓ જી પટ પટ ચાલે, ના ના દોડે ફટાકડી
સડસડાટ ચોડી દે સેંડલ, આ તો જબરી ફટાકડી 
-----રેખા શુક્લ

રવિવાર, 17 મે, 2015

ઈટ્ટા-કીટ્ટા....

देखती हैं ख्वाब पलके झूकी झूकी
पास आये तो चले सांस रूकी रूकी
---रेखा शुक्ला

वो लश्कारे करती बयां अंगारे
शर्मो हया के पिंंजर तोडे अंगारे
---रेखा शुक्ला

ઈટ્ટા-કીટ્ટા....
દિલ ખુશ ઇટ્ટા ઇટ્ટા
જા તુ સતાવે કીટ્ટા કીટ્ટા
----રેખા શુક્લ

બુધવાર, 13 મે, 2015

વિદાય




ભારે હૈયે દીધી વિદાય તુષાર ને કેમ સમજાવું શું શું લઈ ગઈ વિદાય
તારો પ્રેમ મારી મજબૂરી રસ્મો રિવાજો બાપુજી ની આજીજી થઈ વિદાય

ને પાછો મળી ને બન્યો અન્જાન એક ભૂલ ની કેટલી સજા દૈ જાય વિદાય
પરણવું પ્રસવવું ઉછેરવુ ને સોંપવું મન મારી જીવવું રાહ મૄત્યુ દે દે વિદાય

જીવન ખોળેથી છૂટી ગયા લઈ મંદાક્રાંતા શિખરિણી શાર્દુલવિક્રિડિત વિદાય
એહસાન નુ ધુમ્મસ ઉપર ગાજતું આભ ને ધરા દે સલાહ લઈ લે ને વિદાય
----રેખા શુક્લ

મંગળવાર, 12 મે, 2015

કે આ કારણ વગર નો માણસ

કંકાવટી માં ટેરવાં ને 
મન દોડે ભ્રમ માં 
કે આ કારણ વગર નો માણસ

રોજ કરે ખરખરા 
ને નવાંગતુક શિશુ ની સુશૄષા..
કેવી ભીની ફૅર-વેલ ની વાતો 
પરિચિત ચેહરામાં
ને ઘૂંટડો સંબંધ શ્વાસમાં 
કે આ કારણ વગર નો માણસ 

સૌરભની તલાશ ચંદ્રમાં ને
રૂપ ખોલે ખિડકી આશમાં
અડધી વાતો મા ની કહે તુજ બાળને
સપ્તર્ષિ દેખાડી વાતમાં 
ખોવાઈ જાય 
કે આ કારણ વગર નો માણસ 
---રેખા શુક્લ

ગુલાબી મુજ કાગળમાં !!

ભાસ કહું કે આભાસ તું જ કહે શું કહે છે મેઘ-ઘનુ આકાશ ? 
આ વર્ષે પાક લણતા લણતા તું બહુ યાદ કરે છે મને..
મારી એડકી ની ઉપર તો દયા કર ને ..
આ રોજ રોજ શ્યાહી થઈ ને ઢોળાયા કરવાનું ...
ખોળા માં પછી દિલમાં ખાંખાખોળા કરવાનું 
ને પારણે ઝૂલે કવિતા ને મારું તો બસ ઝૂરવાનું ! 
ગણગણતા અક્ષરો કાનમાં તુજ તરન્નુમના..
શાને આવે ઉછરંગ કવિતાના..
ક્યારેક જઈ ઉભી ખૂણામાં સૂનમુન 
કે ક્યારેક મેઘ-ધનુ પકડવા પતંગિયુ થઈ ઉડે કવિતા આભમાં ...
વાદળનાં અડપલા..તુજ ગાલના ખાડા ..
સુકોમળ શરમ ના શેરડા..તોરણીયાં વ્હાલ ઝુમ્મરીયાં શમણાં ..
ભીનો ભીનો સ્પર્શ..અધરો નું મંથન..
આવે ટહેલતી કવિતા ગુલાબી મુજ કાગળમાં !!
----રેખા શુક્લ

સોમવાર, 11 મે, 2015

કવિતા કરે ટહુકાર

કવિતા સળવળે જ્યારે યાદો ને સળ પડે 
-રેખા શુક્લ
કાળ ભમ્મર ઘેરાયા, વાદળ કરે પૂકાર
ચુંદડી એ ચિતરાયા, મોરલા કરે ટહુકાર
----રેખા શુક્લ