સોમવાર, 4 મે, 2015

चीख


तुम काहे ना मानत हो? बिटीयां ही तो हैं न...कर लेने दो उस्को अपनी मनमानी...गुस्सा थूंक दो...देखो उसकी मां नहीं पर मौसी तो हुं न...! आप अगर ऐसे ही करोगे दीदी होती नाराज ही होती.....फिर उपर से भाभी की खिटपीट तो होती ही रेहती हैं..क्या करेगी वो बेचारी...देखो किशन भी तो पराया नहीं ..हम उनको जानते हैं..वो उसे खुश ही रखेगा..प्यार जो करता हैं ...बस बस बहोत हो गया ...आप के जिगर का टूकडा हैं पर वो उसकी जान है...!! और त्याग भी तो प्यार ही है ..!! अब और कुछ कहोगे ना तो पलके भीग जायेगी मेरी भी पापा...आपको किशन पसंद नहीं तो मुजे भी नहीं ...मगर आपकी नजर मे कोई लडका हैं ?? जो आप जैसा दिखता ना हो तो चलेगा पर आप से ज्यादा प्यार करनेवाला !! मै तो अपने पापाको बहोत प्यार करती हुं और करती रहुंगी..एक के बाद एक बिटीया को ससुराल भेजना आसान नहीं हैं.. मानती हुं किशन थोडा अनाडी और नटखट हैं..क्रिशन भगवान की तरहा ...हा पर जी लूंगी उसके बगैर अगर आप चाहो तो...! मम्मा की याद बहोत आ रही है आज ...आओ मौसी आज तुम ही गले लगालो !! पर ये सब नाटक कब तक चलेगा केहते भाभी कमरे मे दाखिल हुई.दुसरे ही दिन पता चला बेटी की लाश तालाब मे ..तो पापा को आ गया था हार्टएटेक और वो भी दुनिया छोड चल गये..!! और भाभी फूटफूट कर रोने का ढोंग कर रही थी और किशन स्तब्ध चूपचाप घूर रहा था. अचानक वो लाश को उठा के ले गया और बोला ...रोक सको तो रोक लो ...और देहलीज के आगे पहुंचा ही होगा के भाभी ने  उसे गोली मार दी ...और मैं चीखती जाग पडी...!!
------रेखा शुक्ला

બંધાયો


નહોતા જાણતા તેની સાથે મગ્ન થયા,સંબંધ બંધાયો
જશોદા નો જાયો, થાંભલીએ બંધાયો, સંબંધ બંધાયો
ટપક્યા આંસુ, લૂછી આંખ્યું ખિલ્યા ફૂલ સંબંધ બંધાયો
જોડાયું જ્યાં ગામ સાથે લ્યો નામ  હવે સંબંધ બંધાયો
---રેખા શુક્લ

તુરંત પાછી


પકડા-પકડી શ્વાસની ત્યારે મુંઝાઈ ગઈ...
બકેટ લિસ્ટની યાદી કરી પાછી ખોવાઈ ગઈ...
નજર મળી નજરથી તારી તુરંત જીવી ગઈ..
મુરઝાતી કવિતાની કળી પાછી પાંગરી ગઈ...
-રેખા શુક્લ

રવિવાર, 3 મે, 2015

સુગંધી સુવાસ મળી ગઈ....!


ધુપસળી ની આહુતિ સુવાસ પાથરી ગઈ...
મુરાદ માંગી'તી તે મુજને મળી ગઈ...
અક્ષર વાંહે વાંહે દોડું તોય પાછળ રહી ગઈ...
ત્યાં જ ઉભી દોડી રહી ને આગળ-પાછળ થઈ...
એકદમ મળ્યા બધા ને અણુલી કવિતા થઈ ગઈ...
મહેંક અક્ષ્રરોની શ્વાસમાં અક્બંધ પડી ગઈ....
છુટા-છવાયા કાવ્યોની પથારી થઈ ગઈ...
સુર મનમાં ગણગણું કાવ્યની માળા લઈ...
લય અને તાલ મળે તો ચાદર મળી ગઈ..
હજી હમણાં જ સુતી છું મોટા આંસુ લઈ...
સંકોચાતા જોવા આવ્યા હવે? ફુલ લઈ..
જીવવાના આભાસે તારા આંસુ કળી ગઈ..
માંગી'તી ચાહત તે મુજને મળી ગઈ...
ફરતા ફરતા ખોવાયેલી હું મુજ્ને જડી ગઈ...
પકડા-પકડી શ્વાસની ત્યારે મુંઝાઈ ગઈ...
બકેટ લિસ્ટની યાદી કરી પાછી ખોવાઈ ગઈ...
નજર મળી નજરથી તારી તુરંત જીવી ગઈ..
મુરઝાતી કવિતાની કળી પાછી પાંગરી ગઈ...
-રેખા શુક્લ

વાવાઝોડું ઉઠે વંટોળ લૈ વિચારનું વમળ...!!!


અધરે ઝુલતા પ્રશ્નો ના કેમ નથી હોતા જવાબો?
સાચું બોલવું કેમ કે જુઠું બોલવું તે પાપ છે....
ક્રુત્રિમતા દેખાડી ને તોય ડીપ્લોમેટીક બનવું ?
સડા હક્ક ઐથે રખ્ખ...!! નિયમ કેમ બદલાતા રહે?(રોક સ્ટાર)
નેચરના રક્ષક જ નેચરના ભક્ષક કેમ રહે?
પ્રેમ-ધરમ-ને કર્મ નું ફળ બધા માટે કેમ ન રહે?
આશુતોષ પર્વત પર ગંગાને શિર પર ધારી રહે?
પાર્વતીજી બેઠા પુત્ર ઝુલાવે ગણપતિ નાનેરું બાળ રહે?
મગરૂર અને મહાપાપી ને વરદાન કેમ મળતા રહે?
સંતાપના વમળે ડુબવા ને લઈ ઝુલતો પતંગ રહે?
સંવેદના ને હર્ષની ઉજાણી ની નાનકી ડાયરી રહે?
વિપતના વાદળા-સંઘર્ષણ ની વિજળીની ડીક્ષનેરી રહે?
ડુબાડી દે ફુલડાં જગતના કેમ પથ્થરો તરતા રહે?
વિશ્વ શાંતિ ઝંખે છે એના નામે દંગા કેમ થાતા રહે?
દ્રષ્ટાંત નો ફોટો મ્યુઝિયમમાં અકબંધ ફ્રેમમાં મળે?
સાચવી રાખવા કુમળા રિશ્તા ક્યારેક તો સમય મળે?
શ્રધ્ધા ને ભક્તિ આલિંગન મનોમન ક્યારેક તો ફળે?
હંસલા ને બગલા નદી કિનારે, બંધ પાર્કમાં મજા મળે?
ત્રિવેણી સંગમ નો મળે સમન્વય તેવો બસ આભાસ મળે?
સુરક્ષિત, સુંદરતા ને સૌમયતા તો ક્યારેક અહીં સળવળે?
છુંદાય, કરમાય ને લુંટાઇ જાય બાળ-પણ ભડકે બળે?
નશામાં ધુત યુવાન પૈસા ખંખેરે ક્યારેક તો કળ વળે?
તુ દુર છે કે પાસ હું ક્યારેક તને અરિસો મળે?
ઠંડાગાર બરફમાં બધું ખોવાઈ જાય જ્યારે તું મળે?
કહે ને ક્યાં છે તું..? ક્યાં મુજને મળે?
વ્રુંદાવનમાં કે મથુરામાં કહે છે સૌ કે અહીં મળે?
નજરું થાય બંધ તે પેહલા જોવું છે તું મળે?
નજરું નહીં મળે તો અહલ્યા જ અહીં મળે?
અવિનાશ ચારેકોર, સ્વર્ગ પ્રુથ્વી પર મળે!!
-રેખા શુક્લ

શુક્રવાર, 1 મે, 2015

પાંગરી ઉઠે


ચાહતભર્યું ચુંબન ને ગાઢી વ્હાલી બથ
રોકાશે કેમ આજ, હવે છોડવી શેને બથ

હક્ક ની ચાહતમાં બક્ષે રૂપકડો સંસાર
ખુલ્લી આંખે અનુભવું દિલડાના ધબકાર

આળસ મરડીને ઉઠેલા સપના પણ જાગી ઉઠે
લગ્નજીવનમાં પતિ-પત્નીનો પ્રેમ પાંગરી ઉઠે
---રેખા શુક્લ

અલંકારો ની શોભા

મુંછાળા મરદનો ઘેરા સાદનો ઘાંટો
સરકતી ચુંદડીએ પગમાં વાગ્યો કાંટો
...રેખા શુક્લ
શૈશવના સંભારણા ને યૌવનના શમણાંઓ
કલ્પનાના મિનારાં ને હકીકતના પીંજરાઓ
----રેખા શુક્લ
ગુંજન દિલમાં ગુજરાતનું ને કવિતા ની કેડી લઈશ
તું આવ જરા ઓ'રો, હું તુજ રંગમાં રંગી લઈશ !
---રેખા શુક્લ

સૂરશબ્દના અલંકારો ની શોભા છે ન્યારી
સજ્જનતા ને સૌમ્યતા પ્રભુને પણ પ્યારી
---રેખા શુક્લ
મળે ગંગાજળ ઘર બેઠે તો મરવાનું મને પસંદ છે
મળે રસપાન કવિતાનું તો કવિ સંમેલન પસંદ છે
----રેખા શુક્લ