રવિવાર, 31 ઑગસ્ટ, 2014

કવિતા છે બહુમાળી


શબ્દો દઝાડે લો
ગરમા-ગરમ
"ઘાણ" નીકળ્યો
કવિતા ને ચસ્કો ચડ્યો
ફોટું ના પડે ફોટા લો
સ્પેશ્યલ એક 'કેફ' ચડ્યો
પડાપડી શબ્દ્કોષ
ને ભંડારિયું 
ટવીટ બાઈટે ચડ્યો
અહીં છબી કરે લો 
છબછબીયાં બાકી
કોરૂં કોરૂં ફોરમે ચડ્યો
ખોળતી રોજ ખબર ની મોજ
આ ખોજ-ફોજે વાદળે ચડ્યો
અંતે વરસાદી મા'ણ ચડ્યો
માળ ચણ્યો, હા 
કવિતા છે બહુમાળી 
આમ ભળી 
ખળ ખળ ચડ્યો 
----રેખા શુક્લ

હળવા થવુ


ખાલી થવું હળવા થવુ આમ ને આમ લાંબા થવું
એફબી માંથી મિત્ર મંડળ ઓછું કરી હળવાશ થવું
લોન-મોર્ગેજ-ભરતા ભરતા જીવનનું ટૂંકાવુ થવું
અક્ષર ફાડી ચિત્ર ઉપજે ભાળ કવિતા નું એક થવું
ફાડો ચિત્ર ને તરે માછલી હા તેનું ભાન ગુંચાંવાનું
ટેન્શન માં રચ્યો પચ્યો ખાસ તુજ થી કૈ ન થવું
બિકિનિ નો લાગે ભાર તો બિંદાસી આભાસ થવું
હોવું થવું મરવું જીવવું આમા સાચે શું શું થવું !
સાપની કાંચળી રઝળે તુજ "સ્પા" નું રોજ થવું
દેહ છોડી આત્મા નું દૂર ક્યાંક સ્વજન નું થવું
ભરે રંગો પેઈન્ટીંગ માં નાજુક સ્મિત ગુંથાવાનું
પાલવ પકડે રોજ લાગણી મિઠુ હાસ્ય નગ્ન થવું
----રેખા શુક્લ

હા વ્હાલ કરો ને....!!


જાત ભીંજે ભાત નીતરે સાંજ થઈ કામણ ચિતરે
ચાહ ભીંજે આસમાની ઓઢણી માં પ્રેયસી ભિતરે
-----રેખા શુક્લ


વળી ગયેલા ટેરવે નોનસ્ટોપ પંપાળે "બા" તો નાનકી એના પેટીકોટમાં બા હવે મારો વારો મને વ્હાલ 
કરો ને...!!
અરીઠા થી ધોયેલા સુંવાળા લાંબા વાળ જા તડકે 
બેસ કહી સુકાય ને ટોપરાનું તેલ નું માલિશ હા 
વ્હાલ કરો ને...!!
પ્રેમની લ્હાણી, લવ ની વાવણી, આરામ ખુરસીમાં 
ફરમાવે દાદુ ચશ્મા ચઢાવી, ચેહરા વાંચે હા વ્હાલ કરો ને....!! -----રેખા શુક્લ

શુક્રવાર, 29 ઑગસ્ટ, 2014

યાદ આવે શિશુ થઈ


રંગીન બરફના મસ્ત ગોળા
બરણીમાં આથેલાં આમળા

ને ભુલાયેલી ઓરેંજ પીપરવાળા
ચોરી ગયા મારા મુજને મારામાં રેહનારા

કૂંણા પુષ્પો ની ડાળખીએ
તુમાખી તોર વાડ કાંટાળી
તમે શ્વાસ માં ભળી ગયા
આંખ્યુ ની લિપિ ઉકેલો
ગુલાબ દઈ દિલ લેનારા

દાવ દઈ ના દઝાડશો
ફુગ્ગામાં વાગી ફાંસ
પગપાળા નીકળી ચાલ્યા
ભૂલી મેળાપ ના ગાન
વરસ્યા ભીતરે કિરણ થઈ

કૄષ્ણ પ્રિયતમ વ્હાલા
પંખીડુ હવે રિબાય જો
ઉઘાડો ને આભનો ઝરૂખો
એક ઇરછા ઉડી "આવજો"
ખુલ્યા અક્ષર ચૂમી ઉઘાડજો
----રેખા શુક્લ

બુધવાર, 27 ઑગસ્ટ, 2014

એક દિ કૄષ્ણ મળે


ચિત્ર બોલે...શિલ્પી જ્યારે પ્રાણ પૂરે...
ને પોતાની જાત ખોળે...
બે ચાર સિક્કા માં બે જાત માં જીન્દગી ઉગે...
સપના ચોળી ફાટી આંખે ધ્યાન ધરે 
ભરત ભરે પોલો ટાંકો-કરછી ભરત માં સાંકળી ભરી રબારી ભરત મમ્મી કરે...
મન રંગીલું રંગમાં રમે...મન મંદિર માં દેવતા ખોળે....
સાડી ભરે,ખોળો ધરી પ્રાર્થના ઝરે...ત્યારે એક દિ કૄષ્ણ મળે 
---રેખા શુક્લ

મંગળવાર, 26 ઑગસ્ટ, 2014

સ્નેહસદન

સ્નેહસદનની યાદમાં
ભીંસાય પથ્થર પાયામાં
સમંદર છીછરો પાંખમાં
---રેખા શુક્લ



પાંગત પાડી પેઈન્ટીંગ કરે...
રંગો છાંટી રંગોળી ભરે....
કરછી ભરતમાં તારલા ઝરે
ઓઈલપેઈન્ટીંગે પ્રાણ પૂરે..
----રેખા શુક્લ

કૄષ્ણ ભળે લાગણી માં


પાણિયેરી થી પગરવ પાડે ભીનાશ તળાવમાં
મુગટ મોરલી મુખારવિંદ અકબંધ આંખો માં

બાગ બગીચા ની ખુશ્બુ ફૂંટે રોજ ફૂલદાનીમાં
રાધાનો કા'ન છે કાળો કૄષ્ણ ભળે લાગણી માં
----રેખા શુક્લ