કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
ગુરુવાર, 30 જાન્યુઆરી, 2014
બુધવાર, 29 જાન્યુઆરી, 2014
ચપટી વરસ્યો ને ભૂક્કે ભૂક્કા
સંબંધોનો ત્રિકોણ લઈ વર્તુળે પિવાય તો..
દેખી લઈએ અવાજ ને કવિતા ઉગે ..તો
કાગળ કોરો વાંચી ને ભીની પાંપણે ભળે તો...
બાકોરૂં કાગળની નાવે કદીયે ના પડે... તો
કુદતા આવે અક્ષરો પગરવ પુષ્પ અડે તો...
ચપટી વરસ્યો ને ભૂક્કે ભૂક્કા
તરસી ભૂખ ને શબ્દો લુખ્ખા
પડતી લાળ ને શ્વાન લુચ્ચા
શ્વાસ મૂક્યા પ્રીયતમે ઝુક્યા
----રેખા શુક્લ
આર્ચ આઇબ્રો લીલી આંખો
ફાયરી આંખો પાંપણે પાંખો
કર્લી હેર ને ગુલાબી હોઠો
અણીદાર નાકે ચુંક નો આંકો
---રેખા શુક્લ
સ્પગેટી ટોપ ને ખુલ્લી કમર
ખંજને લટ ને આંખુ ટશર
પીડા પ્રસવ મિરેકલ અસર
ચીડીયા ઘર ને પાંખુની કસર
વી સ્ટંબલ એન્ડ ફોલ ....જબ વી મેટ..!!
વ્હેન યુ હર્ટ સો મચ, વ્હેન લાઈટ્સ ગો ડાઉન
યુ સ્પોક ટુ મી વિથ ફ્રેશ ફ્રેન્ડલી ફેઈસ ...
લેટ ધ સોલ શાઈન....વી આર વન...
આઇ ફિલ સો ક્લોઝ ટુ યુ રાઈટ નાઉ...
પાણી ને લાગે તરસ..કમ ક્લોઝ એન્ડ વરસ...!!
---રેખા શુક્લ
---રેખા શુક્લ
બુધવાર, 22 જાન્યુઆરી, 2014
લઈ કૃષ્ણ ને કાંખમાં
રમ્ય દ્રશ્યમાં રૂવે ગુમસુમ આંખો પ્યારી
---રેખા શુક્લ
લઈ કૃષ્ણ ને કાંખમાં ને મહેશ આંખમાં
ખરે અશ્રુબુંદ માં સરી શમણાં પાંખમાં
---રેખા શુક્લ
દિવસો જશે ભૂલાઈને વાતો થશે જ્યાં યાદ
વારો પલકના ઝોકાને સૂનો થશે જ્યાં સાદ
વીણીને લાવેલા ફુલ તે મારી ચાલ્યા ની નિશાની છે
મળેલા મા'ણા ના મણકા થકી કવિતાની નિશાની છે
..રેખા શુક્લ
વક્ત ના પડદા પર કંડારાઈ એક છબી
ને પડે બીજા પડછાયા ઘડી બે ઘડી !!
---રેખા શુક્લ
મોરલાની ભેળે હું વાતે ચડી ગઈ
વાવી સપના બરફમાં મહેંકી ગઈ
....રેખા શુક્લ
મંગળવાર, 21 જાન્યુઆરી, 2014
કાન્હા તને ખબર છે !
હુલામણું દંઉ નામ, કરું વ્હાલ, કાન્હા તને ખબર છે !
બાવરી હરણી, બસ ઝંખે છે મૄગજળ, તને ખબર છે !
દડ-દડ ધડ-ધડ, લોહી નો રંગ તું, કાન્હા તને ખબર છે!
રોજ પિરસાઈ જાય અક્ષર, ધરું પુષ્પ, તને ખબર છે!
મિઠ્ઠુમિંયા ને મોરલો, આવે પાસે, કાન્હા તને ખબર છે !
શ્યામ સુંદર રંગ ભરે, હું નવોઢા શર્મે, તને ખબર છે!
લચકે મટકી, આવને છટકી, કાન્હા ચલને તને તો ખબર છે!
---રેખા શુક્લ
શિવ
હુલામણું દંઉ નામ, કરું વ્હાલ, શિવ તને ખબર છે !
બાવરી હરણી, બસ ઝંખે છે મૄગજળ, તને ખબર છે !
દડ-દડ ધડ-ધડ, લોહી નો રંગ તું, શિવ તને ખબર છે!
રોજ પિરસાઈ જાય અક્ષર, ધરું પુષ્પ, તને ખબર છે!
રૂદ્રાક્ષ લઈ આવ પાસે, શિવ તને ખબર છે !
શ્યામ સુંદર રંગ ભરે, હું નવોઢા શર્મે, તને ખબર છે!
પાવન મટકી, ભળ ને છટકી, શિવ તને તો ખબર છે!
---રેખા શુક્લ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)