ગુરુવાર, 7 નવેમ્બર, 2013

ચલ હટ... જારે


લટકી નાર જો ઘુંમટો તાણી
ડાકળી તારી પહોળી ભાળી, 
છમછમ નાર નવેલી ચાલી
ઘકધક હૈયે વાણી તુજ સુકાણી,
પકડે હાથ લઈ હાથ જરા તો
તુજ મુંખે તો પરસેવો ભાળી, 
ચલ હટ... જારે પાસ ન આરે
મશ્કરી ન મર્દાનગી જાણી, 
વાક્છટે નાર જાય જીતાણી
----રેખા શુક્લ

બુધવાર, 6 નવેમ્બર, 2013

ઝણઝણાટી


પગથી માથા સુધી ઝણઝણાટી થઈ વૄક્ષે
વરસાદ લાવે થરથરાટી પાનખરે !!
---રેખા શુક્લ
************************
 ટપાટપ ટપ ટપાટપ
પટાપટ પટ પટાપટ 

કાચો પાપડ પાકો પાપડ 
હવે તમે કંઈક ઉમેરો ને...

આવોને આંગણે


પોપટાં પોપટી પોપટ લઈ આવોને આંગણે
મોરલા મોરની મયુર લઈ આવોને આંગણે

તુજમાં  સાજણ લજામણી નો છોડ આંગણે
આંગણ ઝાંકળ પારિજાત સુગંધ છે આંગણે

લાગણી પાંદડે હેત ના ફૂલડાં ઉગે આંગણે
ઝાંઝરણું રણકાર ઝળહળ્યું પાયલ આંગણે
----રેખા શુક્લ 

નૄત્યનાટિકા


કેમેસ્ટ્રિની નૄત્યનાટિકાએ ચાહકનું આમ ભીંજાવું
ફ્લેટ દાદર, સોફાસેટે, તાળું કંઇ હોય મારવું
બંધબારણે બગીચો, મોટું લાંબુ તાડ ઉચું ઝાડવું 
૫x૭ ની ફ્રેમમાં સ્નેહ ની છબીમાં હોય બોલાવું 
ફેરફૂદડી ભાષામાં પાછું છવાઈ હોય ખોવાવું 
---રેખા શુક્લ

ઉફ બેઠી ભોળી


સુવાસ તો સૂર્યાની ને ઉમંગતો ઉમેશનો
પ્રભાવિત છે પરિચિત એક તારો ધૄવનો

પાંદડા વિનાનું કલ્પવૄક્ષ ને ડાળ સોનાની
ઉફ બેઠી ભોળી એક પારેવડી હુંફ વિનાની
---રેખા શુક્લ

રસદાળ ક્વોલિટી


શબ્દોની છાયાછબીલી રસદાળ ક્વોલિટી
અંકમાં વ્હાલી કવિતાઓ રંગાઈ રંગીલી
રૂપાળી ચટક મટક વાર્તાઓમાં લખેલી
વૄત્તાંત નો ઉત્સાહ વાચકો થી ભળેલી !
---રેખા શુક્લ

છે સાંકળ


કડક રેખા સબળ રેખા, છે સાંકળ કવિની રેખા 
કોમળ રેખા નર્તન રેખા, પ્રેરણા ચિત્રની રેખા
બિંદુ માં શાંત પડેલી અહીંથી તહીં લાંબી રેખા
હિમંતમાં શ્રધ્ધા જડેલી તિરાડોમાં તણાઈ રેખા
એક બિંદુ થી બીજા બિંદુ સુધી ગઈ નાચી રેખા
નૄત્યની મુદ્રામાં રેખા, વિચારોની છે તાળી રેખા 
સર્જન ચેતના જાગ્રત માળી ફુલડાંનીમાળ રેખા 
હાય-ફાઇવ કેહતા કરતા ચાહકથી ભીંજતી રેખા 
---રેખા શુક્લ