"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
શનિવાર, 21 સપ્ટેમ્બર, 2013
કલ્ચર
કલ્ચર
થી
કલ્ચર ગોરંભાણું
નિર્લજ્જ શ્વાસે જઈ રૂંધાણું
તડતડ તતડે સુર્યે રંધાણું
સાગર જળે ભડકે ગંધાણું
---રેખા શુક્લ
નજર
ઝુકેલી નજર પ્રશ્નાર્થ છે મળે તો શર્મ છે
ગહન અને ગૂઢ જાણે ક્ષય થતો સુર્ય છે
શરૂઆત છે રજુઆત છે જાદુઇ ચિરાગ છે
તાંકતી રહે નજરૂં ઉઠે તો... બંધાણ છે !!
---રેખા શુક્લ
વાધ આપણે
વાધ આવ્યો ..વાધ આવ્યો...
હવે ક્યાં આવે છે
વળી ભુખ્યો થયો હશે તો આવ્યો હશે વાધ અહીં...
બુમાબુમ ના કરશો કોઈ વાધ ડરી જશે અહીં ..!! ઃ-)
********************************
સાંજ પડે મળીએ આપણે-
વણલોભી
- વ્યવહાર આપણે
મોડા થાવ તો લડીએ આપણે-પાણી નો આકાર આપણે
પેટભરી ને પ્રેમ કરીએ ભાષા ને આપણે-આપણો આધાર આપણે
---રેખા શુક્લ
કાંચના મહારાણી
કોઈ વાંક ન હોય એવું ક્યારેય નિદાન ન થયું હોય
મનના ઉંડાણે એક ડાધ પડે કોઢ જેવો હોય !!
********************************
આ વાસણો રોજ ખખડે પણ સંબંધ કાંચના હોય
તો કાંચ જો ખખડે તો ...તો તુટતા જ હોય !!
********************************
મહારાણી
છે
વિવાદ તો કરશે જ ને
તસલ્લી છે વિશાદ તો વધશે જ ને
*********************************
ખુલ્લે આમ પિટાઈ જાય દેશમાં કાન વળી
સંસ્કૄતિની રક્ષામાં પિસાઈ જાય રાધા વળી
---રેખા શુક્લ
માટીની
તટસ્થ ભાવે ભજવાનું
નાટકનું મુખ્ય પાત્ર સજવાનું
જન્મ થી અંત સુધી છે ભજવાનું
***********************
પેહલા વરસાદની મીઠી સોડમ માટીની
મને લાગ્યું કે તું આવી
હોવાના પુરાવે
આવી તો ખરી પણ
આવીને ભળી ગઈ પુરી ...!!
---રેખા શુક્લ
તું આવે તે ગમે છે
ઝાંપટું થઈ ને તું આવે તે ગમે છે
વાંછટે ભિંજાઉ છે ખબરને ગમે છે
શિયાળે ઠંડીમાં કોટ થાય ગમે છે
તુજ ઉષ્મા સવાલ જ નથી ગમે છે
ઠંડી લહેરખી લટમાં ગૂંથી ગમે છે
હવા દઝાડે સ્પર્શ પેહલા ગમે છે
---રેખા શુક્લ
બા ને ગયા ને
બા ને ગયા ને ૧૩ વર્ષ થઈ ગયા .....????
હજુંય શું સૌના દિલો-દિમાગમાંથી નીકળી શક્યા?
હાસ્ય કરતો ચેહરે વિસામો મટકે !!
હવે હસતો ચેહરો દિવાલે લટકે !!
હજુય સપનામાં બોખું મુખ દેખાય છે !!
સદેહે નથી પણ યાદ રૂપે સંગે દેખાય છે !!
---રેખા શુક્લ
નવી પોસ્ટ્સ
જૂની પોસ્ટ્સ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)