ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2013

પોઢાડું પારણે

માથે ઓઢું દુપટ્ટો પ્રિતી છલકી આંખે
ખંજન ગાલે શરમ શેરડે મલ્કી પાંખે

મધુ મધુ સુગંધીત સ્નેહભીની ઝાંખે
અધરાતે મધરાતે વરી વળીને તાંકે

પાગલને પાગલ કહી વારે શે આંખે
ઓલ્યો પુછે ઘાવ વળગ્યો શે પાંખે

ફરીલે ઝુલાવી પોઢાડું પારણે ઝાંખે
હિંડોળા હલાવું રૂમઝુમ વસેલ આંખે
---રેખા શુક્લ

શ્વાસ વંદના...!!

ગોપાલનું શિશુસ્નાન ને, વીણાવાદિની વંદના
સપનાનું ઘરઘર રમે, રામસીત કરીલે વંદના
ભુલી શકે ના ખોળી લેજે વગડાનો શ્વાસ વંદના
તમારા સમ કહીને ચળી જશે છંદની છે વંદના
ડોલતો ડુંગર ઉમિયા કહેતો નૂતન તેની વંદના
અલમારી ના પુસ્તકે કેટકેટલી ગમતી વંદના 
--રેખા શુક્લ 

ધુમ્મસ વ્હાલનું જુન્નસ !!

પરંપરા વડિલની કેડી આગળ ધુમ્મસ ધુમ્મસ
અટવાયો નવયુવાન કિરણ વ્હાલનું જુન્નસ !!
*******************************
દર્દ પીડા ભરી જારમાં અલમારી માં બંધ અકબંધ !
સર્વ કીડા ફરિ ભરવા ચિનગારીમાં બંધ અકબંધ !!
********************************
જીન્સમાં કાણું ફેશન તણું છે ગાણું....!
અરથ વિણ નાણું કિશન વિણ જાણું...!
********************************
ઝીણાં ઝીણાં ફુલ પાંદડી જોઈ એની કુર્તી, 
તંગ તંગ ચોલી પર પાતળી એની ચુનરી

લપેટાઈ જાય વાદળ થઈ ઝુલ્ફ એની ઘનેરી, 
નૈન હસ્તા અધરો મધ્યે નાર સુની અનેરી...
....રેખા શુક્લ

પગલીઓ થઈ કવિતા !

ફુલ અંગ ફોરમ સંગ તંગ તંગ નાર કવિતા
કાંટે જંગ સૌરભ અંગ મંદ મંદ વાર કવિતા
નભ ઝુક્યુ ને પડી પગલીઓ થઈ કવિતા !
શ્રી સવા ને કંકુ ચોખા શબ કરે થઈ કવિતા
અહીં ટૂંકુ હાસ્ય જોઈ રૂદન ભારોભાર કવિતા
સહી રુકુ શરમ થઈ વંદન ભારોભાર કવિતા
કાન મારો ચંદ્રમા ખોળે આવી હસતો કવિતા
જાન મારો ચંદ્રમા હૈયે આવી વસતો કવિતા
...રેખા શુક્લ

કળી પાંગરી ...ફડફડાટ મંદ છે

કાંટા વચ્ચે કળી પાંગરી શબ્દની પાંખડીઓ લઈ ને
અગ્નિપથ પર છમ્મ છમ્મ નાચી આંસુડીઓ લઈ ને
********************************
ગણગણાટ 
ને ખળભળાટ 
લાવે 
ઝીંણો વણાંટ 
કરે 
માઝમરાતે 
થઈને 
ચળવળાટ...
********************************
નયન ને કહો મૌન રહે અધરોનો ફડફડાટ મંદ છે
વિનયને કહો કોણ રહે મધુર તો ખડખડાટ ચંદ છે
********************************
..રેખા શુક્લ

બુધવાર, 18 સપ્ટેમ્બર, 2013

દિકરીઓનું ઝુંડ

રંગીલા પતંગિયા ને કોઈ કહોને કાનમાં કે તું મને ગમે છે
ભોળું કબુતર ને ઘુ ઘુ પારેવડું સાનમાં કહો તે મને ગમે છે
વીજળીવાળા સસલી જેવા ટાંઢા ટબુકલાથી કેમ ડરે છે ?
રાતરાણીની દિકરીઓનું ઝુંડ પજવે દિશાથી કેમ સરે છે ?
----------------------------------------------------
પોથી પંડિત પતંગ થઈ ગયો
મારી તાળી અંગત થઈ ગયો 
---------------------------------------------------
----રેખા શુક્લ

સ્પષ્ટ- અસ્પષ્ટ

સ્પષ્ટ છે તું શબ્દ છે !!
અર્થ તોય તું અસ્પષ્ટ છે
***************************
ગુંચ છે સાંકળ છે અક્ષરની મહંતા છે
સુઝ છે ઝાંકળ છે આંસુની મમતા છે
***************************
આંસુ નામે ખાસું રડ્યા કર્યું ઝાંઝુ
જાસુ નામે પાસુ પડ્યા કર્યું ઝાંઝુ
***************************
ગુજ્જુભાઈ નામ એમનું કહી ગયા 
જેન્ટલમેન ઠામ એમનું કહી ગયા
સાયલન્સ કામે ડેન્ટીસ્ટ થઈ ગયા
સુંદરી નામે સેન્ટીમેન્ટલ થઈ ગયા
***************************
ધડધડ અડપલા વળી વળી લટકા 
અડાઅડ રૂઝાતા ભળી ભળી ચટકા
--રેખા શુક્લ