ગુરુવાર, 15 ઑગસ્ટ, 2013

મણકા છેદાય

નીરવતાની લડત ને કોલાહલ મચાવે તોય પંક્તિ
દોડતો હાંફતો પડછાયો પછડાતો મળે તોય પંક્તિ

તુજ પ્રથા ને તુજ કથા લેહરાઈ ચુનર તોય પંક્તિ
તુજ વ્યથા ના કેવા મણકા છેદાય હૈયું તોય પંક્તિ
---રેખા શુક્લ

અમીછાંટંણા

કાળજું કોરાયું આલ્લે કોને તે જઈ કેહવાનું?
ના ઉભી રે સંવેદના વાગે તે કોને કેહવાનું?

ઝનનન ઝાંઝર બટકબોલું છાનું કેહવાનું?
બહુબહુ તો પગમાં પડી રણકીને રેહવાનું?

ઢોળાણી ઘૂઘરીઓ ઝગમગી ને રેહવાનું?
બકુ-બકા- ને બકી કરતું વ્હાલ રેહવાનું?

ઓઢવાનું સપનું ને કાવ્યનું કેમ રોવાનું?
થાકેલા ચરણને ઓઢણીનું તો અડવાનું?

ઓઢી ચાદર મરણ કોનું તે કેમ કેહવાનું? 
અમીછાંટંણા છમ્મ દાઝ્યા કોને તે કેહવાનું?
--રેખા શુક્લ

અરિસે મિલન

પાનખરે કૂંપણ ફુટ્યું'તું; એક ફુલ પથ્થરે ઉગ્યું'તું
હોંચી હોંચી કરતું ભાગ્યું'તું; પાછળ શ્વાન પડ્યું'તું

શ્વાસ લેવા જો રોક્યું તો; શ્વાસ જ છોડી ગયું'તું !
કૄષ્ણ કૄષ્ણ ની તૄષા માં શબ્દ સરોવરે તર્યું'તું !!

અજનબી અવનવી દુનિયે જાણીતું કોઈ જોયું'તું
આંખ્યું ના અરિસે મિલન રાધે-શ્યામ હ્સ્યું'તું !
----રેખા શુક્લ

બુધવાર, 14 ઑગસ્ટ, 2013

ખુશ્બુથી ખરી ખરી

અંતરિક્ષમાંથી ગુજરી, પ્રકાશમાં ગુજરી ડરી ડરી
ગુરૂ ની ગમતી ખરી ખરી, કસોટી થી ભરી ભરી

વેબ ને વળગી ભળી, જો આંસુમાં તો ડરી ઠરી
ફુવારો ને ફુલદાની; ફુલડામાં ખુશ્બુથી ખરી ખરી

પ્રસંશનીય વૈભવી; ખુશ્બુ પણ ચીપકી જરી જરી
બરફનું એક પંખીડું, ઉડતું ગગને જઈ ફરી ફરી
---રેખા શુક્લ

વ્હાલ ઝાપટું

એમ લાગ્યું જાણે ગ્રીષ્મની 
બળબળતી બપોરે વર્ષાનું ઝાપટું
તસવીર તારી સ્મૄતિમાં, 
સંધર્ષમાં બને સહાય વ્હાલ ઝાપટું
----રેખા શુક્લ

"આહ"

પેપરલેસ વર્લ્ડ એન્ડ બોર્ડરલેસ દેશ તો પછી...
શેની ગુલામી ને શેની આઝાદી? 
---રેખા શુક્લ

પાણીના શરીરમાં 
વિચારોનું ઘમ્મર વલોણું 
શબ્દોથી લખું લખું ને 
ઘાવ ધોવાતા જાય
----રેખા શુક્લ

પુર્યા શબ્દ ના સાથિયા
"આહ" નો થયો છે
વિકાસ અર્થમાં જાયા !!
---રેખા શુક્લ

સુર્યમુખી

આઝાદી છે જીવ ને રોજ જાન લૂંટી લીધી
કરગરતી સવારે ધમાલ કરી વશી લીધી

તિરાડોમાંથી ઝાંખીને પસંદગી કરી લીધી
હ્રદયથી સાફ દેખાણી આંગણે કરી લીધી

ચિરોડીના રંગોમાં ભેળવીને રંગી લીધી
ઘડો ખાલી કુવે લઈ ગળાબુડ ભરી લીધી

આંગળીઓ કરેલ સાંકળ દુર કરી લીધી
પલાંઠી વાળી બેસી શ્વાસે ચુપ કરી લીધી

રશ્મિ બંધાઈ સુર્યમુખી વિમુખ કરી લીધી
લીલા ધરામાં ઝાંકળના તારલે ભરી લીધી
---રેખા શુક્લ