શનિવાર, 20 જુલાઈ, 2013

સુસ્ત સપનું...........!!

ટીપું શમણું દડદડી મોટો કરે ખળભળાટ
સમંદર ને  ખુંદીને ફાટી નીકળી છે વાંછટ

મ્રૃગજળ સમી ઝાંખી તોયે કરે સળવળાટ
 અક્ષર અરથની કુંપણે કવિતાનો પરમાટ

પ્રથમ ઉગ્યો સુરજ ને પ્રહર કરે ચળવળાટ
મોજીલુ મસ્તાની ટીંપુ રમતું  આવે ખાટ

સપનું ખાય બગાસું ને કરી દે બડબડાટ
ઉઠ્યું સુસ્ત ચાદર ઢોળી બેઠું જઈ તે પાટ
---રેખા શુકલ 

શુક્રવાર, 19 જુલાઈ, 2013

જળધકેલી શબને કહે.....!!

પરીક્ષા ફોડે પેપર્સ ને ટ્યુશનની રહે ધાપ
તૂટેલા તનની તસ્દીમાં ગળ્યા કરે માપ

ઘરમાં નિંદર લે સપનાંની ઉંડી રહે છાપ
ઉંડા ઉંડા ખાડા ને જળ પુરી મુકે કાપ

જળધકેલી શબને કહે નથી તારી ધાપ
જલ્યા કરે ઉભા ઉભા પાણીના નાપ
---રેખા શુક્લ

પુષ્પનો પગરવ......!!!

અર્થ ના આકાશમાં વાદળીએ વળગી કવિતા
મન વગર ચર્ચાયા કરે તાજી માજી કવિતા

કઈ રીતે કુદી જાંઉ વાતુ કરે મુખોમુખ કવિતા
નાજુક તબક્કામાં પ્રવેશતી રહે જઈ કવિતા

દિવાનખંડ ની શોભા પુષ્પનો પગરવ કવિતા
ધુમાડો ચીતરે કાગળિયામાં દિલે કવિતા

અક્ષરે અક્ષર બરફ તું નીરખે આરઝુ કવિતા
હૈયું થરથરે છે અડ્ડો જમાવી બેઠી કવિતા

ગુજરાતની આરસીએ હવે ઝોંકે ચડી કવિતા
છલોછલ સુરાહી બંધ કરી પીવાતી કવિતા
----રેખા શુક્લ

ગુરુવાર, 18 જુલાઈ, 2013

કાંસાની થાળી.... ચાંદીનું તરભાણું.... પેચવાળો લોટો..

મેહફિલમાં જમા થઈ ગયા....
સામે આવી ને બેઠી કાંસાની થાળી....
ચાંદીનું તરભાણું....
પેચવાળો લોટો..
ટપકા ટપકા ઘડાઈ ધડેલો ઘડો.....
ને ચકલી નો માળો .....
એક હેન્ડલવાળી પીત્તળની તપેલી નીચે....
ને બીજો માળો બરાબર .......
દાદાજીના ફોટા ફ્રેમ ની પાછળ .......
રોજ ઉડાડું નાના હાથે ચકી ચીં ચી ચીં કરે.....
તાલી પડે ને ઉડી બેસે ખુલ્લી બારીએ....
માળાનો મેળો ભરાય જુની ફ્રેમ ની ડાળે....
નાનીમા ની મેડીએ મોરલો આવી ખોંખા ગળે..
હિંચકે મારું ઠેસ ને પડતી હૈયે ફાળ રે...
ચિપકી ને બેસી રેહવાનું સાંકળ સંગ ઝુલે....
ખુલ્લા પાડુ પગલાં આભે પાછા વળતે હિંચકે...
મોરલો ટહુક્યા વગર ફળિયે આવી થનગને....
....રેખા શુક્લ

બુધવાર, 17 જુલાઈ, 2013

રણમાં હોડી

હાથ જોડ્યા રણમાં હોડી સંબંધ છોડી ખબર બહુ મોડી પડી
હાથ હથોડી આયનાઓ ફોડી પુષ્પ ને ના કર અલગ તોડી
...રેખા શુક્લ

वो 
सामने है मेरे 
और
जुदा भी है
मेरा 
गुनहगार है वो
और
खुदा भी है।
------ अरुणा राय

कदमों के निंशा नज्में

एकलौता मौका जिन्दगी है के मौत है सोचले
करजदार भी यहां क्या गुन्हेगार होता है सोचले
अरजदार भी यहां क्या समजदार होता है सोचले
कदमों के निंशा नज्में चल पडी एक कदम सोचले
-----रेखा शुक्ला
*****************************   
આંખો ને ઇન્તજાર કે મોતી લુંટા દિયા
આયા નહીં વો ઉસને બહાના બના દિયા
******************************
તેરી તસ્વીર ક્યા રખ્ખી મૈં ને 
ખુશ્બુ આને લગી કિતાબોં મેં

મંગળવાર, 16 જુલાઈ, 2013

સ્થિતપ્રજ્ઞ

એક સ્થિતપ્રજ્ઞ થઈ ગઈ; સમય થઈ વહી રહી...
પ્રત્યક્ષ લડત થઈ ગઈ; જિંદગી થઈ જીવી રહી...
..........રેખા શુક્લ

तुम जान बन कर जिया करो 
मैं रहु ना रहुं 
तुम ज्योत बन कर जिया करो
---रेखा शुक्ल