મંગળવાર, 16 જુલાઈ, 2013

સ્થિતપ્રજ્ઞ

એક સ્થિતપ્રજ્ઞ થઈ ગઈ; સમય થઈ વહી રહી...
પ્રત્યક્ષ લડત થઈ ગઈ; જિંદગી થઈ જીવી રહી...
..........રેખા શુક્લ

तुम जान बन कर जिया करो 
मैं रहु ना रहुं 
तुम ज्योत बन कर जिया करो
---रेखा शुक्ल 

વાદળીનું વ્હાલ છું ....લીલુ્છમ્મ

વાદળીનું વ્હાલ છું જીર્ણ ભીંતે ચડું છું
હૈયાનો ધબકાર કુંપણ થઈ ખીલું છું

મેઘ ધનુષ્ય રંગે ચોરેલું લીલુ્છમ્મ
ખુશ ખુશ થાતું નાનકું પર્ણ બનું છું

ક્ષેમ કુશળતા જાણી સુર્ય ને વંદુ છું
ફેલાવ્યા વગરની હથેળીમાં મળું છું

પાનખરનું જીર્ણ પર્ણ થઈ ભળું છું
સબળ છું સકળ છું સાચે સરળ છું
---રેખા શુક્લ

ગયા મૄગજળ માં જડેલા

ગજબ સ્ટોરમાં અલગ અલગ; ડ્રોપર મહીં ભરેલા 
સતત વેચાતા આંસુ રડ્યા; ટીંપા ટીંપા સંઘરેલા

ઝુ માં જોયેલા તેથી વધુ; અદભુત જાનવર જોયેલા
કોઈ લાગ્યા વ્હાલા પળે; મા'ણા કોઈ થી ડરેલા...

પ્રાણી પ્રાણી રડતા હસતાં; પાણી આંસુ માં ભળેલા
ખોટા ખોટા મોટા આંસુ; છાના ડુસકાં માં કળેલા

સ્વાર્થી આંસુ જીવ પરોપકારી પરબે જઈ મળેલા
પાણીમાં ડચકાં ખાતા આંસુ ના આંસુ થઈ રડેલા

રણમાં તરસ્યા ગયા... ગયા મૄગજળ માં જડેલા
ક્લીફ બ્રીજ ના સળંગ વળાંકે ગ્રામોફોનમાં ગુંજેલા
--રેખા શુક્લ

કલગી સિતમગર ....!!

પોનીટેલને ઝટ કહું છું; કલગી વાળી રટ કરું છું...!!
રીંગા રીંગા દાદર ઉમરા વટી તાળીકુંચો લઈ ફરું છું

પર્વત નામે પથ્થર ઉપર; ઉપરા ઉપરી નામ ઘુંટું છું
ખેતરે જઈ ને બેઠો વળી શેતુર ને કહે ગીત ચણું છું

નળિયે જઈ ને ટહુક્યો છું;મીઠ્ઠા શમણે ચક્કર ભમું છું
ધીમા પગલે કળા કરું વટથી થીજી થીજી ને ફરું છું

પરિચયોની ભીડમાં જઈ; મ્હેંકતો લટકેઝટકે ડરું છું
નૈન મિચોલી કરતો કરતો પાછો તારી વેઈટ કરું છું

ઘોઘમાર વરસ તું વાદળી  ભીંહાતો લે પ્રેમ કરું છું
ઝબક્યા કરું તુજ ને મળી સિતમગર સનમ કણું છું
----રેખા શુક્લ

સોમવાર, 15 જુલાઈ, 2013

બેચોટલા વાળી માછલી.............

કલમ આવી શ્વાસ લઈને, 
જીવન માટે ઉલ્લાસ લઈ ને, 
સવાલ ભલે જરાંક અઘરા,
જવાબ નેક હાજર થઈને
--રેખા શુક્લ

સડી જશે ખાસ ધ્યાન દઈદે, 
ગુલાબી કુમાશ સાચવ લઈને ,
પુસ્તક નથી પરીક્ષા ના લઈને, 
વળાવી કુમાશ પાછી ના દઈદે
---રેખા શુક્લ

સરસ વરસ અરસ પરસ ધબક્તી નસ મા શ્વાસ ની જ કસ છે...!!
- રેખા શુક્લ

શંખલાની ફ્રેમ માં બેચોટલા વાળી માછલી હાસ્ય આપી ને ખુશ કર્યા કરે છે
રૂપાની ઝાંઝરી ને ઢીંગલી ના પગમાં બાંધ્યા કરી હસ્તી મુંઝાયા કરે છે....!!  
--રેખા શુક્લ

રવિવાર, 14 જુલાઈ, 2013

રબ કા યું આના...

રાધા કી પાજેબ પુકારે કાન્હા કાન્હા 
કાન્હા કી બાંસુરી પુકારે રાધા રાધા
પહાડીંયો સે ગુંજે કાનો મેં કેહના...
યે કાન્હા કા આના ઔર ફિર સતાના
જાન તેરે બસમેં  આદેશ ના દેના...
અંખિયોસે છુ કે દિલ મેં બિઠાના
સાંસો કો છુ કે રૂહ મેં બસાના....
તેરે દ્વાર જાકે તુજ કો હી માંગના
છોટી શરારત સે યું હી સતાના...
હથેલીયોં સે પન્નોકા ફિર સે ઉડના
માસુમ નજારા યું હી મિલ જાના
કાહે સતાયે રબ કા યું આના....
દિલ કી ધક્ધક કા ચિલ્લા કે સુનના
ફિર સે એક રાજા કા રાની સે મિલના
નંગે પાંવ દૌડ ફિર રૂક રૂક અટકના...
ધુમ્મસ કે પીછે....પીછે રબકા યું હસના
કાહે સતાયે મોહે ના જગાના....
યે રાધા કે કાનો મેં યું ગુમનામ હોના
મુરલીકે તાન પે રાધા કા ખોના....
કાન્હા કી આવન ઔર જાવન સતાના
સાંસો કો છુ કે રૂહ મે બસાના...
.......રેખા શુક્લ

શુક્રવાર, 12 જુલાઈ, 2013

ચકલી ક્યાં જઈને વસે?

લિટમસ પેપર, કશનળી, લાવો ને ચંબુ ....
પ્રયોગ કરવા પધ્ધતિ લખીએ...
વિચારોના ઉપવને એક ચકલી ચિં ચિં બોલી...
માળા માં ફરક્યું વેરાન છે...
કોતરિયાળા દરવાજા ક્યારેય ડાળ નહીં બને....
બાળ અધીરું પૂછે મુજ ને ચકલી ક્યાં જઈને વસે? 
નથી નીલગગનમાં ઘર કે નથી મળતું ઘોંઘાટે ચણ..!!
....રેખા શુક્લ

અડી ને ભળી છું મળીને રડી છું તું આવે મળી લે તે જીદથી ચળી છું
કળી છું વળી છું પળીને લળી છું; છળી ને ભળે તે હદ થી બળી છું!!
--રેખા શુક્લ