શુક્રવાર, 12 જુલાઈ, 2013

ચકલી ક્યાં જઈને વસે?

લિટમસ પેપર, કશનળી, લાવો ને ચંબુ ....
પ્રયોગ કરવા પધ્ધતિ લખીએ...
વિચારોના ઉપવને એક ચકલી ચિં ચિં બોલી...
માળા માં ફરક્યું વેરાન છે...
કોતરિયાળા દરવાજા ક્યારેય ડાળ નહીં બને....
બાળ અધીરું પૂછે મુજ ને ચકલી ક્યાં જઈને વસે? 
નથી નીલગગનમાં ઘર કે નથી મળતું ઘોંઘાટે ચણ..!!
....રેખા શુક્લ

અડી ને ભળી છું મળીને રડી છું તું આવે મળી લે તે જીદથી ચળી છું
કળી છું વળી છું પળીને લળી છું; છળી ને ભળે તે હદ થી બળી છું!!
--રેખા શુક્લ

ગુરુવાર, 11 જુલાઈ, 2013

મારી કબર

બેભાન થઈ ને જો બાજુમાં ઢળ્યું કોઈ
મારી કબર માં ભાનમાં લો ભળ્યું કોઈ

એમનિઝિયા થી કબર પર ચાલ્યું કોઈ
નજરબંધ પડદે પોક મુકી રડ્યું કોઈ

ઘબકારે કુંપણમાં આવીને ઉગ્યું કોઈ
રૂહ ને ફરી અડકી મુજમાં ભળ્યું કોઈ
---રેખા શુક્લ

શબ્દો સુવા ન દે ને દવા જાગવા ના દે
કવિતા ઉર્ફે લોહી ના ટીંપા ઉર્ફે 
ના રડેલા તે અહીં આવીને શબ્દોમાં ખર્યા
--રેખા શુક્લ

બુધવાર, 10 જુલાઈ, 2013

મિણ ની ઢીંગલી

અહીંયા રમકડાં રાખ માં ખુંવાર થઈ ગયા...
સાચવી રાખેલા રાખના પુરવાર થઈ ગયા...

રમ્યા વગર તુટ્યા જીગર ટુકડા થઈ ગયા...
મિણ ની ઢીંગલી થી લો અળગા થઈ ગયા...

એક રાજા ને એક રાણી કુંવારા થઈ ગયા....
મુંગા બોલે શબ્દો ખાલી પડઘા થઈ ગયા...

અહીં રમકડાં રાખના સમજદાર થઈ ગયા...
સ્મિત જીદમાં સળગે ધારદાર  થઈ ગયા....
---રેખા શુક્લ

રાજ મહેલે પિંજરે ગાતુ....

સનમ જોઈ મુંઝાય મારો કાંગરિયાળો ઘુંમટો
નમન થઈ ઓઢાય મારો ઝાંઝરિયાળો ઘુંમટો
--રેખા શુક્લ

તું રાજ મહેલે પિંજરે ઝુરતું ;આંસુ મોતીડાં ચણતું ગાતુ
--રેખા શુક્લ

સાગર કવિ ની પાડોશણ મળતી એ માછલીયાળા રસ્તે 
સરરરર લપસે અક્ષર પાડી લે ગરબડ થઈ પગલી એ
ગણગણ કરતી સુગંધ બોલી ચલને ઝટ તાલી પાડીએ
આનંદ મરમર ઝીણું હસે મીઠ્ઠુ બોલે ચલને અધરે જઈએ
---રેખા શુક્લ

અડી ને ભળી છું મળીને રડી છું તું આવે મળી લે તે જીદથી ચળી છું
કળી છું વળી છું પળીને લળી છું; છળી ને ભળે તે હદ થી બળી છું!!
--રેખા શુક્લ

ધાની ચુનર ...!!

કંધે પર લટક્તી ચોટિયાં તેરી
વજુદ હર મટકતી ચાલ તેરી

મુજસા કુછ તુભી ઔર મૈ તેરી
મુસ્કાન તરબતર હૈ હરી ભરી

અંગડાઈયાં બાદલકી હરી હરી
એક બાદલ ને ભીગી મોહે પુરી

ભીગી ધાની  ચુનર સારી મેરી
રૂપકી રાની હૈ ભુલભુલૈયા તેરી
---રેખા શુક્લ

મશીન છે....(ગુસ્તાંખી માફ)

સ્પ્રે કરો, ઢાંકણ ખોલો, અહીં માણસ નામે મશીન છે
મશીન રહે છે, મશીન સહે છે, લાગણી નામે સહે છે

દૂર કોઈ રડે છે પાસે ક્યારેક ટપકી પડે મશીન છે
સંવેદનાનો કાટ ચડે છે ને રડી પડે છે મશીન છે

કેમિકલ્સની પાડી આદત વ્યક્તિ અહીં મશીન છે
તાજી હવા ને તાજા ફ્રુટ બંધ દરવાજો મશીન છે

અક્ષર ની સાંકળ છે શબ્દ ની ભાળ છે મશીન છે
છુકછુક ગાડી કે કિચુડકિચુડ ગાડુ લો મશીન છે

શ્વાન આગળ રોટલો તરસ નો ભુખ્યો મશીન છે
ભાગતો દોડતો રડતો હસ્તો જીવતો મશીન છે

પથ્થર છે વજ્ર છે લોખંડી ફૌલાદ જુવો મશીન છે
સર કફન ફૈસલો બુલંદ છે અંદાજ પણ મશીન છે

ચંદ્રની પાર બીજુ કોઈ નગર છે તલાશે મશીન છે
ત્રિરંગો વાવટો છે ધર્મ છે સમજ મરે છે મશીન છે 

હજી જીવે છે માણસ નામે મશીન  તો  મશીન છે
યુગયુગ થી સદંતર ઇશ પણ શું અહીં મશીન છે ?
----રેખા શુક્લ

મંગળવાર, 9 જુલાઈ, 2013

શંખલામાં શબ્દો....એક ગઝલ

મોજાંમાં ઉછળતા શંખલામાં શબ્દો લઈ રોજ માછલી રમ્યા કરે
વ્હાલો દરિયો મોતી ઝરતો અક્ષરો ને ફીણમાં રોજ ધોયા કરે
રેતી પર જઈ હાંફતી સર્યા કરે કવિતા પગનું ઝાંઝર અડ્યા કરે
ઉગતોને આથમતો સુરજ રોજ કંકુવર્ણી ઓઢ્ણીએ ભળ્યા કરે
---રેખા શુક્લ

ડાબલીએ સંતાઇ ગઈ છે જઈ એક ગઝલ
બે ચોટલે ગુંથાઈ ગઈ છે જઈ એક ગઝલ
---રેખા શુક્લ

બંધ દરવાજે સડ્યા કરે થી માણસ મૌસમના ઇંતજારમાં
ચારેકોર ઉકરડામાં માણ્યા કરે મૌસમ મા'ણાના ઇંતજારમાં
---રેખા શુક્લ