સોમવાર, 24 જૂન, 2013

ઘરમાં સુરજ થઈ ગયો .....

પતંગના લગ્ન કરાવવા ઓટલા
વાંસની બાસ્કેટે વળાવ્યા ચોટલા
..રેખા શુક્લ
રોજ આવે પોપટ મમરાની ગુણી માંથી લાઈક ના મમરા મુકી ને જાય છે....
લીલોછમ્મ કરી ને જાય છે...રોજ રોજ નવી નવી રીતે પુરાણી થઈ જાંઉ
તે પેહલા બે ચમચી.. હસાવી જાય છે....
.....રેખા શુક્લ
પાણીયારૂં પ્યારૂં...!! બારી સામે જોઈ બોલી ઉઠ્યું...
ભુલાઈ ગયું કાચ પર ના ડાંધા લુંછાય પણ અંધારું ક્યાંથી લુંછાય..!!
આ ઈમોશન જાય માણસને તાણી....! પીંજર લઈ બેઠો બગીચો સુગંધ લઈ ને....!!
........રેખા શુક્લ
મિણબત્તી સળગાવી ઘરમાં સુરજ થઈ ગયો ....
દરિયો કદી ઝાંકળનો નથી તોય રોજ  ....યાદો ને લખુ કંકોત્રી....
વાર કરી ને વારંવાર વાર કરવી સારી નથી હો !!!
કેમ કરી ને સેહવી મારે તારી જુદાઈ....મહેશજી...
......રેખા શુક્લ 

પથ્થરની પથારી .....!!

થીજી ગયા ગાત્રો ભંગાયા ધર માળા
પુરી કરવી હતી યાત્રા જઈ પગપાળા
ના'ની કળી ચાલતી કરી અટકચાળા
ત્યારની ભરમાયેલી  ઉભી વરમાળા
ભીના ભીના વ્હાલા પીળા ગરમાળા
લટકતી હતી મુજ ગળે મોહનમાળા
શાને ખર્યા અચાનક ફુલ બેબાકળા
આકુળવ્યાકુળ જો રૂદને પંખીમાળા
પથ્થરની પથારી મ્રુત્યુસ્નાને માળા
અર્પુ શ્રધ્ધાંજલી લઈ કર માં માળા
---રેખા શુક્લ 

ગંગાને આવી તુજ આંસુની ઇરછા....!!

દ્રશ્ય આ કરૂણતા ના કેમેય ના ભૂલાશે
લોકમ્રુત્યુ ના શું ઢેર કંઈ સેહવાશે ??
કારમા રૂદનના ડુંસકા "મા" ના સંભળાશે
ખબર ન્હોતી કે આવો દિવસ પણ આવશે??
સાંભળીલો પોકાર હ્રદયાનો બોજ હળવો થાશે
નજરમાં થીજ્યા આંસુ તો નજર શાને મેળાશે??
---રેખા શુક્લ

શનિવાર, 22 જૂન, 2013

થીજી ગાત્રો શ્રધ્ધાદિપને જીવંત રાખે....!!

કોયલ કી કૂક મે હું સુનાઈ
હોઠોં મે જાન બન હું આઈ...
********************
રાહ મે ઉનસે મુલાકાત હો ગઈ
આજ ફિર વહી બાત લે હો ગઈ
ચાંદ ને થામા હાથ સાથ હો ગઈ
જીસસે ડરતે થે વોહી બાત હો ગઈ
************************
સાથે જ રહ્યું છે હંમેશ આભ અહીં જમીન પર
મળ્યો સાથ તેનો ઉપકાર સમજ જમીન પર
****************************
આભ ને જમીન ની વાત કર
પ્રણયની સાપેક્ષતા સહજ કર
***********************
ઝોંકા ખાતા શબ્દ ને ઉઠાડ તું
સાચું કેહતા શબ્દ ને જગાડ તું
************************
રેપ્ચર થઈ કવીતા
સેપ્ટીક થઈ સરીતા
પાકી થઈ જીર્ણતા
સાકી થઈ પુર્ણતા
************************
તૄપ્તિના ટહુકા સૄષ્ટિમાં ભટક્યા કરે
મુક્તિના શબ્દો દ્ર્ષ્ટિમાં ઝળક્યા કરે
*************************
થીજી ગાત્રો શ્રધ્ધાદિપને જીવંત રાખે
..........રેખા શુક્લ

શુક્રવાર, 21 જૂન, 2013

પાણી પાણી

પાણી પરબે લીધો ઉપાડો...
થઈ ગયો મરદ પાણી પાણી
ભીતર ની વાતે ફુટે સરવાણી
વહી પવન કરે જળની લ્હાણી
નાનકી અમથી વાત થૈ કહાણી
---રેખા શુક્લ

હું ભોળી ભટ્ટાક પાદર ની છો'ડી

ન ભુલાણા શબ્દો ન ભુલાણો સ્પર્શ
અધર ચુપ રહયા આંસુ બધુ કહી ગયા
-રેખા શુક્લ

હું પનિહારી ગાગર રણમાં ઢોળી 
હું ભોળી ભટ્ટાક પાદર ની છો'ડી
ઇશ્વર મારો છે મન નો વનમાળી
ઘેરી નીંદરે આવતો ક્રિશ્ન ઢંઢોળી
સપનાના સરોવર ને નાંખે ડહોળી
ઝંખુ  છું મુજ પતંગિયા ની ટોળી !
લે ઉઠું તું  મુજને ઉઠાડે જો ટટોળી
વાટલડીએ આંખ્યું રાતી ચણોઠડી
લટક મટક પેહરી પોલકે ઓઢણી
----રેખા શુક્લ

પળપળના તાલ માં મસ્તાન આગિયો; 
ધુપસળી દિવડામાં મહેકતી ઘડીઓ !!
--રેખા શુક્લ

ફિસલતા રહે ફિલિંગ્ઝ

કંતાઈ કાયા પાણી સીંચે; સંતાઈ માયા કાંટા નીચે;
થંભે પગલાં પાણી નીચે; ખંભે મલકતા બેડાં સીંચે;
..રેખા શુક્લ

પુરાને પત્તે ગીરને કે બાદ હી નયે પત્તે આતે હૈ ના
યાદ મૈં ફિર તેરા આના-જાના ફિર યું મુસ્કુરા દેના
..રેખા શુક્લ

એક તરફ બરસતા આસ્માન 
બિચમે બેબસ શીશા....
દુસરી તરફ જમીં કી તડપન
..રેખા શુક્લ

દર્દ કા ઇન્તહા તોડતા લૈલા મજનુ કા રિશ્તા 
..રેખા શુક્લ
વક્ત ફિસલતા રહે ફિલિંગ્ઝ ના સમજતા કહે
..રેખા શુક્લ

માહ્યલો મારો મધુર મધુર ; 
ઉઠે ઝંખના અંદર બાથ ભર
..રેખા શુક્લ

કેવું છે વિસ્મરણ તને ભુલવા થાતું તારું રટણ
..રેખા શુક્લ