શુક્રવાર, 5 એપ્રિલ, 2013

"માં"


કોખ થી છુટો પડ્યો હું રડેલો "માં" તુ રડેલી.....
ગોદમાં હું રમેલો ખુબ હસેલો તું હસેલી !!
બેસતા હું શીખેલો બોલ્યો "માં" તુ રડેલી....
પા-પા પગલી પાડી ગળે બાઝી પડેલી !!
ગોળ ગોળ હું ભગાવતો, હું બહુ સતાવતો !
દુધનો પ્યાલો લઈને ગોતે હું સંતાઈ જાતો !
સ્કુલે મુકવા હસ્તા મુખે સજળ નૈને જોતો !
છુટતા ગળે થી હું રડેલો વળી વળી જોતો !
મિત્રોમાં મશ્ગુલ રમતગમત ખુબ રમતો !
સ્કુલ પતી તે સમર ખુબ ફર્યો'તો હસતો !
પપ્પાની કાર્બન-કોપી કહે હું મલકાતો !!
ગર્વથી ભીની આંખો ચશ્માં લુછતીતે જોતો !
યુનિ-માંથી આવી રડ્યો ક્રુશ હથેળી ચુમતો !
મીઠું મોં કરાવ્યું જોબ મળી તું રડેલી........
લગ્ન વખતે હરખાતી ઘડી-ઘડી આંખો લુછતી !
પાગલ મનવા દિલના સંભલે કૈં ચુમી લેતી !!
પેહલા ખોળે પુત્ર વધામણી સફેદી માથે વધતી !
ના'ની તારી ના'ના તારા કહી સંગે રમતી !
ઠુમક-ઠુમક મુજ બાળ રમાડે હું જો'તો હસતી !
દુઘનો પ્યાલો લઈને ગોતે ઘીમે ફરતી !!
ગોળ ગોળ ફરી મુજ્ને જ જાણે શોધતી..!!
રડતાં રડતાં યાદ કરું આજ તું દુર નજરથી !!
"પાપા ના'ની" ્છબીને ચુમી બાળ નજર હસતી
ક્યાંથી લાવું "માં" ફરીથી આંખો મારી રડતી...!!
---રેખા શુક્લ 

ગુરુવાર, 4 એપ્રિલ, 2013

ઢગલો ભીતરે...........!!


અખંડ માયાજાળ પંપાળે જગતે
લાવી બાળ સેહ્તો રહે ઝાળ.....
ને કિનારે આવી ડુબતો રહે...!!!
ભિંગડા સ્મરણો ના બાજે ને 
રોજ લીલા જખ્મો ઉગ્યા કરે
ભાવનાઓનો ઢગલો ભીતરે
ભીની આંખે વરસતો રહે...!!
---રેખા શુક્લ

બુધવાર, 3 એપ્રિલ, 2013

અમે કથાને જીવી રહ્યા છીએ...!

દીકરો તેજસ ૨૦૦૧ ની સાલમાં અમેરિકા ભણવા ગયો ને ૨૦૦૩ માં તો એમ એસ કરી લીધું ત્યારે અમે ખુબ ખુશ થયેલા. નાનો તેજસનો ગોળમટોળ ગાલ ને બ્લ્યુ બાબાસુટમાં હસ્તો ચેહરો
મારી નજર સમક્ષ આવી ગયો ને મારી આંખો ભરાઈ આવી. ૨૦૦૪ ની સાલ માં એક ભયંકર કાર એક્સીડન્ટમાં તેજસ ને ૧૦ દિવસે પહોંચી ત્યારે જોયો..તે સખત ઘવાયેલો...મારું હૈયું ને 
અશ્રુ જાણે બધું જ થીજી ગયેલ ...બચવાની પણ કોઈ ઉમ્મીદ નહોતી દેખાતી. ડોકટર મને કહે....એક માં ને કહે તૈયાર રહો ક્યારે પણ બેડ ન્યુઝ મળી શકે છે...ગરદનમાં ૪ મણકામાં ૨૨ 
ફેક્ચર હતા ને તે વેન્ટીલેટર પર હતો...હું તો પુરેપુરી ભાંગી પડેલી..ભગવાનને પ્રાથના કરતા પણ ન્હોતી આવડતી...મ્રુત્યુંજય ના મંત્ર ચાલુ હતા...અખંડ ચાલુ હતા મારા ગયા ના ચોથા
દિવસે સાંજે ૫ વાગે તેજસ નું હ્રદય બંધ પડી ગયું ...બહાર આવી ડોકટરે કહી દીધું" હી ઇઝ નો મોર" હું ફર્શ પર ફંગોળાઈ ગઈ મને સંભાળવા નર્સ દોડી આવી...થોડીવારમાં બીજા ડોકટરે
આવી ગળામાં હોલ કરી હાર્ટ્માં ઓક્સીજન પુર્યો ને....૪ મિનિટે હ્રદય ફરી ધબક્યું..બન્ને પગ ને હાથની આંગળીઓ લકવાથી જકડાઈ ગઈ......મારૂં દિક કઈ ન સમજે કે વિચારે ..બસ હા
પેરેલાઈઝ્ડ ફોર એવર..હંમેશા વ્હિલચેરમાં જ...ભગવાન તારો લાખ લાખ ઉપકાર તે એને બચાવ્યો છે ને મને પાછો આપ્યો છે..હું ગમે તે કરીશ હું તેની માં છું...અમેરિકા નો મોહ તેજસનો કે અકસ્માત પુકારતો હતો...!! ભગવાને કંઈક અનેરો પ્લાન કરેલો.આજે ૯ વર્ષથી તેની સેવા એક નવજાત શિશુની જેમ કરું છું આશિષ છે વડીલો ના ને ક્રુપા ઉપરવાળાની તેજસ અમારી સાથે છે. તેને એક અમેરિકન કંપની માં કામ પણ મળ્યું છે. દરરોજ તેનું કી-બોર્ડ માંડમાંડ ફિકસ કરીને બેસાડું છું તો તેની કંપનીનું કામ દરરોજ કરે છે ને બે હાથ વાળા ના કમાય તેથી વધુ કમાય છે. ટાઈમસર દવા ને દેખભાળમાં મારો મોટા ભાગનો સમય પસાર થાય છે. મારું અસ્તિત્વ મારો પુત્ર તેજસ...તેજસ્વી તેજસ...સાથે અમે કથાને જીવી રહ્યા છીએ...! 
(સત્યઘટના પર આધારિત)

બર્ફીલી તરન્નુમ.....


ગુનગુનાયે નગ્મે બર્ફીલી રાત સો ગઈ
મેરે બિમાર તેરી અર્જ ઇન્તહાન લે ગઈ
બેપનાહ ખામોશી ફિર ડરાતી ચલ ગઈ
તશરીફે એહમિયત એહસાન કરકે ગઈ
દિલે આરઝુ નજરકી જુસ્તજુ બન ગઈ
શામેં વફા મેંહકી સાંસ તરન્નુમ હો ગઈ
----રેખા શુક્લ 


गुनगुनाये नग्मे बर्फीली रात सो गई
मेरे बिनार तेरी अर्ज इन्तहान ले गई
बेपनाह खामोशी फिर डराती चल गई
तशरीफे एहमियत एहसान करके गई
दिले आरझु नजरकी जुस्तजु बन गई
शामें वफा मेंहकी सांस तरन्नुम हो गई
--रेखा शुक्ला


ધત્તતેરીકી.....!!!


મૈ ઘર સે નિકલી થી ધત્તતેરીકી
ચોટીંયા લંબી લટકી થી ધત્તતેરીકી
આંખે બડી હસ રહી થી ધત્તતેરીકી
બારીશ કી બુંદે ચુમતી ધત્તતેરીકી
છાતા ખુલતા નહીં થા ધત્તતેરીકી
વો સામને આ રહા થા ધત્તતેરીકી
યુ ડોરે ડાલ રહા થા ધત્તતેરીકી
આસમાં ઝાંખ રહા થા ધત્તતેરીકી
ઉન્કા છાતા ઘુમા રહા થા ધત્તતેરીકી
સીટી બજાતા આસમાં ચુમતા ધત્તતેરીકી
લમ્હાં ગલી સે મુડ જાયેગા ધત્તતેરીકી
આંખે ચાર કર મુસ્કાતા થા ધત્તતેરીકી
મેરી ભીગી ચુનરીયા ધત્તતેરીકી
દિલકી તેજ ધકધક ધત્તતેરીકી
પાંવકી પાયગ છમછમ ધત્તતેરીકી
ઝુમખાં ગીર પડા થા ધત્તતેરીકી
વો ઔર કરીબ આયા ધત્તતેરીકી
મરમરી સ્પર્શ કી ભાંતિ ધત્તતેરીકી
ઝનઝન બિજલી છુ ગઈ ધત્તતેરીકી
મેરે હાથમે છાતા થામા ધત્તતેરીકી
મૈ નીંદસે જાગ ઉઠી થી ધત્તતેરીકી
ધત્તતેરીકી, ધત્તતેરીકી, ધત્તતેરીકી..!
---રેખા શુક્લ ૦૪/૦૩/૧૩

રવિવાર, 31 માર્ચ, 2013

સસલુ ભાગંભાગ...


કાગળને ફુંટી કુંપણો શબદની
અશ્રુનું સિંચન કળી વ્હાલની
----રેખા શુક્લ
તું જ પ્ર્રૂથ્વીરાજ ચૌહાણને માલવપતી મુંજ
તું જ ચાણક્ય ને છત્રપતિ શિવાજી ગુંજ !
--રેખા શુક્લ
ગુલાબના છુંદણા પર ની વેલ ને કળી
ઉંચી એડીના લાંબા પગે જઈ ને મળી
---રેખા શુક્લ
ચંદન ચંદન સુગંધ ચરકી
મોરલા સંગ કોયલ ટહુકી
---રેખા શુક્લ
મીણબત્તીના ફુલડાં દીપે, તરતા તરતા અડી હસે
બનારસીના ઝુમખાં ઝુમે, હસતા રડતા જડી જશે
---રેખા શુક્લ
પાંદડી ને પકડવા કાચબો હાથ ઉંચા કરે
ખિસકોલી ને ચુમવા સસલુ ભાગંભાગ કરે
---રેખા શુક્લ
યાત્રાનો મુસાફિર એક તું ને એક હું
શોધું ને ખોવાઉ મારા માં તું ને હું
---રેખા શુક્લ
ગોપાલનું ટેમ્પટેશન બને ખુશીનું કન્સમ્પ્શન
પ્રેમનું બને કમ્પોઝિશન કંઈ ન હોય લિમિટેશન
---રેખા શુક્લ

अडी हुं मै


पुत्ल सी खडी हुं मै
स्वप्न से जडी हुं मै
खोके मिल पडी हुं मै
कभी तो यु रडी हुं मै
नजदीकसे अडी हुं मै
दुरियां से लडी हुं मै
---रेखा शुक्ला