બુધવાર, 6 માર્ચ, 2013

-છાંટણાં


કથળી ધીરજ ચુપ ના રહે
સ્વપ્ન ઓસડ છુપતા રહે...રેખા શુક્લ
જીવન ઘુંટડા ભરે ઝેર...
દર્પણ જોઈ રહે
મ્રુત્યુ ઓળખતો ચેહરો...
અર્પણ થઈ રહે-રેખા શુક્લ
એક નજરે ચાલે કલમ
કદમ ખબર ભરે બલમ--રેખા શુક્લ
તરફડતી રહે છે રોજ ફરિયાદ
કૈ નહી કહો ને પડે રોજ વરસાદ
-રેખા શુક્લ
અટપટુ લલચાવે
હાલરડે રૂલાવે
-રેખા શુક્લ
ઝાંકળ મઢી ફુલડાં રૂવે
પગલી અડી મોત સુવે
--રેખા શુક્લ

મંગળવાર, 5 માર્ચ, 2013

નદીએ પેહરયું પાનેતર


નેપરવીલની નદીએ પેહરયું પાનેતર
ઇમોશનલ ને અમેઝીંગ તેનું ચણતર
હોટ ને હોંશીલી હરદમ હસતી હુંફાળી
નણંદબા ને સાસુમા માં વાતુડીનું મળતર
અક્ષતચોખે પુજાણી કુમ કુમ ભાલે ટીલડી
પ્રિત-પિયુ ને પાનેતરે રૂડી મોંધીનું ભણતર
કિપ સ્વિમીંગ સ્મુધ સેલીંગ આશિષનુ વળતર
--રેખા શુકલ 

મંગળવાર, 19 ફેબ્રુઆરી, 2013

તૄષ્ણાપંખી.....!!!


હું સ્વદેશી વિદેશીએ તૄષ્ણાપંખી.....!!!

વેદનાનું વિચારબિંદુ લુંટવાનું તૄષ્ણાપંખી

માનવતાની ચિઠ્ઠીએ ઉડવાનું તૃષ્ણાપંખી

હરખે દિલદાર ફુલોમાં જડવાનું તૄષ્ણાપંખી

માસુમ મૌસમે ઝુલાવી હસવાનું તૄષ્ણાપંખી
----રેખા શુક્લ

पेहचान

निखरा हुआ चेहरा वो अपनोकी पेहचान है
हसरत है कि दिदार करुं अपनोकी पेहचान है
मासुम इन्तजार वो झुलेपे झुलना पेहचान है
डर है ये बुंदे कही तोड ना दे आइना पेहचान है
---रेखा शुक्ल

શનિવાર, 16 ફેબ્રુઆરી, 2013

પ્રેમ રુવે ગૌણ નથી............!!


ઉપસી રહ્યા થૈ અરથ, હોઠે મૌન કૈં ગૌણ નથી
કિતાબ-કિસ્સા કોરા, સરવાળા શબ્દ ગૌણ નથી
આરાધે ઇશ્વરના ભાગલા, થૈ પ્રેમ રુવે ગૌણ નથી
ઉજાગરા ની પરબ અંતાક્ષરી, થૈ ગુંજે ગૌણ નથી
આભલું વરસ્યું છત થૈ રૂમમાં, વર-સાદ ગૌણ નથી
શબ્દ અરથ પાણી પાણી, તરસ્યા રેહવું ગૌણ નથી
----રેખા શુક્લ 

ગુરુવાર, 14 ફેબ્રુઆરી, 2013

દાસ થૈ ને શ્વાસ ચાલે રહી રહી....



કેવા સ્થૂળ રોપાયા થૈ ઉભાં થોર મુંગા રહી
ચોતરફ રણ માથે ગગન રડતું શો'ર મહીં
બેવફા જિંદગી કહી શ્વાસ ચાલે રહી રહી
ડરતા ડરતા અંતે દાસ થૈ ને રહે અહીં
પારદર્શક આંસુમાં રડી હસે વાતુ અહીં
ફુલથી તોડી પથ્થર કહી આવે રોતું અહીં
ખામોશ સ્વપ્ન, ખેલે પાસા, બીક મહીં
ઇશ ખેલંદો ઘેલો સમજે રોજ ડરતો મહીં
ખોવાયેલા પગલાં બાઝ્યા મુજ ને અહીં
સાગરના વ્હાલ થૈ જાત ભીંજાતી અહીં
---રેખા શુક્લ ૦૨/૧૫/૧૩

મંગળવાર, 12 ફેબ્રુઆરી, 2013

અક્ષર અરથ પારણે.............!!!!!!!!!!

ધુમ્મસ તટે અક્ષર અક્ષર 
ઝરણું ઝરમર શબદ શબદ 
ટાંચે પથ્થર અરથ અરથ
ભીની લાગણીયું વેરત વેરત
--રેખા શુક્લ

કોતરણીયું લૈ પુષ્પ પારણે

હિમમોતી સુતી વાદળી છાની
---રેખા શુક્લ