શનિવાર, 29 ડિસેમ્બર, 2012

સુંવાળું વ્હાલ.....!!!

તમે એ ડાળ છો જેનું ફુલ બની મહેંકીએ અમે
સામે મળોને ફફડે છે હોઠ ના કંઈ કહીયે અમે
દરિયો દેખાય ફુલદાનીએ મોહક મત્સ્ય અમે
ઉઘાડ-બંધ હોઠોને પરપોટે સુંવાળું વ્હાલ અમે
----રેખા શુક્લ 

ધમધોખાર હ્રદય

       રોજ ઉગે અવસર તિથિ તોરણ ચિટકી
           કંકોત્રી લખાઈ કુળદેવી કાજ જોને
      ખુશીના સ્નેપશોટને મઢાવી લઈએ ચાલને 
 કાવ્યદ્રશ્ટી એ શબ્દકોષને બાયફોકલ કર ચાલ ને
      આ હ્રદય પણ કેવું અકબંધ છે પડ્યું જોને
       કંઇક એવું ધમધોખાર દોડતું કર ચાલ ને
          ----રેખા શુક્લ ૧૨/૨૯/૧૨

ગુરુવાર, 27 ડિસેમ્બર, 2012

તસવીરેં


એક ને જામ બના દિયા દુસરે ને ખ્વાબ
તસવીરેં ચાંદ ને દેખ લિખા હૈ જવાબ...
ચિનગારી ભડકતી ખ્વાહિશે લાજવાબ
ફિરભી ના જાને ચાંદની પે યે શબાબ...
--રેખા શુક્લ ૧૨/૨૭/૧૨

ખુદથી ખુદા થૈ


પીગળી ચંદરવે ચાંદ મુંઝાઈ રહ્યો છે;
આગળ પાછળ પડછાયે સંધાઈ રહ્યો છે...
સડી રહ્યો છે માણસ થૈ ગંધાઈ રહ્યો છે;
દોડ્યો દુર ખુદથી ખુદા થૈ કંતાઈ રહ્યો છે....
---રેખા શુક્લ ૧૨/૨૭/૧૨

મંગળવાર, 25 ડિસેમ્બર, 2012

પટપટ.. થોરે


લખ લખ લખોટીયું દડદડ અડીને
મધ મધ રાતડીયું તડતડ પડીને

રખ રખ લાગણીયું પટપટ રડીને
વખ વખ જિંદગીયું ઝટ્પટ ચડીને
--રેખા શુકલ

બીજ ને ફુંટ્યા અંકુર મુળિયા થડ થઈ ગયા
ગુલાબથી દાઝ્યા રણ ના થોરે છાંયે થયા
--રેખા શુક્લ 

પ્રેમ દર્દ

હું જ મારા થી થાકી ભાગતી રહું છું 
ને તું પકડવા મુજને શીદને આવે છે?
દુર થી ડુંગર રળિયામળા દેખાય છે 
ભુલો પડી રોજ શીદને સતાવે છે?
--રેખા શુક્લ ૧૨/૨૫/૧૨

ખોળીયા નો પ્રેમ દર્દ ને પણ થઈ ગયો
નિઃવસ્ત્ર કકડ્તી ઠંડીએ જઇ વળગી ગયો
--રેખા શુક્લ

સોમવાર, 24 ડિસેમ્બર, 2012

दिल गिर पडा...


गिर पडा झुमखां और दिल दौड गया
पथ्थर का पुत्ल शिशे को लो तोड गया

एक ही नजर से दिलको लुंट चला
बेवफा निगाहे चार सागर नैन से छुट गया
---रेखा शुक्ल १२/२५/१२