બુધવાર, 7 નવેમ્બર, 2012

ગુજ્જુ શર્મ .....


પુરબહારે ગમતું ટમટમિયું ખોંળું છું
પરગજુ પ્રક્રુતિ જન સંપંર્ક ખોળું છું
કંડારેલી અણમોલ ક્ષણ ખોળું છું
English Bazar માં ગુજ્જુ શર્મ ખોળું છું
-Rekha Shukla

ડુસકા અંધરોધબ....


ડુસકા ભરી રણકે દરવાજાની ઘંટી
ટિક ટિક ગર્જે દિવાલે પડી ઘડિ
પડોશી નો ચેહરો પ્રિય અહીંતહીં
ઘાસ કાપી બારીએ જોઈ અટકે
ટ્યુબલાઈટનું અંધારું ફ્યુઝ નહીં
ચમકે મિણબત્તીયું જઈ મહીં
માળો આખો અંધરોધબ....
********************************

તરંગોના વાયરા........


તરંગોના વાયરા યે ટપાલી ભીંજે
સાગર સમાવી નાવ ઉઠી સાંજે
ગેલમાં આવી ફુંક વીંઝણે આજે
પ્રેમમાં શરમિંદગી ભુલાઈ ને સજે
*********************
--Rekha Shukla

અમરત સરનામું......


અમરત કટોરી અધરે આવી
પંખીની પાંખુ રડી શેષ ફણીધર
પાસે રહેલ સપનાનો ક્યાં થાક લાગે
ઢોળાઈ ગઈ વાત કાન લગી આવી
ધુમ્મસના દરિયા ડુબ્યા લઈ શમણાં
ભૂરા-તૂરા સુખડના હસે તેહવાર  
શ્વાસમાં અટક્યા મુંગી આશિષે
ઝુરે હોડી ખડક મોહને તણાઈ
પ્રણય ભર્યું હ્રદય ટહુકે વાણી
ધડકનમાં કુંણી કુંપણ ફુટે
પિંજ્વતા વાર શી???
ચશ્માં પેહરી ગજરે ઝરમરે 
સીમાડે કણસતું દર્દનું દવાખાનું
ઢગલાબંધ માછલીનું સરનામું
-------રેખા શુક્લ 

મંગળવાર, 6 નવેમ્બર, 2012

જાણીતા અજનબી ....


વિચારોની શેરીમાં વહે છે શ્વાસમાં સુગંધ
વહે સપનાનું આખુ પુષ્પોથી ગામ...... 
વસે ત્યાં જાણીતા શબ્દો ને ચિત્રો...
વિચારોની શેરીના જાણીતા અજનબી છો તમે ને
ને પરાયા પણ કેમ ના લાગો 
ઓણખાણ શું છે આપણી...??
જ્યારે તમે ઘેરી નિંદ્રામાં હો છો ....
તો સપનામાં મારા જાગો છો કેમ તમે?
વિચારોની શેરીના જાણીતા અજનબી છો તમે ને
મળી ને આપને દિલ ખુશ થાય
શું આપણો નાતો...
શું કામ ખોળું ને પ્રેમ કરું 
શું શું છે તમારું મારામાં ને મારું તમારા માં
જાણું ના કંઈ નહીં એવું છે શું મહીં અહીં?
વિચારોની શેરીના જાણીતા અજનબી છો તમે ને
આંખોએ આંખોની કહી દાસ્તા કે 
વાતોમાં હવે કોઇભીના રહી મજા
બે કદમ સાથે ચાલી જિંદગી પગલાં કાવ્યના પાડી
વિચારોની શેરીના જાણીતા અજનબી છો તમે ને
-------રેખા શુક્લ ૧૧/૦૭/૨૦૧૨




સોમવાર, 5 નવેમ્બર, 2012

ડરો ના ગુલાબના કાંટો....!



તારા નજરની લાલસા શું ભારોભાર થઈ ગઈ,
ક્યાથી ઉઠે મારી નજર પાપણો ઢળી ગઈ...
તુ મારી વાણી માં વિશ્વાસે વિલિન થઈ ગઈ,
વ્યથા કારણ સ્વંયમ વિરહ પિડિત થઈ ગઈ

મોલ કમ કર માં યાદો ના હિસાબ દઈ લઈ
અભિલાષા ની આશ શું તૃપ્ત થઈ ગઈ...?
નકાબ થઈ ને પલકોથી ઉતરતી રહી ગઈ,
દિલે વળગી યાદ તો જહેર જહેર થઈ ગઈ 

બુન્દ બિન્દુ થી ખેંચાઈ જોડાઈ ચુંટી ગ
સુરજ ની રશ્મિ રોશની માં... લુંટાઈ ગઈ
શોહરત મળે પેહલા... મહોર લાગી ગઈ
ડરો ના ગુલાબના કાંટો... હું રૂઝાઈ ગઈ
વાદિયાં વાઇલ્ડ ફુલોનો બાગ ભરી ગઈ
---રેખા શુક્લ ૧૧/૦૫/૨૦૧૨

ખામોશ ઇંતઝાર....!!!


કતરા કતરા ખ્વાહિશે ડસતી ગઈ જિંદગી

આંસુ કો પીતે પીતે ડસતી ગઈ જિંદગી

ખામોશ ઇંતઝાર મૈં ડસતી ગઈ જિંદગી

શીશે કે આંશિયાને મે ડસતી ગઈ જિંદગી

--રેખા શુક્લ ૧૧/૦૬/૨૦૧૨