શુક્રવાર, 10 ફેબ્રુઆરી, 2012

તારા સત્કારમાં….!!!!

ખડકી ખોલીને બેઠી હું દ્વારેતારા સત્કારમાં
મોસમનું નામ ખાલી,હ્રદયકુંજે ઝુમું… તારા સત્કારમાં

ફુલોની ફોરમનો લાવી ખજાનો… તારા સત્કારમાં
ઉરમાં મિલનની લાગી એક અગન… તારા સત્કારમાં

રૂમઝુમ રેલાયો નટખટ અંધકારતારા સત્કારમાં
મનનો મોરલો ગાયે મધરાતે મલ્હાર… તારા સત્કારમાં

તમરાં તો બોલે તરુવરપુંજમાંતારા સત્કારમાં
આભ વીંટળાયું અવની ના અંગે… તારા સત્કારમાં

નીતરે છે શ્રાવણ હું પીગળી રહી… તારા સત્કારમાં
સ્વપ્નનું ઝરણું ને તરણું ઉમંગનુંતારા સત્કારમાં

ગઢને હોંકારો દે કાંગરાય… તારા સત્કારમાં
તસ્વીરમાં પણ ઉભી રહી… તારા સત્કારમાં

શબ્દની બેડીમાં જકડાયા છીએ… તારા સત્કારમાં
લોહીના અંગત ઉભા ખુણા… તારા સત્કારમાં

ફિલીંગ્સનો પાડવો છે ફોટો… તારા સત્કારમાં
લેવો ઓટોગ્રાફ દરિયાનો મારેતારા સત્કારમાં

મધરાતે રડતી ટહુકી કોયલડી… તારા સત્કારમાં
છલકાઈ જાય કાવ્યધારા પાણી જેમ… તારા સત્કારમાં

ઝીલવાને મોજાં સ્મ્રુતિ-ગાગરે… તારા સત્કારમાં
ખડકી ખોલીને બેઠી હું દ્વારેતારા સત્કારમાં
-રેખા શુક્લ(શિકાગો) Happy Anniversary નિમિત્તે ભેંટ..!

ગુરુવાર, 9 ફેબ્રુઆરી, 2012

બંધ દરવાજા ધવાયા...!!!

સાંભળ્યા બંધ દરવાજેદિલ પર ટકોરા ને ધડકતાં દિલ પર જોયા બંધ દરવાજા
હ્રદયના વાલ્વમાં મોટા થયા કાંણાને રૂધિરની નસોના રહ્યા બસ ઝીણાં કાંણા
ભડકે બળતા હ્રદયના મંદ ધબકારાપડતા અશ્રુમાં તો થરથર્યા અર્ધ પલકારા
ગોવાળોના  રહ્યા ક્યાંય બચકારાગયા ગીતો શૌર્યના- રહ્યા જીભના લબકારા 
ઘડપણે તમારાઅવાજ ના સંભળાયાંઝામરની આંખે તો તમે  ના દેખાયાં
લાગણીના પુરમાં જઈ અમે શું તણાંયા, ઝાંઝરના રણકારમાં તમે જઈ છુપાયાં?
સમી સાંજે ક્યાંક તમે સતાવ્યાવાંસળીના નાદે બસ અમે તો ધવાયા...
-રેખા શુક્લ(શિકાગો)

શનિવાર, 4 ફેબ્રુઆરી, 2012

સત્તર અક્ષરી હાઈકુની મજા...(૩)


મૂળસોતા ઉખાડેલા
   દિલ પાછા
 કેમે રોપવા?

બંધને, વરસાદમાં
   સુકવવા
 લાવ કપડા

પારણે ઝુલાવવા
  ભુલકાના
સુંદર મુખડા

આંખડી આંસુમાં
ઢળતી, દિલની
આગમાં દાજી

મારું તો નામ
સરળ સીધી લીટી
  તું પ્રશ્નોત્તર

વર્ષોના સહવાસને
   રાખમાં
ઢબોડી ના દે ને!

વાસંતી અક્ષરો
મૌસમમાં મ્હાલવા
 ડાળી ચુમે

ભવના જંગલમાં
વાયરે નાચતી
 ઢીંગલીઓ

-રેખા શુક્લ(શિકાગો)

ગુરુવાર, 2 ફેબ્રુઆરી, 2012

આજના આલ્બમમાં ગઈકાલની યાદો...

લાગી એમની લગન અને થઈ ગયા લગ્ન
ભરી આલિંગને વાતુ કરે ને થઈ જાંઉ મગ્ન...

પચ્ચીસ ગુલાબ ના ફુલો હસે છે ફુલદાની માં
વાત વર્ષોના એહસાસની તે ઉષ્મા હતી યાદોમાં..

નજર મેળે મળે ને હાથે થી મોટા ફુલ ચુંટે
ફરું પડખું તો ય મારું સ્વપ્નું ન તુટે..

પેટ ભરીને વાતુ કરશું તોય વાતુ ના ખુટે
ભુલામણી છેને આંખો મુજને નજરથી લુંટે...
-રેખા શુક્લ(શિકાગો)

ઉડાન ની મધ્યે ઉંમરો...

મનને મનાવી લેવામાં તો જીન્દગી પતવા આવી, 
ચાલ્યા જાય સ્વપ્ના ને નવી -જુની રસીદો જ રહી,
નજર દઈ દે ધોખો અને પગ જાય થંભી, 
ચિરનિંદ્રાની અભિલાશા માં રાત-દિવસ જાગતી રહી,
વલખાં મારવા પ્રેમના શાને મરી ને ય જીવતી રહી, 
પોતીકાં માન્યા પારકાં ને તો ય એકલી રહી,
વહી જતી આ જીન્દગીમાં કરચલીઓની જ ભરતી,
હિસાબ લગાવતી રહી બાદબાકી જીવતી રહી,
ઉડાનની મધ્યે આવી ને ઉભો છે ઉંમરો, 
હ્રદય પટે હંમેશા યાદો ની ભરતી રહી...
-રેખા શુક્લ(શિકાગો)

બુધવાર, 1 ફેબ્રુઆરી, 2012

દર્શન..

સાચા હ્રદયની મૌન ભાષા-પુષ્પથી તુજને વધાવું...
શબ્દો બને કંકુ ને ચોખા ને ગાન તારું ગાંઉ...

લય માં ભળે સુર એમ આતમ ની ભળે જ્યોતિ...
નુર માં ચમકે અનેરું નુર ને પ્રભુ દર્શન પાંઉ...
-રેખા શુક્લ(શિકાગો)

લક્ષ્મીજી ને અર્પણ...!!

ઊગ્યું ફુલ સમર્પણનું તમારે આંગણે..
બિરાજો તમે તો સુંવાળા કમળમાં..

કહું છું હું તમને અમારા સ્મરણમાં..
રહૂ છું હું દિલમાં તમારા સ્મરણમાં..

બનાવવું છે ઘર બસ તમારા ચરણમાં...
ડુબવું છે મારે તમારા સ્મરણમાં...

ન જાવું અમારે જીવનના વમળમાં...
ભળવું શાક્ષરમાં અક્ષરના ભ્રમણમાં...
-રેખા શુક્લ(શિકાગો)