શનિવાર, 4 ફેબ્રુઆરી, 2012

સત્તર અક્ષરી હાઈકુની મજા...(૩)


મૂળસોતા ઉખાડેલા
   દિલ પાછા
 કેમે રોપવા?

બંધને, વરસાદમાં
   સુકવવા
 લાવ કપડા

પારણે ઝુલાવવા
  ભુલકાના
સુંદર મુખડા

આંખડી આંસુમાં
ઢળતી, દિલની
આગમાં દાજી

મારું તો નામ
સરળ સીધી લીટી
  તું પ્રશ્નોત્તર

વર્ષોના સહવાસને
   રાખમાં
ઢબોડી ના દે ને!

વાસંતી અક્ષરો
મૌસમમાં મ્હાલવા
 ડાળી ચુમે

ભવના જંગલમાં
વાયરે નાચતી
 ઢીંગલીઓ

-રેખા શુક્લ(શિકાગો)

ગુરુવાર, 2 ફેબ્રુઆરી, 2012

આજના આલ્બમમાં ગઈકાલની યાદો...

લાગી એમની લગન અને થઈ ગયા લગ્ન
ભરી આલિંગને વાતુ કરે ને થઈ જાંઉ મગ્ન...

પચ્ચીસ ગુલાબ ના ફુલો હસે છે ફુલદાની માં
વાત વર્ષોના એહસાસની તે ઉષ્મા હતી યાદોમાં..

નજર મેળે મળે ને હાથે થી મોટા ફુલ ચુંટે
ફરું પડખું તો ય મારું સ્વપ્નું ન તુટે..

પેટ ભરીને વાતુ કરશું તોય વાતુ ના ખુટે
ભુલામણી છેને આંખો મુજને નજરથી લુંટે...
-રેખા શુક્લ(શિકાગો)

ઉડાન ની મધ્યે ઉંમરો...

મનને મનાવી લેવામાં તો જીન્દગી પતવા આવી, 
ચાલ્યા જાય સ્વપ્ના ને નવી -જુની રસીદો જ રહી,
નજર દઈ દે ધોખો અને પગ જાય થંભી, 
ચિરનિંદ્રાની અભિલાશા માં રાત-દિવસ જાગતી રહી,
વલખાં મારવા પ્રેમના શાને મરી ને ય જીવતી રહી, 
પોતીકાં માન્યા પારકાં ને તો ય એકલી રહી,
વહી જતી આ જીન્દગીમાં કરચલીઓની જ ભરતી,
હિસાબ લગાવતી રહી બાદબાકી જીવતી રહી,
ઉડાનની મધ્યે આવી ને ઉભો છે ઉંમરો, 
હ્રદય પટે હંમેશા યાદો ની ભરતી રહી...
-રેખા શુક્લ(શિકાગો)

બુધવાર, 1 ફેબ્રુઆરી, 2012

દર્શન..

સાચા હ્રદયની મૌન ભાષા-પુષ્પથી તુજને વધાવું...
શબ્દો બને કંકુ ને ચોખા ને ગાન તારું ગાંઉ...

લય માં ભળે સુર એમ આતમ ની ભળે જ્યોતિ...
નુર માં ચમકે અનેરું નુર ને પ્રભુ દર્શન પાંઉ...
-રેખા શુક્લ(શિકાગો)

લક્ષ્મીજી ને અર્પણ...!!

ઊગ્યું ફુલ સમર્પણનું તમારે આંગણે..
બિરાજો તમે તો સુંવાળા કમળમાં..

કહું છું હું તમને અમારા સ્મરણમાં..
રહૂ છું હું દિલમાં તમારા સ્મરણમાં..

બનાવવું છે ઘર બસ તમારા ચરણમાં...
ડુબવું છે મારે તમારા સ્મરણમાં...

ન જાવું અમારે જીવનના વમળમાં...
ભળવું શાક્ષરમાં અક્ષરના ભ્રમણમાં...
-રેખા શુક્લ(શિકાગો)

શબ્દોને પાલવડે સાજન બાંધુ કવિતામાં....

સળગતો રહે શશિ તારા સંભારણામાં
શબ્દોને પાલવડે સાજન બાંધુ કવિતામાં
શબ્દોના ઝરણામાં વહેતા ફરે વિચારો
શિવાલયને અર્પણ સંવેદનાના સમીકરણો..શબ્દોને પાલવડે 
શબ્દોના ઘર વચ્ચે શિક્ષણનું સરોવર
સરનામું પ્રેમનું ભોળપણ ના સથવારે ..શબ્દોને પાલવડે 
"ઘા"ની સીડી પરથી હ્રદય ઉતર્યું કાગળે
શબ્દ-સ્પર્શે ક્યારે કરશું સર્જન સહિયારે..શબ્દોને પાલવડે 
વિવિધ રંગો ચેતનાના રૂદિયાની ડાયરીમાં
વિવેકપંથે દોડતા રહ્યા વિશ્વના વિચારોમાં..શબ્દોને પાલવડે 
વિચારોની યાત્રામાં વલોણું વાત્સલ્યનું
રાધાની વેદનાએ લાગ્યું તેવૂં લખ્યું..શબ્દોને પાલવડે 
મારી સંવેદનાની નોંધપોથીમાં ખીલે કમળો
બંસી બને મોરપીંછ ને ચિતરે મેઘધનુષો..શબ્દોને પાલવડે 
માતૃત્વની કેડીમાં ધડકનના દ્રષ્ટિકોણો
દસ્તક દિલના દરવાજે ગુંજે કાવ્યો..શબ્દોને પાલવડે 
ક્ષિતિજ સળગે કાવ્યસુરે કસુંબલ રંગે રંગાઈ
આત્મકથન આરાધન આશુતોષ સંગ સગાઈ..શબ્દોને પાલવડે 
તું રોજ સતાવે દઈદે મુજને દીર્ઘાયુષના આશિષ
અખંડ સૌભાગ્યવતી રહો કહીને મીઠી કરે સાજીશ..શબ્દોને પાલવડે 
ટેરવું ન્હાય કંકાવટીમાં ને લાગણીનો સંગમ થાય
અરસપરસ બસ પુછતા ફરે કાંટા ફરે સમય જાય..શબ્દોને પાલવડે 
 -રેખા શુક્લ(શિકાગો)

મંગળવાર, 31 જાન્યુઆરી, 2012

સુગંધી સુવાસ મળી ગઈ....!

ધુપસળી ની આહુતિ સુવાસ પાથરી ગઈ...
મુરાદ માંગી'તી તે મુજને  મળી ગઈ...
અક્ષર વાંહે વાંહે દોડું તોય પાછળ રહી ગઈ...
ત્યાં  ઉભી દોડી રહી ને આગળ-પાછળ થઈ...
એકદમ મળ્યા બધા ને અણુલી કવિતા થઈ ગઈ...
મહેંક અક્ષ્રરોની શ્વાસમાં અક્બંધ પડી ગઈ....
છુટા-છવાયા કાવ્યોની પથારી થઈ ગઈ...
સુર મનમાં ગણગણું કાવ્યની માળા લઈ...
લય અને તાલ મળે તો ચાદર મળી ગઈ..
હજી હમણાં  સુતી છું મોટા આંસુ લઈ...
સંકોચાતા જોવા આવ્યા હવે? ફુલ લઈ..
જીવવાના આભાસે તારા આંસુ કળી ગઈ..
માંગી'તી ચાહત તે મુજને મળી ગઈ...
ફરતા ફરતા ખોવાયેલી હું મુજ્ને જડી ગઈ...
પકડા-પકડી શ્વાસની ત્યારે મુંઝાઈ ગઈ...
બકેટ લિસ્ટની યાદી કરી પાછી ખોવાઈ ગઈ...
નજર મળી નજરથી તારી તુરંત જીવી ગઈ..
મુરઝાતી કવિતાની કળી પાછી પાંગરી ગઈ...
-રેખા શુક્લ(શિકાગો)એંગેજમેન્ટ-ભેંટ