મંગળવાર, 14 જુલાઈ, 2020

બેબી શુઝ

નમસ્તે મિત્રો;
 "  બેબી શુઝ  " 
૨૧ દિવસ પછી પાછા ફરીને આવ્યા પછી પત્ની અંજુએ અમીત ને કીધું " સાંભળી લો હું થોડા દિવસ 
ભાઈ-ભાભી ને ત્યાં જઈને પાછી આવું ત્યાં સુધીમાં તમારા માતા-પિતાને ક્યાંક બીજે રહેવાની સગવડ 
કરી લેજો. અને એમ નહીં થાય તો મારી પાછા આવવાની રાહ ન જોતા." બિચારો અમીત ફાટી આંખે 
સાંભળીને અવાક થઈ ગયેલો. કાપો તો પણ લોહી ના નીકળે. એક મોટો નિઃસાસો નીકળી ગયો. એણે આખરે લખ્યું " ફોર સેલ બેબી શુઝ નેવર વોર્ન "
 - રેખા શુક્લ

નામ વગરની વાર્તા હું પાત્ર વગરની વાર્તા હું 
ભિંજાય છે ચાહના હું રસ્તે રઝળતી વાર્તા હું 
શબનમી ધૂપછાંવ હું રૂડાની એક પહેચાન હું 
ચંદ્ર્કળાની વાત હું મોરપીંછ નોખી ભાત હું 
હસતી મસ્તાની જાત હું અક્ષરાનંદી નાત હું
--- રેખા શુક્લ

શબ્દોના સાથિયા નથી આ હ્રદયની વાત છે
લોહીમાં ઝબોળી લખેલી લાગણીની વાત છે.

પેટ ભરવા એક નાર સૂઈ ગઈ ઉભી થઈ તો રોજગારી સૂઈ ગઈ
આવશે, એ આવશે એ આશમાં દ્વાર ખુલ્લા રાખી બારી સૂઇ ગઈ
'મારે કોઈની જરૂરત નહીં પડે' ઠાઠડીમાં એ ખુમારી સૂઈ ગઈ
રાત બહુ શરમાય છે ને એટલે રાત અંધારું પ્રસારી સૂઈ ગઈ
ભાર મારો ઝીલીને થાકી હશે જાગતો'તો હું પથારી સૂઈ ગઈ
--- મિત્ર રાઠોડ

શનિવાર, 4 જુલાઈ, 2020

કબીરજી

કબીર
ગુગમ ગરિમા મંચ પરથી રેખા શુક્લ- શિકાગો  'કબિર' પર
નમસ્કાર મિત્રો
કાશી બનારસના ્ગંગા તટે કબીરજી કમળના ફૂલ પર તરતા દેખાયા કે પછી એક વિધવા બ્રાહ્મણીએ જન્મ આપ્યો પણ એમનું અલૌકિક વ્યક્તિત્વ છસ્સો વર્ષે પણ પ્રસિધ્ધ છે કામ કરતા કરતાં વણતા જાય ને એમની વાણી એમનું ગ્યાન ગાતા જાય એમના દોહા જગપ્રસિધ્ધ બન્યા. સરળ ભાષામાં સુવાક્યો વિચારો પિરસતા રહ્યા. એવી એમની વાણી હતી કે લોકો ૧૫મી સેંચ્યુરીમાં એમને ફકીર કહે કોઈ કહે સંત તો કોઈ કવિ કહે...બનારસમાં વ્યાપારીઓ આવતા જુદી જુદી ભાષા બોલતા. સંત કબીર બાહ્ય આડબંર નો સખ્ત વિરોધ કરતા. સમાજમાં ફેલાયેલ ગંદકી નો ઉલ્લેખ ગાઈ ને સમજાવતા. ધર્મ ના નામે પાખંડીઓ કારણ સમજ્યા વગર ધર્મ ની તરફદારી કરતા. તો વચ્ચે પડતા. આમ મૌલવી હોય કે કોઈ પણ કબીર માલ બજાર વચ્ચે વેચવાને બદલે બોધ આપતા. પોથી પુસ્તક પઢવાથી અક્ષરગ્યાન આવતું નથી. કે પંડિત પણ થવાતું નથી. તેમ પથ્થર પૂજવાથી ભગવાન જો મળી જાય તો હું પહાડ પૂજવા તૈયાર છું. સ્નાન માટે કહેતા કે પાણીમાં જ રહેતી માછલી તેની ગંધ દુર કરી ના શકે તો એવા સ્નાન નો અર્થ શું જેનાથી મન દિલ ને વિચારોનું શુધ્ધિ કરણ ના થાય. ગુરૂપાસે થી ગ્યાન મળે ને પ્રભુ ની નજીક જવાનો રસ્તો સૂઝે જ્યારે બન્ને સામે આવી ગયા ત્યારે એમ કહે કે ગુરૂ ગોવિંદ દોનો ખડે કાકે લાગો પાય બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય. જાતપાત પૂછ્યા વગર પ્રભુભક્તિ કેમ ના થાય ? અને કહેતા કે દુઃખમાં તો બધા યાદ કરે પણ સુખ માં પણ પ્રભુને જો યાદ કરો પ્રભુથી નજીક રહેવાય. આવી સરસ સાંસ્કૄતિક સોચ મળેલી સ્વામી રામાનંદ ગુરૂજી પાસે થી તેમજ "રામ " નામનો મંત્ર જપતા. જ્યાં મોટા થયા તે હવે નીરુ ટિલા તરીકે મંદિર બન્યુ. માટી ને રોંદતા કુંભારને જોઈ બોલ્યા..એક દિ એવો આવશે તુ જોજે માટી જ તને રોંદશે. ૧૧૯ વર્ષે પ્રભુધામ સિધાવ્યા પણ હજી તેમની વાણી - દોહા ને જીવન ચરિત્રને યાદ કરવામાં આવે છે.  અસ્તુ
---- રેખા શુક્લ 

બુધવાર, 1 જુલાઈ, 2020

ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર

www.Club Task
common Task

૧.કોમન ટાસ્ક
૨.રેખા શુક્લ
૩.શિકાગો-અમેરિકા
૪."ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર "
૫..શબ્દ સંખ્યાઃ૧૧૪ (10 )
૬. જુલાઇ ૪ ૨૦૨૦

મીટ માંડી ને બેઠું વિશ્વ હાથ જોડી, કરીએ સાથે બહિષ્કાર
ચાઈનીઝ વસ્તુનો હવે વિશ્વ પણ, સમજી કરે બહિષ્કાર (૧)

બનીએ આત્મનિર્ભર, ગાંધીજી જેમ કર્યો હતો બહિષ્કાર
છે થોડું જો ખિલવું તો, કરવાનો આમ જ હવે બહિષ્કાર (૨)

છે મારે પણ કહેવું, મોકો મોહક શોધાયો 'માત્ર' બહિષ્કાર
મ્હોરવું ને મહેંકવું કૂંપણ કોશિષો, જરૂરી જીવવા બહિષ્કાર(૩)

"મેઈડ ઇન ભારત" એક જ છે અવકાશ, કરી લો બહિષ્કાર
હેવી મશીન, રમકડાં, કપડાં, પેન, ખાદ્ય પદાર્થ બહિષ્કાર(૪)

ના ટેકનોલોજી કે હેરપીન પણ જોઈએ, જુઓ તમે બહિષ્કાર
ઉડવું મારે મારી પાંખે, દિલ દિમાગથી કરીએ  બહિષ્કાર  (૫)
---- રેખા શુક્લ 

સંગમ લાગણીના શબ્દે-હું નાની અમૄતા કોર

www.Club Task
common Task
૧.કોમન ટાસ્ક
૨.રેખા શુક્લ
૩.શિકાગો-અમેરિકા
૪.સંગમ લાગણીના શબ્દે-અમૄતા પ્રીતમ (સાહિર - ઇમરોઝ )
૫.શબ્દ સંખ્યાઃ૨૩૭
૬. જુલાઇ ૪ ૨૦૨૦
હું નાની અમૄતા કોર કહેતી રહી મા ને ના મરવા દેતા પણ ભગવાને ના સાંભળ્યું.મા વિના મોટી થઈ
મમતા ને પ્રેમની ઉણપ મને સતાવી રહી. ભાગલા પછી દિલ્હીમાં આવી સોળ ની લગ્નની ઉંમરે અમ્રીતા પ્રીતમ બની. મને  ખુબ ગમતા સાહિર લુધ્યાન્વી કે શાયર હતા- ગાયક હતા. સંગમ લાગણીના શબ્દે-પ્રેમી  સાહિત્ય  ને લખાણ વગરના રહી શકે. ગયિકા સુધા મલહોત્રા ને પણ તે ખૂબ ગમતા.
પણ તેમને પણ પ્રોત્સાહન ન મળ્યું. પણ એકતરફી અતિશય ખેંચાણ મારી કવિતા દ્વારા છૂપુ ના રહી
શક્યું. પણ એમના તરફથી કોઈ પ્રોત્સાહન ના મળ્યું. રાધા કૄષ્ણ વિના અધુરા તેમ મને એમના વગર 
જીવવું અધૂરું લાગતું. પણ પ્રેમ તો કરી શકાય છે કરાવી શકાતો નથી. મન ઉદાસીથી ધેરાઈ 
જતું ને મારું દર્દ શબ્દોમાં નિરોપાઈ જતું, પરોવાઈ જતું. પ્રેમધેલી,બાવરી લગ્નગ્રંથિથી મુક્તિ પામી ઉંધે 
કાંડ સાહિરના પ્રેમમાં પડી. એમને બીજા સાથે હું જોઈ ન્હોતી શકતી. તેવા સમયે મને ્ચિત્રકાર ઇમરોઝ મળી ગયા. તમારી કયારેય નહીં થઈ શકું કેમકે હું સાહિરના પ્રેમમાં પાગલ છું. તમે મને કદી પામી નહીં શકો. વર્ષો સુધી અલગ રહીને ઇમરોઝ મારો સાથ નિભાવતા રહ્યા.

मै तुजे फिर मिलूंगी कहां कैसे पता नहीं 
शायद तेरी कल्पनाओकी प्रेरणा बन
तेरे केनवास पर उतरूंगी
-अमॄता प्रीतम 

સ્પર્શ તારા નામનો ઝીલ્યો હતો, જે પવનની ડાળીએ ખીલ્યો હતો,
એજ સ્પર્શે શબ્દ પ્રગટાવ્યો અમે, લાગણીના દોરથી ગુંથ્યો હતો.
--રેખા શુક્લ    

શનિવાર, 27 જૂન, 2020

"રમકડાં "

ગુગમ ગુજરાતી ગરિમા મંચ પર આજે "રમકડાં " પર રેખા શુક્લ ના વંદન
કાશ કોઈ અરીસા જેવું મળે, વ્હાલ રમકડાં જેવું કરે
રડું તો સાથે મારા જેવું રડે, ના રડાવી હસી તે કરે
પવન શહેરી વિન્ડીસીટીનો, તોડે , બાળક ફોડે રમકડાં મરે
બાળ રડે ઇશ દ્વારે, દરિયો મણમણ રમકડાં તરે
અમથી એવી જગા હ્રદય સાંકડી, વિશાળ સપન ફરે
રમકડું મારે રમકડાં ને, બાળક સિવાય કોણ કેર કરે
---- રેખા શુક્લ 

રમકડાં ના નાજુક સંબંધ

    વિદાઈ તો થઈ ગઈ મને કમને કહેવાયું તો છે જ કાગડો દહીંતરું લઈ ગયો
   પણ અહીં તો ઉંધુ થઈ ગયું કે કાગડી દહીંતરું લઈ ગઈ બોલો જાનથી ગયો

સાત ફૂટી વેદના લાવી નજદીકી જુદાઈ !  ૨૮ દિવસ પછી ફરીને આવ્યા પાછા ત્યારે પત્ની અંજુએ અમીતને કીધુંઃ " સાંભળી લો હું થોડા દિવસ ભાઈ- ભાભી ને ત્યાં જઈને પાછી આવું ત્યાં સુધીમાં તમારા માતા પિતાને ક્યાંક બીજે રહેવાની સગવડ કરી લેજો. અને એમ નહીં થાય તો મારી પાછા આવવાની
રાહ ન જો'તા. બિચારો અમીત ફાટી આંખે સાંભળીને અવાક થઈ ગયો. કાપો તો પણ લોહી ના નીકળે હો. આજકાલ સારાનો જમાનો નથી રહ્યો, સાચા ને કોઇ સાંભળવા તૈયાર નથી. એનાથી નિઃસાસો નીકળી ગયો. 
ના સમજાયું ચંદા ને કે શર્માજી રમકડાં ના ફોન કેમ સાથે રાખી ને ફરે છે !! હા, વૄધ્ધાવસ્થા ખરાબ છે પણ આમ તો પાછા નોર્મલ જ લાગે છે.. જુઓ તો બધું પોતાની મેળે જ કરે છે. જમવાના ટાઈમે સમયસર પહોંચી જાય છે ને વોકિંગ કરતા કરતા ફોન પર ટોકિંગ કરે છે. થાકે એટલે બાંકડે બેસે ને ફોનમાં એમની ' આયુષી' સાથે કલાકો સુધી વાતો કરે છે, રમકડાં ના ફોનથી !! સામેથી જાણે ત્રણેક વર્ષની આયુષી દુનિયાભરની વાતો લહેકાથી કરતી હોય તેમ વાતવાતમાં શર્માજી હસી-રડી ને લહેકા- ટહુકા કરે છે. ચંદાબેન નો પ્રથમ દિવસ હતો "પ્રેરણાશ્રમ" માં. રડતાં રડતાં આભા બની ગયેલા આ દ્રશ્ય જોઈને. એમનું છોભીલાપણું  બે મિનીટ ભૂલાઈ ગયું. તેમને પણ દીકરા-દીકરીએ જાકારો દઈ દીધેલો...!! ઘરબાર વગરના નિરાધાર નો આશરો આ 'આશ્રમ' હતો. મેઈન એન્ટ્રંસ ગેઈટ ની ડાબી તરફ ફૂવારો હતો.. ચોતરફ નાનું તળાવ હતું ને તેની ફરતો વોકિંગ પાથ પણ હતો. નાનકડો પુલ હતો ત્યાં કોઈક ઉભું હતું. જમણી તરફ મિસ્ટર જસ્પાલજી છોડવાઓને પાણી પાઈ રહ્યા હતા. એમની તો ચંદા પર નજર પણ ન પડી. પોતાના જ કાર્યમાં પરોવાયેલા સરદારજી તરફથી નજર ખસી ન ખસીને ગ્રુહમાતા લક્ષ્મીબેને ચંદાબેનને આવકાર આપતાં ખભે દિલાસો દેતો હાથ ફેરવ્યો. ચંદાબેન રડી પડ્યા ને લક્ષ્મીબેને પણ ઝળહળીયાં લૂછ્યાં પણ કઠણ હૈયે વાત ચાલુ કરી ઃ 'આવો, તમારું ઘર હવેથી આ જ છે. બધા તમારી રાહ જુવે છે.' સામુહિક પ્રેયર રૂમમાંથી ભજન નું મ્યુઝિક સંભળાયું ને ચંદાબેન એમના રૂમ તરફ ચાલ્યાં.વિચારોના વંટોળે ઘેરી લીધા કે જીવ ની જેમ મોટા કરવા છતાં આટલા બધા મા-બાપ વૄધ્ધાશ્રમમાં કેમ છે?  
જીવતા રમકડાં ને રમાડે છે રમકડાં,                              
અહીં રમકડાં બની રમો સૌ રમકડાં 
સાત ફૂટના સરદારજી ફરી નજરમાં તરી આવ્યા. બધાના રૂમમાં પોતે ઉગાડેલા ફૂલો પહોંચાડતાં એમનું તેજસ્વી ને સૌમ્ય મુખારવિંદ પ્રતિભાશાળી બધાને  ગમતું. ચંદાબેને જ્યારે થેંક્યું કહ્યું તે બોલ્યા ઃ ' સબ ઠીક હોવે તૂસી હિમંત રખીયો. હમ સબ સાથ હૈ જી' બીજા જ દિવસથી ચંદાબેન લાઇબ્રેરીમાં કામે લાગ્યા. વસુધાબેન આશ્રમની બાજુમાં રહેવા છતાં કીચનમાં એજ રાંધતા, બધાને એમની રસોઈ બહુ ભાવતી ને રામુકાકા તથા દીનદયાલ કાકા પણ મદદ કરતાં... આમ આશ્રમમાં નિયમમુજબ કામ કાજ ચાલતું. શર્માજી છેલ્લા દસ વર્ષથી હતા. હજુ પણ પોતાના દીકરા-દીકરી તથા આયુષી ના ફોનની રાહ જો'તા. એમની દયાજનક દશા જોઈને હૈયું ભરાઈ આવતું.. ક્યારેક જસ્પાલજી સાથે હિંદીમાં વાત કરતા સાંભળો તો તેમનું  હિંદી સાંભળી હસી જ પડો. જસ્પાલજી પણ હવે તો ટેવાઈ ગયા છે સમજી જાય છે એમની વેદના પણ પોતાની વેદના નથી કહેતા. આખી જિંદગી ભરપૂર પ્રેમ આપ્યો કુટુંબને પોતાનો વિચાર કર્યા વગર બધાની દરેક માંગ દરેક સપના પૂરા કર્યા...પણ દીકરા ત્રણેયે મોં ફેરવી લીધું ? ને દીકરીએ તો પોતાની પત્નીને પણ એમની વિરૂધ્ધ કરી નાંખ્યા !!.
કોઠી ની જાહોજલાલી ખૂટી ખૂટે તેમ ન્હોતી તે દીકરાઓની બૂરી આદતોમાં ખર્ચાઈ ગઈ. દીકરી-જમાઇએ તો મા ને ફોસલાવી કરોડોના ઘરેણાં પડાવી લીધા ને કીધું અત્યારે બીઝનેસમાં જોઈએ છે પછી પરત કરી દઈશું. બાપનું હૈયું કકળી ઉઠ્યું કે પોતાના બાપ-દાદાની મિલ્કત અને પ્રોપર્ટી આમ વેડફાઈ જશે તેવો તો સપને પણ ખ્યાલ નહોતો. પતિને એકલો આશ્રમમાં જવા દે તે કેવી પત્ની ? કેવી મમતા ને કેવી સુખ સાહ્યબીનું વળગણ ?? અબળા સ્ત્રી માટે બહુ લખાયું હા, પણ સાત ફૂટના સશક્ત પુરૂષની વેદના કોઈના સમજ્યું ... ના દીકરા-દીકરી કે પોતાની પત્ની પણ ના સમજી?? ના આવ્યો કદીય ફોન પણ કે આ આવ્યું કોઈ મળવા રૂબરૂ !! ને લોકો હજુય દીકરો દેજો દીકરી દેજો ની મન્નત માને છે !! શું ફેર પડે છે જ્યારે બધા આવા નાલાયક નીકળે છે ?? આ વ્હોટ્સઅપમાં 'ટિન' 'ટિન' મેસેજ મૂકાતા રહે ત્યાં તો પેલો રમકડાં નો ફોન રણક્યો ઃ આયુષી બોલી ઃ "બાપુજી?" ને શર્માજી ને જીવલેણ હાર્ટ એટેક આવ્યો ને બધા ગૂમસૂમ થઈ ગયા. " ભલુ થયું ભાંગી જંંજાળ...!"  જસ્પાલજી ને વસુધાબેન આશ્વાસન આપતા હતા...કે સમજાવવાનો સાવ ખોટો વ્યર્થ પ્રયાસ કરતા હતા. રમકડાં તૂટે એમાં બાળક સિવાય કોઈને કેટલો ફર્ક પડ્યો ? કે પડે છે? 
હવે કોઈને પોતાના સ્વજનના આવવાની રાહ જોવી નથી. બધા એકબીજા સાથે જ ખુશ છે. રામુકાકા ને દીનદયાલ કાકા રાબેતા મુજબ આવે છે જાય છે એમનું મૌન એમની વેદના પોકારે છે. ફૂલો વિવિધ રંગ ને આકારના છે તેમજ પાંદડાઓ પણ રંગ રંગ ના ને આકૄતિના છે વિન્ડોમાંથી તાંકતો જસ્પાલ થોડો દુઃખી જણાય છે પણ બધા આવી એને પ્રેયરરૂમ માં લઈ જાય છે. "સસરીયા કાલ" કહેતા શર્માજી નો અવાજ લગભગ તેને  સંભળાય છે....ભણકારા છે ખબર છે પણ માનવતા જ્યારે મરી રહી છે ત્યારે દિલ તો પ્રેમાળ શબ્દ નો સહારો જ ગોતતું રહે છે ને ! છ છ દાયકા નીકળી ગયા ક્યાં તે મને યાદ નથી પણ આ પછી નો દાયકો કેવો જશે ? મારી બર્થ-ડે માટે એટલું જ માંગુ કે હાથ પગ ચાલતા રહે ને પ્રભુ જલ્દી માં જલ્દી લઈ લે જે. અસ્તુ
----રેખા શુક્લ

રવિવાર, 21 જૂન, 2020

આંસુ

ગુગમ ગરિમા મંચ પરથી આંસુ વિષે શિકાગોથી રેખા શુક્લના વંદન
દિકરી વળાવુ હું જાણી લેજો..
ભૂલ થાય તો વાળી લેજો...
હસતી એનો માણી લેજો..
આંસુ એના વાળી લેજો...
આંસુ ને તો સરવાની આદત ...ભોળી આંખે રડતા આંસુ
##### મૄગજળમાં જડેલા########
ગજબ સ્ટોરમાં, અલગ અલગ, ડ્રોપર મહીં ભરેલા..આંસુ
સતત વેચાતા આંસુ રડ્યા; ટીંંપા ટીંપા સંધરેલા...આંસુ
ઝુ માં જોયેલો તેથી વધુ, અદભૂત જાનવર જોયેલા..આંસુ
કોઈ લાગ્યા વ્હાલા પળે, મા'ણા ના કોઈથી ડરેલા...આંસુ
પ્રાણી પ્રાણી રડતા હસતાં;  આંસુમાં ભળેલા.. આંસુ
ખોટા ખોટા, મોટા આંસુ છાના ડુસકે કળેલા...આંસુ
સ્વાર્થી આંસુ, જીવ પરોપકારી પરબે જઈ મળેલા..આંસુ
પાણીમાં ડચકાં ખાતા આંસુ ના આંસુ થઈ રડેલા...આંસુ
રણમાં તરસ્યા ગયા... ગયા મૃગજળમાં જડેલા..આંસુ
ક્લીફ બ્રીજના સળંગ વળાંકે, ગ્રામોફોનમાં ગુંજેલા...આંસુ
---રેખા શુક્લ