સોમવાર, 5 ડિસેમ્બર, 2016

વિન્ડી-સીટી શિવાલયા


ધજા જ બરફ ને મંદિર બર્ફીલું શિવાલયા
રોપાયો છે બરફ આંગણે પાથરી મોહમાયા

દિવસ ઉગ્યો છે રાતે, અજવાળું બર્ફ છવાયા
હાડે હાડમાં ખુશી-દર્દ, એવા છીએ ઘવાયા

ઉઝરડાં ચીરે પવન ને કૈં ઘાવે અમે સંધાયા 
થાય અભિષેક બર્ફનો, વિન્ડી-સીટીએ પૂરાયા
----રેખા શુક્લ ૧૨/૫/૨૦૧૬

સ્નોફ્લેક્સ


કોણે મનાવ્યો કોનો જાજરમાન શોક કે 
ધરણી રૂ નો ગાલીચો ને વૄક્ષે ઉગ્યો બરફ !

વાળો લાડુ બરફના ને સંગ રમી લે કે
પરણ્યો સખીરી મહાલંતો ને સેલ્ફી એક બરફ !

સ્નો એંજલ બનાવ તું પગલી પાડ કે 
નજારા કર્મભૂમિ જન્નતે, તોરણ થયો બરફ !

ડુંગર બમણી ઢગલી માં ભૂલી લપસણી કે
સફેદી સ્નોફ્લેક્સ થી સજી ધરતી ઓઢીને બરફ !
----રેખા શુક્લ ૧૨/૫/૨૦૧૬ 

ઉગ્યું રૂ લો કૂંપણ ફૂટી


ઉગ્યું રૂ લો કૂંપણ ફૂટી, બરફે કર્યું ડોકિયું 
શું સંતાડીને હરખ્યું, બતકું જઈ ખોવાયું

ખિસકોલીની ફાળ મોટી, બચ્ચું છે ખોવાયું 
ટાઢું ટબુકલુ આભેથી ફસક્યું, ચબુતરે લટકાયું

ટપ ટપ મોતી બાઝી જઈને બર્ફ થકી  ભીંજાયું
ફર ફર ફર ફર વાયો પવન, વૄક્ષ નગ્ન શર્માયું 
---રેખા શુક્લ ૧૨/૫/૨૦૧૬ 

બુધવાર, 30 નવેમ્બર, 2016

લ્યો તું ય માનવ થઈ ને જ જનમ્યો ?

લ્યો તું ય માનવ થઈ ને જ જનમ્યો ?
આવતાંવેત જ રડાવે ને કહે હું છું તારો માવતર ?
યુઝ કર્યો કામવાસના માટે ને માનવાનો ઉપકાર ?
લ્યો તું ય માનવ થઈ ને જ જનમ્યો ?
માંગે ૠણ દૂધનું આખર ના જુદા કોઈ સમાચાર ?
આવે સાચી ના લાગણી અહીં નામના ના એ ગીવર ?
લ્યો તું ય માનવ થઈ ને જ જનમ્યો ?
પૈસા માટે કરે ધૂમાડો લાગણી નો જૂઠો રિસીવર ?
કાપો તોય લોહી ના નીકળે ઉષ્મા નો એ ટેકર  ?
લ્યો તું ય માનવ થઈને જ જનમ્યો ?
રોકડ સાચવી ક્યાં ક્યાં સંતાડે ભળી ગઈ સરકાર ?
જા જા દેખાડ ક્યાં છે ભગવાન કરે ના કંઈ દરકાર ?
લ્યો તું ય માનવ થઈને જ જનમ્યો ?
----રેખા શુક્લ

શનિવાર, 19 નવેમ્બર, 2016

Microfiction

સફર ઈન્ટરનેટથી 'ગગને પૂનમ નો ચાંદ' સુધી,
વાયા ફેસબુક થઈ  ખોવાઈ ને ' મારો સોના નો ઘડૂલો રે ' લઈ
ગુરુ કોમ્પ્યૂટરથી માતૄભૂમિએ જઈ આવી...રેખા શુક્લ

**************************************************

વાળી લાડુ પરપોટા ના તું હાથ સાફ કરે ને બરફ પડે 
ખરે પાંદડા વર્ષોના ને કૂંપણ લાગણીઓ ફૂંટી નડે !!

---રેખા શુક્લ

સોમવાર, 14 નવેમ્બર, 2016

वो


थमाके चूडियां वो मुजको छू ले 
बना ले अपना वो मुजसे छू के 
----रेखा शुक्ला

સોમવાર, 17 ઑક્ટોબર, 2016

પરદેશમાં અનુભવેલો સંસ્કૃતિક સંઘર્ષ

પરદેશમાં અનુભવેલો સંસ્કૃતિક સંઘર્ષ

૩૬ વર્ષના ગાળામાં કંઈક અનુભવ થયા જેમાં સૌથી ચોંકાવનારી એક બાબત આ હતી કે સ્કુલ માં આવતા સિંગલ પેરેન્ટ ના કિડ્ઝ માં કેટલો તફાવત જોયો. મારે સબિંગ કરવા એઝ અ ટીચર જવાનું હતું ઘરે મારા પોતાના ત્રણ નાના બાળકો હતા. ને સવારે ખબર પડે કે ફલાણી ફલાણી સ્કુલ માં આજે તમારી જરૂર છે. હવે જીપીએસ આવ્યું ત્યારે તો ભૂલા પડી જવાય ને ખોળીને પાછા પહોંચી જાવ કોઈને પૂછીને. સમય ના અભાવે ઉતાવળે ગાડીચલાવવી હોય તો પણ ના જવાય કેમ કે સ્કુલ બસ ને એમબ્યુલન્સ ને પહેલા જવાદેવાની ને રોડ ક્રોસ કરતા બાળકોને માટે પણ વ્યવસ્થા હોય તે ઉભા રાખે કે નહીં પણ ફર્સ્ટ કરટસી યુ હેવ ટુ સ્ટોપ. અમારા ટાઉન થી બીજા ટાઉન માં જવાનું હતું. માંડ માંડ હજુ ટ્રાફિક ધીમી ગતિએ જતો હતો. ખાંચામાં કાર વાળી ને સામે પોલિસ ને જોયો મેં હાથ કરીને ઉભો રાખ્યો. જો કે તે ખૂબ ધીમે જ ચલાવતો હતો.' યસ ! વ્હોટ કેન આઈ ડુ ફોર યુ મીસ ? ' બોલ્યો ને મેં કહ્યું 'આઈ એમ લોસ્ટ કેન યુ ગાઈડ મી વ્હેર ઇઝ વ્હીલબેરો સ્ટ્રીટ ? ' હવે તેના કહ્યા પ્રમાણે હું પહોંચી તો ગઈ બે મિનિટ મોડી પડેલ. સાઈન કરી ક્લાસ રૂમ ગોતી ને જવાનું થયું ત્યાં એક છોકરી વન શોલ્ડર કટ વાળુ ટી શર્ટ પહેરીને દાખલ થઈ. માથાના બ્લોન્ડ હેર આંખ ને કવર કરતા હતા. ને ટી-શર્ટ ઉપર 'નોટ ટુ નાઇટ હની ' લખેલું હતું . તેના નેચરલ પીંક લીપ્સ ને તેણીએ લાલ લીપસ્ટીક થી રંગેલા હતા. મેં એને ટીશ્યુ આપી લીપસ્ટીક લૂછાવી. કમને લૂછતાં લૂછતાં તેણી બડબડી ' બટ યુ આર નોટ માય પેરેન્ટ ! એન્ડ આઇ ડોન્ટ હેવ ટુ ડુ વોટ યુ સે ' એના ખભે હાથ મૂકી ને મેં કહ્યું આઈ અગ્રી વીથ યુ પણ તુ હજુ ફિફ્થમાં છે યંગ છે ઇફ યુ પે એટેન્શન યુ વીલ ગેટ એટલીસ્ટ બી ફોર શ્યોર. કેન યુ સરપ્રાઈઝ યોર મોમ વીથ ધેટ ? ' શી સ્ટાર્ટેડ ક્રાઈંગ ; ' આઇ ડોન્ટ હેવ મોમ ! ' શી ડાઈડ ઓફ ઓવરડોઝ !! ' બીલીવ મી આઈ વોઝ સ્ટન !નમ ! એજ સ્કુલ માં ત્રણ દિવસ કામ મળ્યું. થોડી ઘણી વાતો ની આપલે થતી રહી. એના બેકગ્રાઉન્ડ વિષે. આઈ ફેલ્ટ સોરી ફોર હર !! આઈ વોઝ ઇન શોક !! એન્ડ આઈ ફેલ્ટ હેલ્પ લેસ !! કમનસીબે મહિના પછી મળ્યા ત્યારે સ્કુલ ના ગ્રાઉન્ડમાં બોમ્બ થ્રેટ ની બાતમી મળી ને અમે મળ્યા વગર છૂટા પડ્યા. આઈમીન સ્કુલ બંધ કરાવીને સૌ સૌને ઘરે ચાલી નીકળ્યા. આથી વિશેષ સાંસ્કૄતિક અનુભવ બીજો તે થયો કે હોશિયાર છોકરો પોતાનું હોમવર્ક કરીને બનાવેલું મોડલ લઈને ક્લાસરૂમ માં આવ્યો ને બીજા છોકરાએ તે તોડી નાંખ્યું ને નિર્દયી બનીને તેને ખૂબ માર્યું, ટીચર રાડા રાડી કરતી હતી. બધા છોકરાઓ ચિસાચીસ કરતા હતા. ને બાથરૂમ માં નિર્દોષ છોકરાને બીજો દિમાગી બિમારવાળો છોકરો પીટતો હતો. પ્રિન્સિપાલ દોડતા આવ્યા ને છૂટા પાડ્યા બન્ને ને. ટીચર ડોન્ટ હેવ ઓથોરીટી ...જ્યારે પહેલા તો ટીચર માનતા કે સોટી વાગે ચમચમને વિદ્યા આવે ઘમઘમ !' ઓથોરીટી ની વાત છે...મારઝૂડની વાત નહીં સમજ્તા. પણ અહીં ની સ્કુલ સિસ્ટમની વાત અનેરી છે. કાગળોના કાગળો માં લખાય છે દોરાય છે...વંચાય છે, પણ છોકરાઓ ને કેલક્યુલેટર જ ફાવે છે આંગળાથી ગણવાની પ્રથા કોઇ જાણતું નથી...!! ---રેખા શુક્લ