શુક્રવાર, 5 સપ્ટેમ્બર, 2014

નોમસ્તે કરકે...!! ઉધાર માંગતે હૈં

નોમસ્તે કરકે...!!
લમ્હે યુ સતાયે...દૂરી યા મજબૂરી ક્યુ રૂલાયે
જલ ભર જાયે ઇશારે,ચૂપકે સે સબકુછ બતાયે
---રેખા શુક્લ


नोमस्ते करके...!!
लम्हें युं सताये...दूरी या मजबूरी क्यु रूलाये
जल भर जाये इशारे, चूपके से सबकुछ बताये
---रेखा शुक्ला

ઉધાર માંગતે હૈં મૌત ઔર ન અબ દેર કરો
યારો સબ દુઆ કરો ઔર ન અબ દેર કરો 
----રેખા શુક્લ

उधार मांगते हैं मौत और न अब देर करो
यारो सब दुआ करो और न अब देर करो
----रेखा शुक्ला

घर लई जईओ...

સાવન આયો ઘર લઈ જઈઓ
થારી પ્રિત રુલાયે એક બુંદ બરસાયે દિલ ડરે
આવઝ છૂ કે ચંદા તેરી ચાંદની દિલ જલાયે
સુનિયો જી અર્જ હમારી ગુંજન સાજ ભરે હરે
બાદલો પે ચલને દેખ, પિયા સાવન રૂલાયે
----રેખા શુક્લ


सावन आयो घर लई जईओ...
थारी प्रित रूलाये एक बुंद बरसाए एल डरे
आवाझ छूके चंदा तेरी चांदनी दिल जलाये
सुनियो जि अर्ज हमारी गुंजन साझ भरे हरे
बादलो पे चलने देख, पिया सावन रूलाये
----रेखा शुक्ला

રણઝણિયું


ઉત્સવ ઉજાસ, નો છે મર્મ ઉંડાણનો
ગમગીની વેચાય હાટડીએ ભૂલી હાસ્યનો
પાછા આવો તમે, રાતી ચોળ રાતનો

રોજ રડે ઉજાગરો, ભોળી યાદ વાતનો
જમાવીને બેઠી અડ્ડો, અજંપો ઘાવનો
ઠોકરો ને ફોસલાવી વ્હાલ ભાવિ વાતનો

સીધુ સરળ નામ મુજ નું ગુંજે તું ગીત ગાતો
નાનું નાનું 'રણઝણિયું' મૂકી હસાવતો
ખોટું ખોટું હસી ને મુજને ફોસલાવતો

----રેખા શુક્લ

રવિવાર, 31 ઑગસ્ટ, 2014

કવિતા છે બહુમાળી


શબ્દો દઝાડે લો
ગરમા-ગરમ
"ઘાણ" નીકળ્યો
કવિતા ને ચસ્કો ચડ્યો
ફોટું ના પડે ફોટા લો
સ્પેશ્યલ એક 'કેફ' ચડ્યો
પડાપડી શબ્દ્કોષ
ને ભંડારિયું 
ટવીટ બાઈટે ચડ્યો
અહીં છબી કરે લો 
છબછબીયાં બાકી
કોરૂં કોરૂં ફોરમે ચડ્યો
ખોળતી રોજ ખબર ની મોજ
આ ખોજ-ફોજે વાદળે ચડ્યો
અંતે વરસાદી મા'ણ ચડ્યો
માળ ચણ્યો, હા 
કવિતા છે બહુમાળી 
આમ ભળી 
ખળ ખળ ચડ્યો 
----રેખા શુક્લ

હળવા થવુ


ખાલી થવું હળવા થવુ આમ ને આમ લાંબા થવું
એફબી માંથી મિત્ર મંડળ ઓછું કરી હળવાશ થવું
લોન-મોર્ગેજ-ભરતા ભરતા જીવનનું ટૂંકાવુ થવું
અક્ષર ફાડી ચિત્ર ઉપજે ભાળ કવિતા નું એક થવું
ફાડો ચિત્ર ને તરે માછલી હા તેનું ભાન ગુંચાંવાનું
ટેન્શન માં રચ્યો પચ્યો ખાસ તુજ થી કૈ ન થવું
બિકિનિ નો લાગે ભાર તો બિંદાસી આભાસ થવું
હોવું થવું મરવું જીવવું આમા સાચે શું શું થવું !
સાપની કાંચળી રઝળે તુજ "સ્પા" નું રોજ થવું
દેહ છોડી આત્મા નું દૂર ક્યાંક સ્વજન નું થવું
ભરે રંગો પેઈન્ટીંગ માં નાજુક સ્મિત ગુંથાવાનું
પાલવ પકડે રોજ લાગણી મિઠુ હાસ્ય નગ્ન થવું
----રેખા શુક્લ

હા વ્હાલ કરો ને....!!


જાત ભીંજે ભાત નીતરે સાંજ થઈ કામણ ચિતરે
ચાહ ભીંજે આસમાની ઓઢણી માં પ્રેયસી ભિતરે
-----રેખા શુક્લ


વળી ગયેલા ટેરવે નોનસ્ટોપ પંપાળે "બા" તો નાનકી એના પેટીકોટમાં બા હવે મારો વારો મને વ્હાલ 
કરો ને...!!
અરીઠા થી ધોયેલા સુંવાળા લાંબા વાળ જા તડકે 
બેસ કહી સુકાય ને ટોપરાનું તેલ નું માલિશ હા 
વ્હાલ કરો ને...!!
પ્રેમની લ્હાણી, લવ ની વાવણી, આરામ ખુરસીમાં 
ફરમાવે દાદુ ચશ્મા ચઢાવી, ચેહરા વાંચે હા વ્હાલ કરો ને....!! -----રેખા શુક્લ

શુક્રવાર, 29 ઑગસ્ટ, 2014

યાદ આવે શિશુ થઈ


રંગીન બરફના મસ્ત ગોળા
બરણીમાં આથેલાં આમળા

ને ભુલાયેલી ઓરેંજ પીપરવાળા
ચોરી ગયા મારા મુજને મારામાં રેહનારા

કૂંણા પુષ્પો ની ડાળખીએ
તુમાખી તોર વાડ કાંટાળી
તમે શ્વાસ માં ભળી ગયા
આંખ્યુ ની લિપિ ઉકેલો
ગુલાબ દઈ દિલ લેનારા

દાવ દઈ ના દઝાડશો
ફુગ્ગામાં વાગી ફાંસ
પગપાળા નીકળી ચાલ્યા
ભૂલી મેળાપ ના ગાન
વરસ્યા ભીતરે કિરણ થઈ

કૄષ્ણ પ્રિયતમ વ્હાલા
પંખીડુ હવે રિબાય જો
ઉઘાડો ને આભનો ઝરૂખો
એક ઇરછા ઉડી "આવજો"
ખુલ્યા અક્ષર ચૂમી ઉઘાડજો
----રેખા શુક્લ