કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
મંગળવાર, 26 ઑગસ્ટ, 2014
બતકા વ્હાલ
બેઠા બતકા વ્હાલ કરે, સ્ટીફ ફીગરીન્સ આભે ઝૂરે
સંબંધ ના મૂળિયા ખરે, એંધાણ જો ફળિયા કરે !!
સાક્ષીભાવ અંતરમન કરે, કામણગારા ભાવ સ્ફૂરે
----રેખા શુક્લ
રડતો કાંઠો ભૂલી ભાન લૂંછે આંખ ભેટે છે ભેટી સમંદર વળતું વ્હાલ પહોંચાડે છે !!
ગલી માં ચાંદની વિખેરાઈ અચાનક છે
વેઠી પ્રસવ પીડા તોય કરે વ્હાલ છે !!
માસુમિયત ભીંજવે ઉંમર નો પડાવ છે
ઇતી થી અંત સુધી ઝંખતો ચડાવ છે !!
----રેખા શુક્લ
વરસાદી સેંટ
એક ઉમ્ર વિતે ખરી પથ્થર ને દિલ બનતા
તેથી જ કંડારાય તું આંસુ જેવા અક્ષર બનતા
----રેખા શુક્લ
આખી ધરણી મહેંકે અહી સ્મિત માં વરસાદ ના સેંટથી
તન મન તરબોળ અહીં રક્તમાં વરસાદી સેંટ ના ધેનથી
---રેખા શુક્લ
શુક્રવાર, 22 ઑગસ્ટ, 2014
પોપટડી....વરણાગી
ટપકું પાણી બટકું મરચું અંગે અંગે થી સિંધાણી છે
પોપટની ખાંસી એ લીધો ઉપાડ ચોમેર ફેલાણી છે
નજીક રેહવાતું નથી દૂર જવાતુ નથી પિંખાણી છે
અહળંગો લાગ્યો એકમેક ની જુદાઈમાં જોડાણી છે
એક દા'ડો વ્હાલ નો, બીજો શમણામાં રોકાણી છે
પારેવડી ની આવે યાદ ઘૂં-ઘૂં.... માં રોવાણી છે
મીઠડી પ્રિયતમની હસતા હસતા જ ખરપાણી છે
-----રેખા શુક્લ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)