બુધવાર, 20 ઑગસ્ટ, 2014

બંધ અધરે મગ્ન...


હ્રદય ને ઉગી કાંગરી...
ઉપર ઉગી વેલ..
વેલ ને બેઠા ફૂલ...
ને સુગંધ ને આવી ગઈ પાંખો
વળી વળી લળી લળી ...
ખીલે કળી ભળી મળી...
શાન ભાન ભૂલી... 
બંધ અધરે મગ્ન આંખો
---રેખા શુક્લ 


"માધવ"


"હલ્લો"..."હાય" માં ક્યાં પતે
જ્યાં સપનાઓની વાંછટ વરસે

નયનરમ્ય ભીનાશ માં શું પતે
ગળાબૂડ પ્રેમ માં શું શું તરસે 

વહેતા રૂધિર નું જો મારણ વસે
અસ્તકાળે શ્વાસ નું ભારણ વસે

ખિલવાની આદત કળી માં વસે
એક કાગળના ફૂલમાં સુગંધ વસે

ખરે થઈ પાંદડી છે પાંદડી હસે
એક એક ભાસ બસ રોજ રોજ ખસે

"ટેરીફીક" ધબકારના અંકૂર ફૂંટે
સંગ સજ્યા શણગાર હવે સાથ છૂટે

બદલવાનો "પોઇન્ટ ઓફ વ્યુ" ખૂંટે
સ્વ થી લડવાનું હા સાહસ કૈં તૂટે 

ન બાંધવા ને "માધવ" પડદો પડે
આંખો મિંચાય મોરપીંછ આવી અડે
----રેખા શુક્લ

મંગળવાર, 19 ઑગસ્ટ, 2014

ખુલ્લી છે !!!


તપ્યા કરે ધરતી કારણ "મા" છે...તરસ્યા ની છીપાવે તરસ કારણ તે "સ્ત્રી" છે...આ ભરતા બપોરે તપે ઝૂંપડી તોયે "પરબ" ખુલ્લી છે
------રેખા શુકલ


રાત વાંચ્યા કરે જીવન ડાયરી...ને સુંઘ્યા કરે શબ્દો રાતરાણી..
ભીતર નું ટમટમિયું લા'વ ઝીણી જલ્યા કરે..તમરાં રાતરાણી...
સાવ લગોલગ તું આવે શ્વાસ માં સુગંઘ ફરે...ચાહત રાતરાણી..
------રેખા શુકલ


પલ્લુ વેર્યા કરે સતત શ્વેત ધારા...
આ પલ્લુ ના છે નાજુક રિશ્તા ...
જેમાં પલ્લુ માં પલળ્યા કરે નાજુક રિશ્તા !!
------રેખા શુકલ


આ સંસાર કેવો અજીઠો મધમીઠો નેહ મારૂં નાણું..આવ રે સાજન... રાત આખી સૂઈ ને સૂરજ ઉગે સવારે તેથી તેની આંખમાં ઉજાગરા ની હોય લાલી...લથડતી ચાલતી ચંચળ હવા નો હાથ ઉઘડેલા ફૂલે લીધો છે ઝાલી ને પેલા અવળચંડા ભમરા કર્યા કરે ચૂમ્મી ઉપર ચૂમ્મી ....આ ઝાંકળ થઈ ને ક્યાં સુધી મારે જીવવું ..આંખો માંથી સર્યા કરે આંસુ ની ધારા...આવ રે સાજન....!!
------રેખા શુકલ   

બુધવાર, 13 ઑગસ્ટ, 2014

હસતો મળ ને કા'ન


મ્હોરા પાછળ કણસતું, આગળ આવી ને રેહવાનું
દર્દ દિલના ઉઝરડા, આંખે થી તો છે સરવાનું !!

કરોડરજ્જુ મગજ હોય તોય, દિમાગ આવી ખાવાનું
રક્તના ટીંપા રડે તો , કયા ટેરવે એને લૂંછવાનું

દોરેલ વાર્તા ફરી ભૂંસીને,મુઠ્ઠીમાં સમય ભરવાનું
સૂકી રેતીમાં તરે માછલી આમાં સાંબેલું શે વાગવાનું

શાણો ક્યાંય ના માણસ રેહશે, એજ યાદે સેહવાનું
બહુ ચૂંથાય જીવતાં જીવતાં, રહ્યું એમાં શું મરવાનું

વેડફાય ભલે ઘણું ધન, તોય દાન ભલાઇનું કરવાનું
આગળ પાછળ ટળવળે ઉંહકારા, એમા શું ગુંજવાનું

કો'ક દિ'તો હસતો મળ ને કા'ન,કરમધ્યે જ મળવાનું
રાખ એક દિ' મુજ ક્ષણોની પોટલીયે તુજનું ગૂંથાવાનું
-----રેખા શુક્લ

શનિવાર, 9 ઑગસ્ટ, 2014

ગલગોટુ


ભર્યો, ખજાનો વાતનો, આંખમાં 
જોયું, હસતું છોરું, એક કાંખમાં 
મધુરભાષિણી, નાનકું ગોરું ગોરું 
કોરું કોરું, ભૂલકું થઈ, ઉઠાડે તોરું
અરે! એક વાર તો આવને ઓરું
ભીતર મોરું ભિંજવે ગલગોટુ છોરું 
ગળે વળગાડી રમાડતું ગોરું છોરું
----રેખા શુક્લ

ભાષા


અશ્રુઘરમાં સળવળાટ ને લાગણી નો તરફડાટ છે
શ્વસનમાં ઉશ્કેરાટ ને વિસ્મયતા જાય સડસડાટ છે

લલિત શૈલી, ભાષા સ્વાદિષ્ટ, સંવેદના રમતિયાળ છે
ક્યાંક લાગણ્ય ને ક્યાંક લજામણી માં લાગણી રસાળ છે
----રેખા શુક્લ

શુક્રવાર, 8 ઑગસ્ટ, 2014

આકાશે !


બાંધણી જેવું કંઈક... ખર્યું ચોમાસે આકાશે
અવસર તિથી મુકામ ઠર્યું પગલીઓ આકાશે

ક્યાં ખોવાણિ દિલ ની ધડકન વાદળી આકાશે
હોય આસપાસ ને ખોવાંઉ ચોમાસે આકાશે !
-----રેખા શુક્લ