શનિવાર, 31 મે, 2014

તરફડતી



અરિસો બની અદબથી નમ્યા તમે
નમણે ચેહરે પ્રતિબિંબ બની ઝુક્યા અમે
----રેખા શુક્લ


શરાબી માછલી તરફડતી કિનારો ઢાળીને
ગુલાબી માછલી ફફડતી કિનારો વાળીને
----રેખા શુક્લ


સંવર ગયે, નિખર ગયે ફિર ભી હમ બિખર ગયે..!!
----રેખા શુક્લ

संवर गये , निखर गये फिर भी हम बिखर गये...!!
----रेखा शुक्ला

ઝગમગ અક્ષર



જીવનમાં ડગલે ને પગલે નિશાળ આવે
જ્ળ ધકેલી શબ ને પગલે શિયાળ આવે

કાગળ ને કલમ ને પગલે કાવ્ય આવે
ઝગ મગ અક્ષર ઝળહળી ભાગ્ય લાવે
----રેખા શુક્લ


કોરું પુષ્પ ખિલ્યું તુજ આંગણમાં
વિરહણ નો પ્રણય તુજ આંગણમાં
-----રેખા શુક્લ

અંદર બાહર તુ ને તુ


સ્વરનો સન્નાટો છોને રણકે ચારે કોર.....

કરી તો જો કોશિશ ફાવશે તો કહુ હુ
શબ્દ તેને કેમે સમજાવે તો શું કહુ હું

આ ફૂલ જેવા ખિલ્યા ચેહરામાં કૈંક હું
પરપોટો હસે અને રડે જો કૈંક કહું હું

આ ચમક્તી આંખો તારી કહી રહી હું
તે ગીત યાદ કરાવે તો બોલ કહું હું

ઓરો આવે લે છોરો તો કહું ને હું
બતાવ જરાંક તૈયારી તો લે કહું હું

પગલાં ડગલાં ધક ધક વહે કહું હું
અંદર બાહર તુ ને તુ મહેશ કહું હુ
-----રેખા શુક્લ

facebook ના પાણી..



પલળી ગયા તસ્વીર જોઈ તસ્વીરે છત્રીમાં કર્યા
દોડ્યા કરી વહ્યા કરી એક નદીમાં જઈ ઠર્યા !!
---રેખા શુક્લ



બે શબ્દની વચ્ચે ધબક્યું કાળજું
કલમ ની ડાળે ટહુક્યું કાળજું !
---રેખા શુક્લ


મોરપિંછાનો ગાલીચો ને ફલોનો ઝુલો...
કવિતાના ગુલદસ્તા ને ખિ-ખિ કરતા મિત્રો...
લાગણી ની હોડી તરે, facebook ના પાણી..
૩-૫-૩ ના ટપકાં ના કમળે બિરાજે લક્ષ્મીજી...
-રેખા શુક્લ

ક્શું બનતું નથી



નીંદર માં છે ભાગંભાગ ચાહતની સપનામાં
છાંટવાની છે... સવાર આપણે હાડમારી માં
નવરાશની બે ક્ષણો ઓગળી જવાબદારીમાં
ને કારણ વિના ક્શું બનતું નથી નવરાશમાં
----રેખા શુક્લ

'પગરવ'


અનેરી ઓળખ લઈ ને આવે 'પગરવ' 
ફૂંટે કૂંપણ કવિતા ના છોડને ફાલે 'પગરવ'
આતુરતા ને દે આકાર અવનવો 'પગરવ'
ચોરી ચોરી ધીમી પગલી પાડતો 'પગરવ'
-----રેખા શુક્લ

દિલ એજ છે


ઝખ્મો ના વાર એના એજ છે
રંગીન જીવ ના આકાર એજ છે
શ્વાસ હો જુદા ભલે દિલ એજ છે
પાણી ના પરપોટા એના એજ છે
----રેખા શુક્લ