શનિવાર, 31 મે, 2014

પિયુ....પિયુ


ગુંગળાતા શબ્દોને ઠોકરે ઘડાઘડ ગબડવાનુ
પરોઢનો વાયરો મુંઝવે ઝરમર ઝરમર સહેવાનું
....---રેખા શુકલ


ફુંક મારી દઝાડે તુ
વિહવળ કરી મગ્ન તુ
---રેખા શુકલ


ધસમસતી હું લાગણી ને તું નાથ તો પિયુ
કોયલ થઈ હું ગાતી ને તું મોરલો પિયુ !
----રેખા શુક્લ

રવિવાર, 6 એપ્રિલ, 2014

ખુશ્બુ થી ભરી ભરી...


અંતરિક્ષમાંથી ગુજરી, પ્રકાશમાં ગુજરી ડરી ડરી
ગુરૂની ગમતી ખરી ખરી, કસોટી થી ભરી ભરી

ફૂંવારો ને ફૂલદાની, ફૂલડાં માં ખુશ્બુ થી ભરી ભરી
વેબને વળગી ભળી, જો આંસુમાં તો ખરી ખરી

પ્રસંશનીય વૈભવી, ખુશ્બુ પણ ચિપકી જરી જરી
બરફનું એક પંખીડુ ઉડતું જઈ ગગને ફરી ફરી
------રેખા શુક્લ ૦૪/૦૬/૧૪

અરિસે મિલન...


પાનખરે કૂંપણ ફૂંટ્યું, એક ફૂલ પથ્થરે ઉગ્યું
હોંચી હોંચી કરતું ભાગ્યું,પાછળ શ્વાન પડ્યુ

શ્વાસ લેવા જો રોક્યું તો શ્વાસ જ છોડી ગયું
કૄષ્ણ કૄષ્ણ ની તૄષામાં શબ્દ તરોવર તર્યું

અજનબી અવનવી દુનિયે જાણીતું કોઈ જોયું
આંખ્યુ ના અરિસે મિલન રાધે-શ્યામ હસ્યું
----રેખા શુક્લ

શનિવાર, 29 માર્ચ, 2014

માફ કરજો


જનાજા માં બાંધે તેમ બાંધી દો હવે...
હાડ-માંસ થી યાદો અલગ થઈ રહી હવે...
બ્રેકેટ્સમાં જીવાય જિંદગી રહી રહી હવે....
ટ્રાયફોલ્ડમાં બટકી જિંદગી રહી રહી હવે.....
----રેખા શુક્લ

રોજ ખેંચ-તાંણ નસો કરે.... વસાવી વસાવી વણાયું છે હ્રદયમાં નામ તારું !!
ચળાઇ જાય, ચણાઇ જાય, ભળી ને તણાઈ જાય ત્યારે કળાઈ જાય નામ તારું
---રેખા શુક્લ
માફ કરજો જો ભુલાઈ જાંઉ હું મારાથી...દોસ્તી તો યાદ રહી જશે 
આપ સર્વેથી...

ઇન્ડીયામાં ટાકો-બેલ હોય તો?


ઇન્ડીયામાં ટાકો-બેલ હોય તો?
બે પ્લેટ ભેળ ને એક પ્લેટ પાણીપૂરી જો તેમાં વેચાય તો?
બાળપણમાં આવતો શંકર આવી વાસણ સાફ કરી જાય તો?
નીલકંઠ મહાદેવ રસ્તામાં ફૂલની દુકાન હસ્તામાં મળી જાય તો?
લક્ષ્મી ના કેહવાય કાંત  પણ હસ્તા હસ્તા અડી જાય તો????
ન્હાની વય ના ભળ્યા મહેશ પાછા આવી મળી જાય તો???
લવ કોંકર્સ ઓલ એમાં ઘડપણના દર્દ આવી જાય તો????
-----રેખા શુક્લ

ડાયવર્જંટ


ડાયવર્જંટ મુવી જોયા પછી--
મેઝ માંથી રોજ પસાર થાય જિંદગી અહીં
પાછળ વળી જુઓ તે પેહલા આગળ ખુલે દરવાજો
 ને પાછળનો બંધ કાયમ માટે થાય અહીં
અંજાન રાહ પર કદમ ફીયરલેસ પાડી રોજ ભગાવે જિંદગી અહીં
રોજબરોજ ભંગાવી ને રોજ રોજ ભાગે જિંદગી અહીં
-----રેખા શુક્લ

રવિવાર, 16 માર્ચ, 2014

બજાર રિશ્તોની


કોને ખરીદું અને ક્યાં વેચાઈ જાંઉ છું
આમ તો દુનિયાની છે બજાર રિશ્તોની 
ધૂપમાં લો બરફ થઈ પીગળી જાંઉ છું
આગ વરસે વરસાદે લો હું ટપકી છું !
દર્પણ બની ક્યારેક  જો આવી જાંઉ છું
જાત ને મળવાની હિંમત ભરી જાઉ છુ
રહેઠાણ ગણે આવી મુજમાં સમાંઉ છું
મારી બધી મન્નત પૂરી કરી લઉ છું !!
-----રેખા શુક્લ