સોમવાર, 17 ફેબ્રુઆરી, 2014

થાળ....મીસ યુ....

ફૂલ થૈ ને ફૂંટતું રોજ જાગરણ 
આંગળી ના ટેરવે નોલેજ પારણ 
રાતને ફૂંટે અંકુર થઈ ને ઉગે ઝાંકળ
મન ભરી ને માણે સૂરજ ભરીને થાળ
----રેખા શુક્લ


બિકિનિ અમથી પેહરે, જુઓ તો નામ ની પેહરે
તીરછી નજરથી ઠહેરે, વ્હિસ્કીની દુર્ગંધ ચહેરે
તોય કહે શાણા મા'ણા નાઈસ તુ વોન્ટ ટુ મીટ યુ
ઓસમ લુક્સ ઇન મિનિ સ્કર્ટ ટુ સોરી ટુ મીસ યુ
----રેખા શુક્લ

રવિવાર, 16 ફેબ્રુઆરી, 2014

ગયા



લાગે છે કેટલા વરસો પછી ભળી ગયા
ક્યારેક જ્યારે વરસોમાં કેમ છો પૂછી ગયા
શહેર નો લાગ્યો ભાર વરસો ખમી ગયા
ઘરમાં પૂછાયું ને તો દોસ્ત થઈ નમી ગયા
પગેરૂ સાથિયા આવી હથેળી માપી ગયા 

અમથા વ્હાલે બસ આંગળીઓ ચાંપી ગયા
ભડકા નથી દઝાડતા બરફ ઠારી ગયા
ઉઝરડા અભિનયના વ્યવહાર મારી ગયા
યાદ હજુ કેમ તાજી પાછી કરાવી ગયા
ગણ્યા માન્યા તો ય સોડિયમ નાંખી ગયા
--રેખા શુક્લ

શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2014

વ્હાલ


ટપટપ ટપકી ફરે અટકી કરે વ્હાલ
વાયુ સંગ વહેતું મોકલું મા નું વ્હાલ
સૂરજ જેવું રૂપ ધરી ફરી વળે વ્હાલ
કેવા અક્ષરના રોજ રાતે આગિયા ફરે
રાત આખી મૌન હાલરડાં મીઠા ગાય
ઉંઘમાંય ગગનગોખથી તારલિયા ગાય
ગદગદિત સ્વરે ચરણસ્પર્શ આવી કરે
કેવા અક્ષરના રોજ રાતે આગિયા ફરે
---રેખા શુક્લ

ધીમા ટકોરા


અંતરીક્ષની બારીએ આકાશી ઓઢી ચાદરે
સાવ અનોખી દુનિયા હતી ગામને પાદરે 
સૂતરના તાંતણે પાકા બંધાતા સંબંધ આસરે
નિંદર તોડી રાત જાગે ઠાલા વળગે બાપરે
કોણ આવી મનને કમાડે દેતું મીત નું દસ્તક
કોણે આવી ગીત ગાયું મારી પ્રીતનું મુક્તક
છાનો પગરવ સાંજનો શબ્દો ધરે હવે સાંજ
ધીમા ટકોરા, હળવા કદમ માંડે ઘેરાતી સાંજ
---રેખા શુક્લ

ગુરુવાર, 6 ફેબ્રુઆરી, 2014

પળો....

પળે પળે પાળો પળો...પળે પળે પલળે પળો
વધતી જાય ઘટતી જાય આ તે કેવી સાંધતી જાય
વડવાઇ પર ચઢી વેલ બસ પળમાં વળગતી જાય
પલળે પળો... પલળી પલળી પામો પળો
----રેખા શુક્લ

પળો
ક્ષણોની પોટલીમાં ભરી સુખ દુઃખની પળો
આવતા જતા નજરે પરિક્રમા કરે કૈં પળો
જિંદગીના નાના-મોટા ડૂમા સાચવે પળો
રમતે ભમતાં ખડખડાટ હાસ્ય ની કૈં પળો
ખોબો ભરી ને રડ્યા એવા સ્મરણ ની પળો
ફ્રેમમાં મઢાઈ મલકતી ક્ષણો જોવાઈને પળો
----રેખા શુક્લ

બુધવાર, 5 ફેબ્રુઆરી, 2014

કેવો સંબંધ થઈ વરસાદ ભીંજવે !!


પાણી વિનાની તરફડતી રંગીન માછલી !!
પહેલા બની આદત પાણીની તો થઈ માછલી
આદત બની ગઈ જરૂરત સોચતી થઈ માછલી
વધ્યો સંસર્ગ પાણી થી જીવે જિંદગી માછલી !
---રેખા શુક્લ ૦૨/૦૪/૨૦૧૪

વરસાદ આવ્યો વર..સાદ લઈ ના ધરાયો
બુડબુડ ભરાયો ઘડુલો ત્યારે જઈ ધરાયો
--રેખા શુક્લ

બરફ



ઉષ્મા થઈ રોયું વાદળે થી...ઠરેલા માનવી પર આંસુ ..જાણે બરફ નું ફુલ ચઢે !! 
ને ચણોઠીના ઢલગે વળગી હસ્તા હસ્તા રડે બચપણ અડી અડી !!
-રેખા શુક્લ


વવાઈ ગયો લાગે છે બરફ વરસો થી જમીને
છવાઈ ગયો ફરી છે બરફ વરસોની જમીને !
અહી ફૂલ બરફ...માળો બરફ...માનવી ને
જ્યાં જુઓ ત્યાં ચાદર મળે સફેદ જમીને !
ક્યાં થી લણું બરફ પાકો પડતો રહે જમીને
સુકી ડાળો સુકા વૃક્ષો ઠંડાગાર ઉભા જમીને
----રેખા શુક્લ ૦૨/૦૪/૨૦૧