મંગળવાર, 10 સપ્ટેમ્બર, 2013

દુપટ્ટો

ચાલવા વરસાદમાં લઈ ભીનો દુપટ્ટો હાથમાં
શરમાઈ હસ્તી વાતમાં ને ભર્યો દુપટ્ટો સાથમાં
ઢળી ઢળી નજરું રાખમાં ઝુક્યો દુપટ્ટો વાતમાં
અમથો દોડે વર-સાદ થઈ મુક્યો દુપટ્ટો હાથમાં
---રેખા શુક્લ

ચશ્માં લયના...કાગળ નો કર્યો ફેન છે..!!

પાંદડે પાંદડે અહીં દીવા સુખી પ્રદેશે....
હથેળીમાં પોઢેલો ચંદ્ર લઈ મણ મણ નો બોજ છે
ઘરથી ઘર તરફ ઘર વિનાનું ઘર છે.....

ઝુંપડાનું ભર્યું ભર્યું વાસ્તુ કરવાં કાગળ નો કર્યો ફેન છે
સુરજ ઉગવાની વેળાએ મિલનનું ભોળપણ છે
ભાડાની ઓરડીએ વિજયી સ્મિત-વિંડો, ડુંસકા ની દિવાલો છે
---રેખા શુક્લ

હરખપદુડી લાગણીઓ અમુલ્ય છે !

ક્યાંથી લાગ્યો "જીવ" ને શબ્દ નો મોહ છે
ત્યજવાનું બધું હોય પછી કેમ વળગણ છે

ઝખ્મી શબ્દો ને શબ્દનો મલમ ગમ્યો છે
દવા લાગે શબ્દો ને દુઃખ શબ્દ વમળ છે

મિસરી જેવી સખી આવીને વ્હાલ કરે છે
શબ્દ પાંદડીએ આખી ને આખી ઠારે છે
----રેખા શુક્લ

સોમવાર, 9 સપ્ટેમ્બર, 2013

દીપ દરવાજા

થોડા બચ્ચા દીપ ના
તપતા બચ્ચા દિવાના
કરવા શબ્દ નું અજવાળું
---રેખા શુક્લ 

પગમાં ખિલ્લા ખુંપાણા, ભટકી દિશા ઓ ના દરવાજા 
શ્વાસ છેલ્લા અટકાણા, ગટકી ગંગાજળી ના દરવાજા
સવાલ ખડક ઉભરાણા, જવાબ વાદળી ના દરવાજા
અવાજ કરી ઝબકાંણા, વરસી દેખાણા કે'ના દરવાજા 
---રેખા શુક્લ 

હમદમ

લમ્હોંકી ચીંખે ના ભુલી યું મુજસે 
ખફાં ખફાં કિસ ખતાંકી સજા લી મુજસે 
રાઝે દિલ બડા માસુમ હાય હમદમ મુજસે
ચૂપ હૈ તસ્વીર કાતિલ નજરે મુજસે 
---રેખા શુક્લ

wood અસર છે...!!

રેશ્મીતંતુ પળભરની મહીં પગભરતી 
વડીલ પિયર જન્મભૂમિએ વેરાયટી 
---રેખા શુક્લ

અહીં wood શ્વાસ લે છે ..
થંડી થી તંગ ચોલી છે...
લો કહો wood પર ચોલી છે...?? 
અહીંની થંડી ની લાગી અસર છે...!!
-----રેખા શુક્લ

સૌથી સરળ પેહલો પહેલી નાતો...!!

સૌમ્ય છે નિર્દોષ છે ગજબ પહેલી તે નાતો
સહજ ને સરળ આઇનો ના ખુટે તેની વાતો

તરબોળ ગાંડોતૂર પ્રેમી વહી ધકધક જાતો
પ્રથમ બાળકનો પ્રથમ કિસનો છે જાણીતો

પેહલો વહેલો બહુ સતાવે કૄષ્ણ કેરો નાતો
પહેલા ને પરણે પહેલી મીઠ્ઠો મઘમઘ નાતો
---રેખા શુક્લ