મંગળવાર, 30 જુલાઈ, 2013

મુદ્રાઓ

નૄત્યની મુદ્રાઓ પ્રગટ કરી ગઈ
ધન્યતા આંખો સજળ કરી ગઈ
વળાંકની અદાઓમાં સરી ગઈ
ગુરૂની શ્રેષ્ઠતા પુરી કરી ગઈ !
---રેખા શુક્લ

ડુબી હશે અડધી પ્યાલી ગઝલ પંચમી

ડુબી હશે તરી જશે; અશ્રુ બધા હરી જશે
દિશા એ પરી જશે; ફુલ થઈ ખરી જશે !
---રેખા શુક્લ

અડધી પ્યાલી ચાય માં ટપકે ધારા અશ્રુ ની
સુકવવાને ભીનું વાદળું સુરજ ધારા કિરણોની
--રેખા શુક્લ

ૠષીપંચમી પછી આજ ગઝલ પંચમી જોઈ
ગુરૂપુર્ણિમા પછી સંગે ગુરૂદક્ષિણા ગમી જોઈ
---રેખા શુક્લ

રાધાની લટ

રાધાની લટ તો કાન્હા ની લત થઈ ગઈ
સર ર ર ર સ્પર્શી તો ખત થઈ ગઈ...!!
ધોધમાર ખુલી ગઈ તો શામ થઈ ગઈ !!
પુર્ણિમા ની રાત માં રૂપેરી ઝાંય થઈ ગઈ
----રેખા શુક્લ

સોમવાર, 29 જુલાઈ, 2013

મેં ઠહરી અરમાન હું

ઇન્તજાર હું એકરાર હું કતરા કતરા ખતરા તેરા મૈં તેરી પેહચાન હું
સંવર ગયે શ્રૂંગાર બનકે ધડકનકી તરહા તેરે ઘરમેં તેરી મેહમાન હું

બસંત બહાર કા પેહલા પત્તા ઔર ભોલી પતઝડકા આખરી પન્ના હું
નીલે આસમાન મેં ઠહરી અરમાન હું ખ્વાબકા નજારાં બાગવાન હું

પરવરીશ કર બંદે ગુફ્તગુસે ભરી ભરી તરન્નુમ તેરી કદરદાન હું 
શોણી જાની માની ગઝલ સે ઝુકી ઝુકી અનકહી તેરી દાસ્તાન હું

તુજ મે રહું શિવ કી હું બુંદબુંદ તપન સે લગન રૂંહમેં અંજાન હું
મેહબુબ કા પ્યાર, સિતારોંકે આંગનકી ચહીતી તુજમે જુડી જાન હું
-----રેખા શુક્લ 

મારા મજાના શિવજી

શ્વાસ નું વ્હાલ મારા મજાના શિવજી
આંખનું ધ્યાન મારા મજાના શિવજી

મોરપિંછી રંગે મારા મજાના શિવજી
સંગાથી ઉમંગ મારા મજાના શિવજી

મોહન થૈ ખોળે મારા મજાના શિવજી
ફુંકથી  ઉઠાડે મારા મજાના શિવજી

ચાંદની ઓઢાડે મારા મજાના શિવજી
રીઝવે છલકી મારા મજાના શિવજી
--રેખા શુક્લ

જોવા જાઓ તો ઝટ ઘુંઘટ આડો કરે નાજુક નમણી નાર નવેલી .....
પગલી પ્રેમી ભાળી નાસે નાની મજાની ખિસકોલાની ખિસકોલી.....
---રેખા શુક્લ

હેલી...!!

સ્મરણ ની હેલીઓ ઉમટી ગઈ
ચાલી જતી રાતે શર્માતી ગઈ

મજબુર ને ચકચુર સમાતી ગઈ
કોર પકડી બેશરમ રોકાતી ગઈ

મન ભ્રમર ચગડોળ કરતી ગઈ
પ્રાણવાયુમાં રમતી હસતી ગઈ
--રેખા શુક્લ

શમણું

મદિરા છે કે શમણું ભરી મેહફિલમાં આવી ગયું
નંદકિશોર ને બહુ ના પાડી દિલે જો વસી ગયું

રૂપેરી ઘુંઘટ કરી પ્રકાશી રવે પગલી જો ગયું
ફુલ ફુંટે તેમ ઉગી નીકળે કમબખ્ત હરી ગયું

પંખી થઈ બાંધે માળો પટપટ સાંસે ઘુસી ગયું
પકડી હાથ ને લઈ ગયું લુંટી ભરપુર તે ગયું
----રેખા શુક્લ