ખોબો ભરીને સુગંધ ઢોળું;
વરસાદ બનીને વરસું
મહેંકતા માસે પલળે ટોળું;
પરસાદ બનીને પીરસું
એકલતામાં પીગળે ભોળું;
તુજ શ્વાસ બનીને જીવવું
મહેકતી વાતું એજી ખોળું;
તુજ રંગીન સ્વપ્ને જીવવું
---રેખા શુક્લ
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....