બુધવાર, 27 માર્ચ, 2013

ભાળું આંસુ..............!!


તુ ના કહે હું જાત ભાળું આંસુ પી ને ખારાશ ગાળું
બહુ લાગે તો હું વાત ટાળું નજરને શર્મથી વાળું
ખાતા રોંઢો કરતાં વાળું રોજ જીવ બળતાં ભાળું
તડપતી રહે ધડકન જાણું ઝુકી ઇશ નજરૂં વાળું
---રેખા શુક્લ

રવિવાર, 24 માર્ચ, 2013

ફેસબુકે "ફેબરીયા"



"હું" નો પડછાયો આઘો પાછો
કુમળા તડકે ના'નો વ્હાલો
મોટો મોટો, મોટો ખોટો
થાતો ના'નો ના'નો ઈ ક્ર્મ "જીવ" નો
--રેખા શુક્લ
સિલેક્શન થઈ રહ્યું છે નાપાસ ના થવાય જો
એકનોએક થૈ અલગારી પાસ થઈ જવાય જો
--રેખા શુક્લ
તારિખિયું ખોવાણું કોઈને છે ભઈ દેખાણું ?
મંદિર-મુર્તિ પતંગ-મિઠાસ સંધુયે સમાણું ?
ફેસબુકે મામા-ફોઈ ભાળું લે મુખ મલ્કાણું?
કાચીકેરી ને પાકી ના સુંડલે યાદ નું ગાણું ?
ખોવાયેલું ફરી ખોવાણું વાહ થઈ લટકાણું ?
એફ્બી ના રવાડે તારિખિયું જઈ ખોવાણું ?
----રેખા શુક્લ 
કોલેરા ને મેલેરિયા, હજુ ગયા નહીં ત્યાં લવેરિયા 
ચારેકોર જો કિડીયારા, ટપક્યાં લ્યો સાવરિયાં
પરણિયાં તો ય બાવરિયાં પધાર્યા પાછા મરણિયાં
નથી છુટતો કેમે? લાગ્યો સૌને થઈ  "ફેબરીયા"
---રેખા શુક્લ

ગુરુવાર, 21 માર્ચ, 2013

जिन्द्गी बोज बनी हो तो....


बादल से फुरबाईका लेके नाता 
सुनाते फुल दबी मिठी वो बाता
सिने मे फुलोंके आग है भाता
चुपके से भेद खोले ही जाता
रोशनी से धुंआ चरागे उठ्ता
नुरे-खुशियांसे आसमां हिलता
शामिल ख्वाब मेहफिले झुमता
रस्म उल्फत ना परवा करता
---रेखा शुक्ला 

રાતને થાય ઉજાગરા.....!!


મીઠ્ઠા જળની માછલી તળાવે ડચકાં ખાય છે...... 
જન્મીતી ત્યાં આ પગલી ત્યાં વાયરા વાય છે.....
પરિચિત આ નગરમાં જોયા મ્હોરા નવિનમાં છે.....
ચેહરો વિસરી શેરી ઝાંખી ભરાઈ આવી આંખો છે... .
છુપાઈ જઈને થપ્પો કરતો ભુલ્યો મુજને યાદ છે.....
ખો-ખો રમતા અંચઈ કરતો ભુલ્યો મુજને યાદ છે.....
અક્ષરમાં લખાયા તે રબરે ભુંસાતા નથી યાદ છે.....
રાતને થાય ઉજાગરા ને સેહવાતા નથી યાદ છે.....
----રેખા શુક્લ

કાનજી રાગા માં.......!!


ઝુલણી પેહરી શોભે કાનજી પગમાં કડલી વ્હાલમાં
રૂમઝુમ રૂમઝુમ ચાલે કાનજી કેડે કંદોરો વ્હાલમાં
કેસર કુમકુમ ભાલે શોભે સપને રમતાં વ્હાલમાં
---રેખા શુક્લ
વીણી વીણી ને તારલાં ભરીયે લઈ ધાગા માં
રે સખી ચાલને ગુંથીએ માળા એની રાગા માં
---રેખા શુક્લ

બુધવાર, 20 માર્ચ, 2013

बसंत


आये बसंत उठे दिलमे आरझु
उदास नजरे ढुंढे फिर जुस्तजु 
धडक्ती फिझा मे खुली झुल्फे
नगमाये दिल जाग उठे बदनमे
झनकार की सी थरथरी है तनमे
मौजे अरमां बनके तुफा लबोपे
लाते बारीश और तितलियां घरमे
झोको से जलती चले फुरवाई मे
---रेखा शुक्ला

બાઝ્યું ઝાંકળ અંગડાઈ લૈ.....!!!


પાંદડે બાઝ્યું ઝાંકળ જઈ હરખાઈ
ખોળામાં બેઠું મહીં ગુલાબ ને જાંઈ
રાતરાણી ગભરાઈને મુંઈ શરમાઈ
ચોટલે બટમોગરો સુગંધ થઈ ચુંટાઈ
ચુંદડીએ જઈ દોર્યા તારલા સમાઈ
નેણા નચવંતી ફુલવેણી તૈ ગુંથાઈ
અધર મલકે તોયે આંખુ છલકાઈ
પગનું પાયલયું ઘાઘરીયે ભરાઈ
સરકે સરક ચુંદડી લેતી અંગડાઈ
----રેખા શુક્લ