ગુરુવાર, 21 માર્ચ, 2013

રાતને થાય ઉજાગરા.....!!


મીઠ્ઠા જળની માછલી તળાવે ડચકાં ખાય છે...... 
જન્મીતી ત્યાં આ પગલી ત્યાં વાયરા વાય છે.....
પરિચિત આ નગરમાં જોયા મ્હોરા નવિનમાં છે.....
ચેહરો વિસરી શેરી ઝાંખી ભરાઈ આવી આંખો છે... .
છુપાઈ જઈને થપ્પો કરતો ભુલ્યો મુજને યાદ છે.....
ખો-ખો રમતા અંચઈ કરતો ભુલ્યો મુજને યાદ છે.....
અક્ષરમાં લખાયા તે રબરે ભુંસાતા નથી યાદ છે.....
રાતને થાય ઉજાગરા ને સેહવાતા નથી યાદ છે.....
----રેખા શુક્લ

કાનજી રાગા માં.......!!


ઝુલણી પેહરી શોભે કાનજી પગમાં કડલી વ્હાલમાં
રૂમઝુમ રૂમઝુમ ચાલે કાનજી કેડે કંદોરો વ્હાલમાં
કેસર કુમકુમ ભાલે શોભે સપને રમતાં વ્હાલમાં
---રેખા શુક્લ
વીણી વીણી ને તારલાં ભરીયે લઈ ધાગા માં
રે સખી ચાલને ગુંથીએ માળા એની રાગા માં
---રેખા શુક્લ

બુધવાર, 20 માર્ચ, 2013

बसंत


आये बसंत उठे दिलमे आरझु
उदास नजरे ढुंढे फिर जुस्तजु 
धडक्ती फिझा मे खुली झुल्फे
नगमाये दिल जाग उठे बदनमे
झनकार की सी थरथरी है तनमे
मौजे अरमां बनके तुफा लबोपे
लाते बारीश और तितलियां घरमे
झोको से जलती चले फुरवाई मे
---रेखा शुक्ला

બાઝ્યું ઝાંકળ અંગડાઈ લૈ.....!!!


પાંદડે બાઝ્યું ઝાંકળ જઈ હરખાઈ
ખોળામાં બેઠું મહીં ગુલાબ ને જાંઈ
રાતરાણી ગભરાઈને મુંઈ શરમાઈ
ચોટલે બટમોગરો સુગંધ થઈ ચુંટાઈ
ચુંદડીએ જઈ દોર્યા તારલા સમાઈ
નેણા નચવંતી ફુલવેણી તૈ ગુંથાઈ
અધર મલકે તોયે આંખુ છલકાઈ
પગનું પાયલયું ઘાઘરીયે ભરાઈ
સરકે સરક ચુંદડી લેતી અંગડાઈ
----રેખા શુક્લ

મંગળવાર, 19 માર્ચ, 2013

ગુલાબી ચકલીયું.....!!!


ચકલીયું રોજરોજ ચીં ચીં કરે છે.......
સાવ ગુલાબી આંખો સાવ ખૂલેલી ....
ચકલીયું રોજરોજ ચીં ચીં કરે છે........
અક્ષરની મલપતી અટારી એ....
 ન્હાના એક કુંડે....
ડાળીએ ડાળીએ ફુંટી કૂંપણુ ં ને....
પર્ણ ને આવે વ્હાલ.....
ગુલાબી સુગંધી અડપલું ફુલનું.....
સ્મિત ને લાવે ફાલ......
ભમરાં નું ગુનગુન....જુવે ફુલને
લળીલળી વળગે પતંગિયુ  
ટગર-ટગર કલગીએ....
ખડખડાટ હીંચકે હસતું બાળ
---રેખા શુક્લ

સોમવાર, 18 માર્ચ, 2013

Face Book....સાંજ મુકે માંઝા...!!!


દસ્તક દીધી ફેસબુક ડેલીયે
"ખુલ જા સિમ-સિમ" આંગણીયે
"મારું ઈન્ડીયા-મારું વ્રુંદાવન" 
---રેખા શુક્લ

સાંજ નું પીંછુ પગરવ પાડતું થયું છે
રેતીમાં લખાઇ નામ પિંખાઈ ગયું છે
---રેખા શુકલ

ગુલમહોર ડાળે ડાળે પંખીડા ઝાંઝા
સપના ઉડીઉડીને માળે મુકે માંઝા
---રેખા શુક્લ

યાદ તણખાં નૈને....ઝરમરીયો વરસાદ..!!!


કાગળમાં વાદળ ને વાદળીયો કાગળ
અક્ષર મોતી નો ઝરમરીયો વરસાદ
--રેખા શુક્લ


બર્નીંગ ટ્રેનના ડબ્બા ભરચક ને
ભાગે જિંદગી રન અવે ટ્રેન ને
વળીને ખુંચે યાદ તણખાં નૈને
----રેખા શુક્લ