બુધવાર, 20 માર્ચ, 2013

बसंत


आये बसंत उठे दिलमे आरझु
उदास नजरे ढुंढे फिर जुस्तजु 
धडक्ती फिझा मे खुली झुल्फे
नगमाये दिल जाग उठे बदनमे
झनकार की सी थरथरी है तनमे
मौजे अरमां बनके तुफा लबोपे
लाते बारीश और तितलियां घरमे
झोको से जलती चले फुरवाई मे
---रेखा शुक्ला

બાઝ્યું ઝાંકળ અંગડાઈ લૈ.....!!!


પાંદડે બાઝ્યું ઝાંકળ જઈ હરખાઈ
ખોળામાં બેઠું મહીં ગુલાબ ને જાંઈ
રાતરાણી ગભરાઈને મુંઈ શરમાઈ
ચોટલે બટમોગરો સુગંધ થઈ ચુંટાઈ
ચુંદડીએ જઈ દોર્યા તારલા સમાઈ
નેણા નચવંતી ફુલવેણી તૈ ગુંથાઈ
અધર મલકે તોયે આંખુ છલકાઈ
પગનું પાયલયું ઘાઘરીયે ભરાઈ
સરકે સરક ચુંદડી લેતી અંગડાઈ
----રેખા શુક્લ

મંગળવાર, 19 માર્ચ, 2013

ગુલાબી ચકલીયું.....!!!


ચકલીયું રોજરોજ ચીં ચીં કરે છે.......
સાવ ગુલાબી આંખો સાવ ખૂલેલી ....
ચકલીયું રોજરોજ ચીં ચીં કરે છે........
અક્ષરની મલપતી અટારી એ....
 ન્હાના એક કુંડે....
ડાળીએ ડાળીએ ફુંટી કૂંપણુ ં ને....
પર્ણ ને આવે વ્હાલ.....
ગુલાબી સુગંધી અડપલું ફુલનું.....
સ્મિત ને લાવે ફાલ......
ભમરાં નું ગુનગુન....જુવે ફુલને
લળીલળી વળગે પતંગિયુ  
ટગર-ટગર કલગીએ....
ખડખડાટ હીંચકે હસતું બાળ
---રેખા શુક્લ

સોમવાર, 18 માર્ચ, 2013

Face Book....સાંજ મુકે માંઝા...!!!


દસ્તક દીધી ફેસબુક ડેલીયે
"ખુલ જા સિમ-સિમ" આંગણીયે
"મારું ઈન્ડીયા-મારું વ્રુંદાવન" 
---રેખા શુક્લ

સાંજ નું પીંછુ પગરવ પાડતું થયું છે
રેતીમાં લખાઇ નામ પિંખાઈ ગયું છે
---રેખા શુકલ

ગુલમહોર ડાળે ડાળે પંખીડા ઝાંઝા
સપના ઉડીઉડીને માળે મુકે માંઝા
---રેખા શુક્લ

યાદ તણખાં નૈને....ઝરમરીયો વરસાદ..!!!


કાગળમાં વાદળ ને વાદળીયો કાગળ
અક્ષર મોતી નો ઝરમરીયો વરસાદ
--રેખા શુક્લ


બર્નીંગ ટ્રેનના ડબ્બા ભરચક ને
ભાગે જિંદગી રન અવે ટ્રેન ને
વળીને ખુંચે યાદ તણખાં નૈને
----રેખા શુક્લ

શુક્રવાર, 15 માર્ચ, 2013

માછલી ની વસંત...!!


#### માછલી ની વસંત...!!...... ####
વસંત ની ખબર શું રૂડી માછલી ને મળતી હશે?
કુદકા મારતી સસલી ની જેમ તે પણ ખુશ થાતી હશે?......
નવા કુંપણ નો ધબકાર ને ચારેકોર કિલ્લોલ સંગ
ચોપાટી ના સ્ટોલ ની વાનગીની સુગંધ માણતી હશે?.......
માછલીઘરે પુરાઈ ને કાંકરિયે થાતી ચહલ-પહલ
રૂઝાતી રિઝવતી રંગીન માછલી ખુશ થાતી હશે?.......
=== રેખા શુક્લ........ 

બહારોમાં તરફડે...માછલી..!! .


#### બહારોમાં તરફડે...માછલી..!! ...... ####
બહારોમાં ફુલોની દુનિયા વિશાળ છે
સતાવે ક્રુષ્ણ રોજરોજ બાંધેલ પાળ છે......
જગતના દરિયે ફેલાયેલી એક જાળ છે
રૂવે રંગીન માછલી તરફડે જો આળ છે......
===-રેખા શુક્લ