શનિવાર, 16 ફેબ્રુઆરી, 2013

પ્રેમ રુવે ગૌણ નથી............!!


ઉપસી રહ્યા થૈ અરથ, હોઠે મૌન કૈં ગૌણ નથી
કિતાબ-કિસ્સા કોરા, સરવાળા શબ્દ ગૌણ નથી
આરાધે ઇશ્વરના ભાગલા, થૈ પ્રેમ રુવે ગૌણ નથી
ઉજાગરા ની પરબ અંતાક્ષરી, થૈ ગુંજે ગૌણ નથી
આભલું વરસ્યું છત થૈ રૂમમાં, વર-સાદ ગૌણ નથી
શબ્દ અરથ પાણી પાણી, તરસ્યા રેહવું ગૌણ નથી
----રેખા શુક્લ 

ગુરુવાર, 14 ફેબ્રુઆરી, 2013

દાસ થૈ ને શ્વાસ ચાલે રહી રહી....



કેવા સ્થૂળ રોપાયા થૈ ઉભાં થોર મુંગા રહી
ચોતરફ રણ માથે ગગન રડતું શો'ર મહીં
બેવફા જિંદગી કહી શ્વાસ ચાલે રહી રહી
ડરતા ડરતા અંતે દાસ થૈ ને રહે અહીં
પારદર્શક આંસુમાં રડી હસે વાતુ અહીં
ફુલથી તોડી પથ્થર કહી આવે રોતું અહીં
ખામોશ સ્વપ્ન, ખેલે પાસા, બીક મહીં
ઇશ ખેલંદો ઘેલો સમજે રોજ ડરતો મહીં
ખોવાયેલા પગલાં બાઝ્યા મુજ ને અહીં
સાગરના વ્હાલ થૈ જાત ભીંજાતી અહીં
---રેખા શુક્લ ૦૨/૧૫/૧૩

મંગળવાર, 12 ફેબ્રુઆરી, 2013

અક્ષર અરથ પારણે.............!!!!!!!!!!

ધુમ્મસ તટે અક્ષર અક્ષર 
ઝરણું ઝરમર શબદ શબદ 
ટાંચે પથ્થર અરથ અરથ
ભીની લાગણીયું વેરત વેરત
--રેખા શુક્લ

કોતરણીયું લૈ પુષ્પ પારણે

હિમમોતી સુતી વાદળી છાની
---રેખા શુક્લ

સોમવાર, 11 ફેબ્રુઆરી, 2013

કેસરીયાળું સપનું.....


સિંદરી સોતું ખાટલી ની પાંગતે મલકે મીઠું પલકે...

કેસરીયાળું સપનું, છાને પગલે, બંધ પલકે ઘુસ્યું

પથ્થર કોતરી ઝરણું, ઝાંઝર પકડી મલકે ઘુસ્યું

દાંતે ચુનર છેડલો, જૈ ગહેરી નિંદર, ટહુકે ઘુસ્યું

હાથ વક્ષે, ચોંટી અધરે આંગળી, હલ્કે હલ્કે ઘુસ્યું
---રેખા શુક્લ 

શુક્રવાર, 8 ફેબ્રુઆરી, 2013

બાવરી તોરી...........!!!


તડપત તડપત રૈન ભયે ચૈન લુંટે ચોરી ચોરી
સાજન સાજન દિલકી ધડકન અધર પુકારે મોરી

નટખટ ટપોરી ચુનર સરકે સરક સરક મોરી
વ્હાલમ, જાનમ, બાલમ, મસ્ત મોજીલી તોરી

દર્શન પ્યાસી મનમોહીની ભઈ બાવરી તોરી
છોડ મોરી પાયલ પાગલ ભીગી ્કલૈયા મોરી
--રેખા શુક્લ

મેના બોલે...


શબ્દના પાંજરામાં લાગણીયું ની મેના બોલે
મન મારું સુગંધ સુગંધ મોર ટહુકા સંગે ઝુલે

ચિતરું તુજને વ્હાલ મારા ઘુઘરીયાંળા ફુલે
પિયુજી પિયુજી મોરપીંછીએ ચૈન નૈને ભુલે 
---રેખા શુક્લ

દરિયે હુંફાળો માળો ......


ટમટમતાં તારલિયાંની રાતે
પારિજાત પુષ્પોના ઢોલિયે

મઘમઘે મોગરાં મારી વેણીયે
મોરપીંછ ને ગુલાબની ઢગલીયે

થનગન થનગનન છલકતે દરિયે
હુ ને તું ને માળો હુંફાળો રમીયે
---રેખા શુક્લ