બુધવાર, 6 ફેબ્રુઆરી, 2013

રિમઝિમ રિમઝિમ


મ્રુગજળ પાછળ દોડી રડતું એક હરણું મેં જોયું'તું
પાનખરે ભરે શિયાળે ડુસકાં લેતું પર્ણ મેં જોયું'તું
-----રેખા શુક્લ 
ફ્રેજાઈલ છું બેબસ નથી આંસુ મને દઝાડે છે
નજીક આવી વ્હાલ થી આગ મને ના ઠારે છે
-----રેખા શુક્લ 
તું ઘા ના રૂઝવે ભાન ભુલવા મારું અહીં ભળવાનું
શબ્દે શબ્દે શ્વાસે શ્વાસે તારું અહીં-તહીં મળવાનું
---રેખા શુક્લ
કોયલનું સુરમા "કરાગ્રે વસને દેવી" બોલવાનું
મોરલાના ટહુકારે રિમઝિમ રિમઝિમ વરસવાનું
----રેખા શુક્લ

મંગળવાર, 5 ફેબ્રુઆરી, 2013

ધકેલાયો છું...!!


પદવી આપીને મોટો કરાયો છું
આવળ વધું છું કે બસ ધકેલાયો છું....
વ્યથા છે કે મુંઝવણ છે બસ મુંઝાયો છું
સગપણે સમજણે પાછો ધકેલાયો છું...
બાળક છું તારો તોય કેમ ગભરાંઉ છુ
નાની બેનના આગમને જીવ મોટો કહેવાંઉ છુ
જીવન જીવું કે માણું તે પહેલા ધકેલાયો છું....
સ્કુલમાં આવે નંબર પેહલો રમતનુ આવે સપનું
મોનીટર બનાવી ખુશ કર્યો કે હુ ધકેલાયો છું....
યુવાનીની મજાની ગંભીરતા ના કળી શક્યો
તે પેહલાં લગ્નમાં મગ્ન કે પા્છો ધકેલાયો છું....
કોલેજના દિવસોમાં જાગતી આંખે સપના
શરમાયે પેહલા પાંપણે જઈ ધકેલાયો છું....
પાછો મળ્યો છે હોદ્દો ને જીવ ખુશ કરાયો છું
વધતી મોંધવારીમાં સંગાથે રેઈઝ ધકેલું છુ....
મુંગી નથી મારી વ્યથા તો ય ગુનેગાર ગણાયો છું
લાગણી ની ઓઢી ચાદર તો કબર સુધી ધકેલાયો છું....
નામ અમારું તકતીમાં સોનેરી પાંદડે કંડારાયો છું
કો'ક વાર વિચારું છું કે ક્યાં ક્યાં જૈ ધકેલાયો છું...!!
---રેખા શુક્લ

રવિવાર, 3 ફેબ્રુઆરી, 2013

આખી વાત.........


ફેંકી દે ને તું બારી ઉઘાડી કણસતું ટ્યુમર
અશ્રુ ગાતું  બારણું તોડી વરસતું ઝરમર
-----------------------રેખા શુક્લ
સહજ થયા ને છુટી ગયા
હસી પરપોટા લુંટી ગયા
એક અમારી વાતે તુટી ગયા
લીલીછમ કુંપણે ચુંટી ગયા
--------------------રેખા શુક્લ
અક્ષર સાક્ષર અભિરૂચિએ
ઉચ્ચત્તમ ધ્યેય સુઝે રુચિએ
----------------------રેખા શુક્લ
વાયરે તરતી મધરાત
મહેંક્યા ફુલ રળિયાત
ઓચિંતો તું ભળીજાત
------------------રેખા શુક્લ

ઉછળ્યાં શ્વાસ.......


ઝાંકળભીના ફુલની ઢગલી લૈં ઉભી સાચુ આખી રાત
ધ્રુજારી ખમતું પાણીનું બિંદુ શ્વાસ રોકી આટલી વાત
હળવેક આવી ઉભો ઉછળ્યાં શ્વાસ કે પાંચીકાની વાત
ઝુલ્ફ ઘનેરી ચાલ અનેરી મુંછે વ્હાલુ સ્મિત ની વાત
જાત મહીં જડી ગયો આખેઆખો થૈ મુળીયાં ની વાત
ગોળગોળ ગોળગોળ ઘુમ્યા કરતી રેશ્મી કવિતાની વાત
------------------------ રેખા શુક્લ

મુજને વ્હાલ



બસ પછી ....
સુંવાળો રેશમરેશમ સ્પર્શ
વસ્ત્ર અડકી સરકી પડ્યા
ખિલખિલાટ હસતો શાવર 
ને બોખો સિંક નો નળ
નગ્ન ઉભો ટોવેલ રોડ ને
પકડી હાથ રૂમાલ પાથરી
તું બોલ્યો ઃ તારી જાત સાથે તો આજ રેહવા દે મુજને વ્હાલ
----------રેખા શુક્લ 

શનિવાર, 2 ફેબ્રુઆરી, 2013

તમે એને શું કેહશો?


 માયા  કાયા  પલદોપલ ની છાયા તમે એને શું કેહ્શો?
ખુશીઓના ફિલ્ડિંગ ભરે કોઈ લાગણી ના જાયા તમે એને શું કેહશો?
ચુમન સુજન મંગલ મહેંક અંતરે કહે ભાયા તમે એને શું કેહશો?
મંદિર મસ્જિદ ડોટ કોમ ખોવાય માનવી ના જાયા તમે એને શું કેહ્શો?
સંગીત લય ને તાલશબ્દ તેજ કંકુ ચોખે પાયા તમે એને શું કેહ્શો?
ઠાંસી ઠાંસી રંગ પ્રેમ ના કે શ્વાસે શ્વાસે માયા તમે એને શું કેહશો?
----રેખા શુક્લ

નારંગી


પગલાં પગલાં બરફમાં ધોળી ચાદર ધરણી 
રટણ પરોઢ પઠણ મધ્હ્યાન જોઈ કણે હરણી
મમતા મિઠ્ઠી ભગિનિ પ્રેયસી સંગે લૈ પરણી
ખાટીમીઠ્ઠી પાણીપાણી બોલે નારંગી વરણી
--રેખા શુક્લ