રવિવાર, 13 જાન્યુઆરી, 2013

ધગધગતી રેતમાં પગલી ભુલકાંની..


નવાબ બચપણ ને સામે કિનારે ઝુરતું ઘડપણ...
મુંઝાઈ રહ્યો જોંઉ મોંઘવારી માં યુવા વર્ગ...
શિક્ષણ-સંચાલનમાં સડે સંબંધો ની બિમારી...
જિંદગી ની ધગધગતી રેતમાં પગલી ભુલકાંની...
ઉમંર થી લાંબી સડકે ઉભા ત્યાંજ બસ દોડ્યાં...
-રેખા શુક્લ

શનિવાર, 12 જાન્યુઆરી, 2013

જાણું... જાણું


જો જો ખુલશે નહીં તે સહેલાઇથી
કળી મોગરાની ભમરાં ને ગમી જાણું
---રેખા શુક્લ
નજાકત આબેહુબ આવી ગઈ જાણું
સધળે મોહકતાનું જાળું એ  જાણું
---રેખા શુક્લ
કિરણોની ઉષ્મા છે તે તો છું જાણું
ઉરની લાગણી ને અસ્પર્શ જાણું
-રેખા શુક્લ
લાવા છે પ્રવાહી તે તો છુ જાણું
ક્યાંથી અજમાવું સાચું છું જાણું
-રેખા શુક્લ

પડછાયો


છોડવો છે પણ નથી છોડી હું શકતો
એક પડછાયો તુજથી ન અલગ રહી શક્તો...
સુવાસ મુકી ને રહી નથી શક્તો
એક પડછાયો મુજને ન અલગ કરી શકતો...
---રેખા શુક્લ 

શુક્રવાર, 11 જાન્યુઆરી, 2013

સંગ..સંગ..!!


પુષ્પોનો પ્રેમ અને શબ્દોનું સમર્પણ,
ચણીબોર, ખજુર, શેરડીને પોંક સંગ

જામફળ ની સુગંધ ચોતરફ...સંગ
ઉડ ઉડ સુગંધે તલસાંકળી સંગ..

ઉડાડે મુજને તું પતંગ તુ જ સંગ
ઉડ લે દોરી મસ્ત પવન સંગ...

ઢીલ મુક હળવોફુલ થઈ તુ જ અંગ
ઉંચે ઉડે આભે સમય-અગાસી દંગ..

રખડપટ્ટી ફિર્કી ઝુલે આસમાની રંગ
ઉડાડે મુજને તું પતંગ તુ જ સંગ....
--રેખા શુક્લ 

મંગળવાર, 8 જાન્યુઆરી, 2013

પાપણની ઝાલરે તોરણ......


પાપણની ઝાલરે આંસુના તોરણ બાંધી લંઉ
શબ્દવિહિન હાસ્યે ઉમંગ જણાવી દંઉ

હિલોળા લેતા હૈયાને ધરપત શા'ની દંઉ
પગેરું નો અવાજ બસ કાનમાં ધરી લંઉ

શબ્દોના ચોખા લઈ ચાલ વધાવી લંઉ
મીઠ્ડાં લઈ જલ્દી નજર ઉતારી દંઉ

સંધ્યાકાળે આરતીના બહાને બોલાવી લંઉ
મંદ હાસ્યે નૈન નચાવી તને નીરખી લંઉ

ઘુંઘટની આડે શમણાંની સોડમાં લંઉ
સ્વપ્નના આલિંગને તને બાંધી લંઉ
--રેખા મહેશકુમાર શુક્લ (મહેશજી માટે)

આતશબાજી.......!!


નુતન વર્ષના અભિનંદન અને અરિસે કરચલી
આંખોની આતશબાજી, છલકી ગાગર પ્યારી

પ્રગટેલી કોડિયાની, આછેરી ઝીણી જ્યોતિ
કેશ તમારા ઢાંકે, એક ચમકતી આંખડી

હ્રદયમાં પ્રેમની જ્યોત પ્રજવલ્લી ઉઠી
આંખો તમારી દિવડી, બની ચમકતી રહી

ભર્યા પ્રેમના ઘુંટડાને ટપક્યાં તારલાં આંખેથી
સમી સાંજે નમ્યા સુરજને દિવડીઓ પ્રગટતી રહી
--રેખા શુક્લ  

પરબિડિયે આંતરસિયો....!!

ખુલ્યાં પરબિડિયે સવાલાતોમાં 
કુંવારી નજરે મિઠ્ઠી મુલાકાતોમાં
દફનાવેલ પ્રતિબિંબે ડોકિયા કરમાં
સણુલા રહસ્યોમાં હસતા ગુલાબી ફુલોમાં
સંવેદના ચાડી ખાય છે શબ્દોમાં 
વચ્ચે છોડેલી કો'ક જગ્યાઓમાં 
ચાપે છે આગ પાળ બાંધેલ આંખોમાં 
ગુમશુદા મસ્ત વાતુ વાતુમાં
સાડલે ભરે ઝડકો ને કમખે આંતરસિયો
---રેખા શુકલ