રવિવાર, 23 ડિસેમ્બર, 2012

ભિખડાં


પાછળ પાછળ ધર્મ પગદંડીએ

પ્યાસી તૃષા ભિખારી દંડી એ

સુજેલ ઘા ઉપસી ઉપડે પંડે

ભિખડાં ખોતરે અધર્મ ફંડે ફંડે
--રેખા શુક્લ

સસ્તે રસ્તે

ધર્યો વેશ અલગારી રખડપટ્ટીએ
સર્જાય રઝળતી વાર્તા એક અટુલા રસ્તે

ના સમજાયું તુજને-મુજને રડતે હસ્તે
દર્દે-અશ્ક, ઈશ્કે-ઈમાન વેચાય સસ્તે રસ્તે
---રેખા શુક્લ


ગુરુવાર, 20 ડિસેમ્બર, 2012

પગફેરા ના સમજુ... તુ જાણે પણ હું શેને સમજુ?

પગફેરા ના સમજુ... તુ જાણે પણ હું શેને સમજુ?
ઇશ્વર ને બે હાથ જોડી ને પુછું આપીને કેમ લઈલે તું?
જન્મ આપી માંડમાંડ છુટો કર્યો હમણાં તેને કેમ ભુલુ?
તને સોંપતા પેહલા તારા વિષે શું સમજું પરમાત્મા?
ક્યાંથી લાવું અગ્નિદાહ ની તાકાત હું મારામાં ?
આ પગફેરા તુ જાણે પણ હું શેને સમજુ?
અંતર મન ના સમજે કોમળ દિલના માને 
તું કઠોર છે નિષ્ઠુર છે સ્નેહી નહીં દુશ્મન છે?
સમય પતી ગયો જાણે તું જવાબ દે?
ક્યાંથી રાખું શ્રધ્ધા ને શું આપું અંજલી?
દોહ્યલું લાગે છે શનીલ તારા વગર જીવન
આ પગફેરા તુ જાણે પણ હું શેને સમજુ?
આજ શ્વાસ ગુંગળાય કડવો વખ સંસાર
સુનો મારગ ને શુષ્ક વ્રુંદાવન વિચાર
પાણીના વેશમાં ધરી મુજને શ્વાસ વગર
જ્યાં ભાગવાને વ્હાણ પણ દીધા વગર
અર્થહીન ઉભા રહી ત્યજવું નથી જાણું
કાયમી કોઈનું રેહઠાણ કે રોકાણ નથી 
લે આપ્યો મારો હવે તારો સાચવીશ જાણું
આ પગફેરા તુ જાણે પણ હું શેને સમજુ?
----રેખા શુક્લ ૧૨/૧૯/૧૨


ગુરુવાર, 13 ડિસેમ્બર, 2012

યાદ અત્તર


પથ્થર થઈ ને રહી ગઈ
ભીતરે જઈ કટકા થઈ

સોના જેમ તપતી ગઈ
આખરે યાદ અત્તર થઈ

ખુશ્બુથી પહેચાની ગઈ
શબ્દની સરવાણી થઈ

વાસંતી ફુલબહાર થઈ
ફેસબુકે જ ખોવાઈ ગઈ

રંગો અવનવા જોઈ લઈ
ચિત્રો મહીં ભળતી ગઈ

૨૫ ભાગ્યા ૫ ચૌદ થઈ
ગણીતની એક રમુજ જોઈ
---રેખા શુક્લ ૧૨/૧૩/૧૨

ભારતીય પુતળી


અનુભુતિ અતિત સ્મરણની, યાત્રા બસ શબ્દો મહીં
વિચાર વિનિમય ના વમળની, વેબસાઈટ ભાષા મહીં

ઉલેચી લે કાયા કુમળી, છે  ભારતીય  પુતળી અહીં
ચિંતિત અભિગમ સ્મૄતિપટે, વાંછટું  ભીનાશ મહીં
---રેખા શુક્લ ૧૨/૧૩/૧૨

મયુરપંખ


આ શૃંખલા રૂડા લંઉ ચીંધુ ખુદ ને ક્ષિતિજ ફરે
ઝણઝણાવતું કદી જડે ને વીજળી સંગ ઝુરે

હું ય ઇરછું મોરની થંઉ એવી કે ટહુક્યા કરે
મધુર પંખીઓ કલરવ કરે મયુરપંખ ઘરે ઘરે
---રેખા શુક્લ ૧૨/૧૩/૧૨