ગુરુવાર, 20 ડિસેમ્બર, 2012

પગફેરા ના સમજુ... તુ જાણે પણ હું શેને સમજુ?

પગફેરા ના સમજુ... તુ જાણે પણ હું શેને સમજુ?
ઇશ્વર ને બે હાથ જોડી ને પુછું આપીને કેમ લઈલે તું?
જન્મ આપી માંડમાંડ છુટો કર્યો હમણાં તેને કેમ ભુલુ?
તને સોંપતા પેહલા તારા વિષે શું સમજું પરમાત્મા?
ક્યાંથી લાવું અગ્નિદાહ ની તાકાત હું મારામાં ?
આ પગફેરા તુ જાણે પણ હું શેને સમજુ?
અંતર મન ના સમજે કોમળ દિલના માને 
તું કઠોર છે નિષ્ઠુર છે સ્નેહી નહીં દુશ્મન છે?
સમય પતી ગયો જાણે તું જવાબ દે?
ક્યાંથી રાખું શ્રધ્ધા ને શું આપું અંજલી?
દોહ્યલું લાગે છે શનીલ તારા વગર જીવન
આ પગફેરા તુ જાણે પણ હું શેને સમજુ?
આજ શ્વાસ ગુંગળાય કડવો વખ સંસાર
સુનો મારગ ને શુષ્ક વ્રુંદાવન વિચાર
પાણીના વેશમાં ધરી મુજને શ્વાસ વગર
જ્યાં ભાગવાને વ્હાણ પણ દીધા વગર
અર્થહીન ઉભા રહી ત્યજવું નથી જાણું
કાયમી કોઈનું રેહઠાણ કે રોકાણ નથી 
લે આપ્યો મારો હવે તારો સાચવીશ જાણું
આ પગફેરા તુ જાણે પણ હું શેને સમજુ?
----રેખા શુક્લ ૧૨/૧૯/૧૨


ગુરુવાર, 13 ડિસેમ્બર, 2012

યાદ અત્તર


પથ્થર થઈ ને રહી ગઈ
ભીતરે જઈ કટકા થઈ

સોના જેમ તપતી ગઈ
આખરે યાદ અત્તર થઈ

ખુશ્બુથી પહેચાની ગઈ
શબ્દની સરવાણી થઈ

વાસંતી ફુલબહાર થઈ
ફેસબુકે જ ખોવાઈ ગઈ

રંગો અવનવા જોઈ લઈ
ચિત્રો મહીં ભળતી ગઈ

૨૫ ભાગ્યા ૫ ચૌદ થઈ
ગણીતની એક રમુજ જોઈ
---રેખા શુક્લ ૧૨/૧૩/૧૨

ભારતીય પુતળી


અનુભુતિ અતિત સ્મરણની, યાત્રા બસ શબ્દો મહીં
વિચાર વિનિમય ના વમળની, વેબસાઈટ ભાષા મહીં

ઉલેચી લે કાયા કુમળી, છે  ભારતીય  પુતળી અહીં
ચિંતિત અભિગમ સ્મૄતિપટે, વાંછટું  ભીનાશ મહીં
---રેખા શુક્લ ૧૨/૧૩/૧૨

મયુરપંખ


આ શૃંખલા રૂડા લંઉ ચીંધુ ખુદ ને ક્ષિતિજ ફરે
ઝણઝણાવતું કદી જડે ને વીજળી સંગ ઝુરે

હું ય ઇરછું મોરની થંઉ એવી કે ટહુક્યા કરે
મધુર પંખીઓ કલરવ કરે મયુરપંખ ઘરે ઘરે
---રેખા શુક્લ ૧૨/૧૩/૧૨

મંગળવાર, 11 ડિસેમ્બર, 2012

પ્રેમ એટ્લે પ્રેમ ...



હાંથે ગુંથેલ મોગરાની વેણી ઝુલે અંબોડ્લે એટ્લે પ્રેમ

સામે ચાલી મળે પતંગિયાની પગલીયું એટ્લે પ્રેમ

ચોમાસું ખાબોચિયે ને ધુળ મહીં ન્હાય ચક્લી એટ્લે પ્રેમ

કાળમીંઢ પથ્થરે ઝુલે ઝરણાનું પારણું એટ્લે પ્રેમ

--Rekha Shukla 12/11/12

pushpanjali


પંચામ્રુત ના પ્રેમ પરાગે
પ્રાંગણે તરંગ પ્રણય પુષ્પ

પરથમ સમરૂં અર્પુ ટહુકે
ઝુલ્ફ સંગ પવન મહેંક
---રેખા શુક્લ૧૨/૧૧/૧૨