અહીં રોજ ઉડે ઈરછા પક્ષી આંખે
મળવા લાવે આભ સગપણ બારણે
પડઘાતા ધોધની શબદ ધારમાં
ધોધમાર કોઈ વરસે કોઈ તરસે
દર્પણ બારણે પાણીપાણી થૈ સ્પર્શે
વરસાદ રણમાં પલળી ટહુક્યા કરે
વ્હાલ થૈ પાણી મુજને ભિંજી ભિંજે
--------રેખા શુક્લ (શિકાગો)
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....